• Gujarati News
  • Sports
  • Cricket
  • King Kohli Answered Fans ’questions Through Social Media; Also Shared A Fitness Mantra To Stay Super Active

ફેન્સના સવાલોથી વિરાટ ઘેરાયો:ફેને પુછ્યું કે ભૂતકાળનો કયો બોલર તમારા માટે મુશ્કેલી સર્જત? કોહલીએ લીધું પાકિસ્તાનના બોલરનું નામ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ફોટો ફેબ્રુઆરી-માર્ચમાં ઇંગ્લેન્ડ શ્રેણીનો છે. વિરાટે ક્વોરન્ટીન દરમિયાન જીમની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. - Divya Bhaskar
આ ફોટો ફેબ્રુઆરી-માર્ચમાં ઇંગ્લેન્ડ શ્રેણીનો છે. વિરાટે ક્વોરન્ટીન દરમિયાન જીમની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
  • કિંગ કોહલીએ સોશિયલ મીડિયા પર ફેન્સના પ્રશ્નોના જવાબ આપ્યા; સુપર એક્ટિવ રહેવા માટે ફિટનેસ મંત્ર પણ શેર કર્યો
  • અનુષ્કા શર્માએ પણ વિરાટને લાઇવ સેશનમાં પ્રશ્ન પૂછ્યો હતો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સૌથી ફિટ એથલિટ માનવામાં આવે છે. વસીમ અકરમ, વકાર યૂનુસ અને રિકી પોન્ટિંગ સહિત ઘણા દેશોના પૂર્વ ક્રિકેટરોએ કોહલીની ફિટનેસના વખાણ કર્યા છે. આ દિવસોમાં તે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયારીઓ કરી રહ્યો છે અને મુંબઈમાં ક્વોરન્ટીન છે.

વિરાટ કોહલીએ શનિવારના રોજ સોશિયલ મીડિયા પર સવાલ-જવાબનો સેશન રાખ્યો હતો. જેમાં કોહલીએ અંગત સવાલોથી માંડીને ફિટનેસને લગતા વિવિધ સવાલોના પણ જવાબ આપ્યા હતા. વિરાટે ફિટનેસ અંગે પોતાના ફેન્સને જણાવ્યું હતું કે તેઓ સંતુલિત ભોજન ગ્રહણ કરે છે. જેમાં શાક-ભાજી, ફળ અને ઈંડાનો સમાવેશ થાય છે. આની સાથે કેટલીક વેળાએ એ ઢોંસા અને ચાઇનીઝ ફૂડ ખાતા પણ અચકાતો નથી. તો ચલો વિરાટના ફિટનેસ મંત્રથી અન્ય કેટલાક રસપ્રદ સવાલોના જવાબ અંગે જાણીએ.....

વિરાટનો ફિટનેસનો મંત્ર
સેશન દરમિયાન એક ફેને વિરાટ કોહલીને પૂછ્યું હતું કે તેઓ ફિટ રહેવા માટે કેવા પ્રકારનું ભોજન ગ્રહણ કરતા હોય છે. આ અંગે જવાબ આપતા કોહલીએ જણાવ્યું હતું કે હું વિવધ પ્રકારના શાક-ભાજી ભોજનમાં ગ્રહણ કરું છું. આની સાથે દરરોજ હું ઈંડા, કોફી, દાળ, કીનૂ (હાઇબ્રીડ ફળ) અને પાલક પણ લઉં છું. બદામ અને પ્રોટીન બારનું સેવન પણ હું કરતો રહું છું. વિરાટ કોહલીએ પોતાના ચીટ ફૂડ અંગે પણ જાણકારી આપી હતી, જેમાં તે ક્યારેક ક્યારેક ઢોંસા અને ચાઇનીઝ ફૂડ પણ ખાતો હોય છે.

કોહલીએ જણાવ્યું હતું કે આ પ્રકારના ફૂડપ્લાનથી એને ઘણી તાકાત મળે છે અને તેથીજ તો તે આટલો ફિટ છે. વિરાટે દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોની યાદીમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિરાટને છોલે-ભટુરે ખાવાનો પણ શોખ છે. આ વાતનો ઉલ્લેખ વિરાટ કોહલીએ કેટલાક વર્ષો પહેલા એક ઈન્ટર્વ્યૂ દરમિયાન કર્યો હતો. જોકે, ફિટનેસને જાળવી રાખવા માટે કોહલીએ આનાથી દૂરી બનાવી રાખી હતી.

ફેન્સના આવાજ કેટલાક પ્રશ્નો પર વિરાટના રસપ્રદ જવાબોને જાણો
1.
ફેનનો સવાલઃ તમે તમારો લેટેસ્ટ ફોટો શેર કરો

2.
ફેનનો સવાલઃ સર શું તમે અમને તમારા ક્વોરન્ટીન દિનચર્યા વિશે જાણ કરી શકો છો?
વિરાટનો જવાબઃ દિવસમાં એકવાર ટ્રેનિંગ, પરિવાર સાથે સમય વિતાવવો. તદ્દન સામાન્ય.
3.
ફેનનો સવાલઃ વામિકાનો અર્થ શું થાય છે? તે શું કરે છે? શું તમે અમને એની એક જલક બતાવી શકશો?
વિરાટનો જવાબઃ વામિકા એ માતા દુર્ગાનું એક નામ છે. ના, એક કપલ તરીકે અમે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી વામિકાને સોશિયલ મીડિયા શું છે? એ અંગે માહિતી નથી મળતી ત્યાં સુધી અમે એની તસવીર શેર નહીં કરીએ. વામિકા સમજણી થશે ત્યારે તે પોતે નિર્ણય લેશે.
4.
ફેનનો સવાલઃ અત્યારના કપરા કાળમાં કોઇ કેવી રીતે ચિંતા, વિચારવાયુ અને થાકથી બચી શકે છે?
વિરાટનો જવાબઃ તમારા સૌથી મહત્ત્વના કાર્ય પર ધ્યાન કેન્દ્રીત કરો અને સારા પરિણામો પર વિશ્વાસ રાખો. એવું માનો કે કોઇપણ સમયે સારા સમાચાર આવી શકે છે.
5.
ફેનનો સવાલઃ તમે ટ્રોલ અને મીમ પર કેવી રીતે પ્રતિક્રિયા આપો છો?
વિરાટનો જવાબઃ

6.
ફેનનો સવાલઃ તમે અંતિમ વેળાએ ગૂગલમાં શું સર્ચ કર્યું હતું?
વિરાટનો જવાબઃ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ટ્રાન્સફર.
7.
ફેનનો સવાલઃ વેક્સિન લીધા પછી તમારું સ્વાસ્થ્ય કેવું છે? તાવ કે આડઅસર જેવું કશું જોવા મળ્યું?
વિરાટનો જવાબઃ થોડોક શરીરમાં દુખાવો અને તાવ. ચિંતાજનક કશું નથી.
8.
ફેનનો સવાલઃ RCB/ ઇન્ડિયા ટીમમાંથી રમૂજી, હોંશિયાર અને શરમાળ ખેલાડીના નામ જણાવશો?
વિરાટનો જવાબઃ રમૂજીઃ ચહલ, હોંશિયારઃ એબી ડિવિલિયર્સ અને શરમાળઃ કાઇલ જેમિસન
9.
ફેનનો સવાલઃ માત્ર 2 શબ્દોમાં તમારો અને ધોની વચ્ચેનો સંબંધ જણાવશો?
વિરાટનો જવાબઃ ભરોસો અને આદર
10.
ફેનઃ વિરાટની નાનપણની તસવીર?

11.
ફેનનો સવાલઃ ભૂતકાળનો એવો કયો બોલર છે જે તમને અત્યારે મુશ્કેલીમાં મૂકી શક્યો હતો.
વિરાટનો જવાબઃ વસીમ અકરમ

વિરાટ કોહલી અને અનુષ્કાની ફાઇલ તસવીર
વિરાટ કોહલી અને અનુષ્કાની ફાઇલ તસવીર

અનુષ્કા શર્માએ પણ સેશનમાં સવાલ પુછ્યો
આ સવાલ જવાબના સેશનમાં કોઇકે વિરાટ કોહલીને એમ પણ પૂછ્યું હતું કે તે મારા હેડફોન ક્યાં મૂક્યા છે? ત્યારે વિરાટ કોહલીએ જવાબ આપતા કહ્યું હતું કે જ્યાં રોજ હોય છે ત્યાંજ બેડની બાજુના સાઇડ ટેબલ પર 'love'- અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ સવાલ વિરાટની પત્ની અનુષ્કા શર્માએ પૂછ્યો હશે.

વિરાટ અત્યારે ટીમથી અલગ બીજા રૂમમાં ક્વોરન્ટીન
વિરાટને અત્યારે બાકીની ટીમથી મુંબઈમાં એક અલગ બીજા રૂમમાં ક્વારન્ટીન રાખવામાં આવ્યો છે. કારણ કે તે, રોહિત શર્મા અને અજિંક્ય રહાણે 24 મેના રોજ ટીમમાં જોડાયા હતા. જ્યારે બાકીના ખેલાડીઓ 19 મેથી હોટલમાં ક્વોરન્ટીન છે. વિરાટ માટે તેના રૂમમાં જીમ અને કસરતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેઓ 7 દિવસ પછી એટલે કે 1 જૂનથી બાકીની ટીમ સાથે જોડાવા માટે સક્ષમ થશે.

વેક્સિનનો બીજો ડોઝ ઈંગ્લેન્ડમાં અપાશે
ટીમ ઇન્ડિયા 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે. જ્યાં તે 18 થી 22 જૂન દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવાની છે. આ પછી, ટીમ 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. વિરાટે તાજેતરમાં પણ કોરોનાની વેક્સિન લીધી હતી. વેક્સિનનો બીજો ડોઝ તેમને અને અન્ય ટીમના સભ્યોને ઈંગ્લેન્ડમાં અપાશે.

અન્ય સમાચારો પણ છે...