તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Kieran Pollard Hit 6 Sixes In An Over Off Sri Lankan Off spinner Akila Dhananjay, Becoming The Third Batsman To Achieve This Feat In International Cricket.

વેસ્ટ ઈન્ડીઝે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું:શ્રીલંકાના અકીલાએ હેટ્રીક લીધી, ત્યાર પછીની ઓવરમાં પોલાર્ડે 6 છગ્ગા માર્યા; યુવરાજ પછી બીજો બેટ્સમેન બન્યો

7 મહિનો પહેલા
વેસ્ટઈન્ડીઝ- શ્રીલંકા વચ્ચેની T20 મેચ રોમાચંક રહી હતી
  • પોલાર્ડ અગાઉ સાઉથ આફ્રિકાનો હર્ષલ ગિબ્સ વન ડેમાં અને ભારતનાયુવરાજ સિંહ T20માં એક ઓવરમાં 6 સિક્સ મારી હતી

વેસ્ટઈન્ડીઝે શ્રીલંકા સામેની T20 મેચને ગુરુવારે 4 વિકેટે જીતી લીધી છે. આ મેચ રોમાચંક રહી હતી. આ મેચમાં શ્રીલંકાના ઓફ સ્પિનર અકીલા ધનંજયે પોતાની બીજી ઓવરમાં હેટ્રિક લીધી હતી. ત્યાર બાદ તેની ત્રીજી ઓવરમાં વેસ્ટઈન્ડિઝ કેપ્ટન કીરોન પોલાર્ડે સતત છ છગ્ગા મારી મેચને પલટાવી દીધી હતી. આંતરરાષ્ટ્રીય T20માં યુવરાજ પછી સતત છ છગ્ગા મારનાર બીજો બેટ્સમેન બની ગયો છે.

મેચમાં વેસ્ટઈન્ડીઝે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડીઝે 13.1 ઓવરમાં 6 વિકેટે વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો.

ઓવરમાં છઠ્ઠી સિક્સ માર્યા પછી કાયરન પોલાર્ડનો સ્વેગ.
ઓવરમાં છઠ્ઠી સિક્સ માર્યા પછી કાયરન પોલાર્ડનો સ્વેગ.

T20માં એક ઓવરમાં 6 સિક્સ મારનાર યુવરાજ પછી બીજો બેટ્સમેન
વેસ્ટ ઇન્ડીઝના કાયરન પોલાર્ડે શ્રીલંકા સામેની T-20માં એન્ટીગુઆ ખાતે ઓફ-સ્પિનર અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સ મારી છે. પોલાર્ડ T-20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં 6 સિક્સ મારનાર યુવરાજ સિંહ પછી બીજો અને ઓવરઓલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સિદ્ધિ મેળવનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે.

ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં 6 સિક્સ મારી
કાયરન પોલાર્ડે ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં અકિલાને ધોઈ નાખ્યો હતો. તેણે પ્રથમ બોલે લોન્ગ-ઓન પર, બીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, ત્રીજા બોલે લોન્ગ-ઓફ પર, ચોથા બોલે મિડવિકેટ પર, પાંચમા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ અને છઠ્ઠા બોલે કાઉ કોર્નર પર સિક્સ મારી હતી.

6 સિક્સ આપી એ પહેલાંની ઓવરમાં હેટ્રિક લીધી હતી
અકિલાને છઠ્ઠી ઓવરમાં 6 સિક્સ પડી એ પહેલાંની ઓવરમાં તેણે હેટ્રિક લીધી હતી. ઇનિંગ્સની ચોથી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલે તેણે એવિન લુઈસ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનને આઉટ કરીને હેટ્રિક કમ્પ્લીટ કરી હતી. જોકે એ પછીની જ ઓવરમાં વિન્ડીઝના કપ્તાન પોલાર્ડે તેની ખુશીને દુઃખમાં કન્વર્ટ કરી નાખી હતી.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 6 સિક્સ મારનાર બેટ્સમેન
હર્ષલ ગિબ્સ, સાઉથ આફ્રિકા vs નેધરલેન્ડસ્, વનડેમાં, 2007
યુવરાજ સિંહ, ઇન્ડિયા vs ઇંગ્લેન્ડ, T-20માં, 2007
કાયરન પોલાર્ડ, વિન્ડીઝ vs શ્રીલંકા, T-20માં, 2021

વિન્ડીઝ 4 વિકેટે મેચ જીત્યું
શ્રીલંકા સામેની T-20માં 134 રનનો પીછો કરતાં વિન્ડીઝે 13.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. 11 બોલમાં 6 સિક્સની મદદથી 38 રન કરનાર પોલાર્ડ મેન ઓફ ધ મેચ બન્યો.

વિન્ડીઝ 4 વિકેટે મેચ જીત્યું
શ્રીલંકા સામેની T-20માં 134 રનનો પીછો કરતાં વિન્ડીઝે 13.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. 11 બોલમાં 6 સિક્સની મદદથી 38 રન કરનાર પોલાર્ડ મેન ઓફ ધ મેચ બન્યો.