ઓસ્ટ્રેલિયા 480 રનમાં ઓલઆઉટ:ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 180 રન ફટકાર્યા, અશ્વિને 6 વિકેટ ઝડપી; ટીમ ઈન્ડિયાનો સ્કોર 36/0

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયા 480 રનમાં ઓલઆઉટ થયું હતું. જેના જવાબમાં બીજા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં ભારતનો સ્કોર 36/0 રહ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્મા 17 રને અને શુભમન ગિલ 18 રને ક્રિઝ પર છે.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ...
ઓસ્ટ્રેલિયા 480 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ઉસ્માન ખ્વાજાએ 422 બોલમાં 180 રન ફટકાર્યા હતા. તો કેમરૂન ગ્રીને 170 બોલમાં 114 રન બનાવ્યા હતા. પૂંછડિયા બેટર ટૉડ મર્ફીએ 41 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. તો શમીએ 2 વિકેટ લીધી હતી, જ્યારે જાડેજા અને અશ્રરને 1-1 વિકેટ મળી હતી.

પહેલો સેશન: ઓસ્ટ્રેલિયાના ના્મે રહ્યો આ સેશન
બીજા દિવસના પહેલા સેશનમાં બોલરોને વિકેટથી વધુ મદદ મળી નહોતી, પરિણામમાં ઓસ્ટ્રેલિયાના બેટર્સ દબદબો રહ્યો હતો. લંચ સુધી ખ્વાજા અને ગ્રીને સાથે મળીને ટીમનો સ્કોર 347/4 પર પહોંચાડ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ 150 રન પૂરા કર્યા છે, જ્યારે કેમરન ગ્રીન 95 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ સેશનમાં 92 રન બનાવ્યા હતા, જ્યારે ભારતને કોઈ વિકેટ મળી નહોતી. ખ્વાજા-ગ્રીને 255/4 પર દિવસની શરૂઆત કરી હતી. ટીમના કેપ્ટન પેટ કમિન્સની માતાનું લાંબી માંદગી બાદ અવસાન થતાં બન્ને કાળી પટ્ટી પહેરીને રમવા ઉતર્યા હતા.

બીજો સેશન: અશ્વિને વિકેટ ઝડપીને ટીમને ગેમમાં લાવી
બીજા સેશનમાં સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ભારતને કમબેક કરાવ્યું હતું. તેણે કાંગારૂ ટીમને એક પછી એક ત્રણ ઝટકા આપ્યા હતા. આ સેશનમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ગ્રીન, કેરી અને સ્ટાર્કની વિકેટ ગુમાવી દીધી હતી.

ત્રીજો સેશન: અશ્વિને 6 વિકેટ ઝડપી, ખ્વાજાએ 180 રન ફટકાર્યા; ભારતનો સ્કોર 36/0
ત્રીજા સેશનમાં રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાને 480 રનમાં ઓલઆઉટ કરાવી દીધું હતું. તેણે 6 વિકેટ ઝડપી હતી. આ તેણે કુલ 32મી વખત ટેસ્ટમાં 5 વિકેટ પૂરી કરી હતી. આ ઉપરાંત ઓપનર ઉસ્માન ખ્વાજાએ 180 રન બનાવ્યા હતા અને તે આઉટ થયો હતો. આ પછી સ્ટમ્પ્સ સુધીમાં ભારતનો સ્કોર 36/0 રહ્યો છે. જેમાં ટીમના કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ નોટઆઉટ રહ્યા છે.

મોહમ્મદ શમીએ પીટર હેન્ડ્સકોમ્બને આ રીતે બોલ્ડ કર્યો હતો.
મોહમ્મદ શમીએ પીટર હેન્ડ્સકોમ્બને આ રીતે બોલ્ડ કર્યો હતો.

પ્રથમ દિવસની રમત જુઓ...

ટોપ-મિડલ ઓર્ડર પર ત્રણ ભાગીદારી
ઓસ્ટ્રેલિયાની ટીમની શાનદાર શરૂઆતમાં ટોપ-મિડલ ઓરેડર પર પાર્ટનપરશીપનું મહત્વનું યોગદાન રહ્યું છે. ખ્વાજા સિવાય તેનો અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો, પરંતુ ખ્વાજાએ ત્રણ અડધી સદીની ભાગીદારી કરી હતી. તેણે ઓપનર ટ્રેવિસ હેડ (32 રન) સાથે 61 રન, સ્ટીવ સ્મિથ (38 રન) સાથે 79 રન અને કેમેરોન ગ્રીન (49 રન) સાથે અણનમ 85 રન કર્યા છે.

ઉમેશ યાદવ ટેસ્ટની છઠ્ઠી ઓવર નાખવા આવ્યો હતો. ટ્રેવિસ હેડ સામે હતો. પાંચમા બોલ પર વિકેટકીપર કેએસ ભરતે તેનો કેચ છોડ્યો હતો.
ઉમેશ યાદવ ટેસ્ટની છઠ્ઠી ઓવર નાખવા આવ્યો હતો. ટ્રેવિસ હેડ સામે હતો. પાંચમા બોલ પર વિકેટકીપર કેએસ ભરતે તેનો કેચ છોડ્યો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ.

ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેન

અન્ય સમાચારો પણ છે...