તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Kerala's Azharuddin Dhoni, Who Hit A Century Off 37 Balls, Was A Goalkeeper; Virat's Team Wants To Play From RCB In IPL

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઝહરુદ્દીન બીજીવાર IPL ઓક્શનમાં:37 બોલમાં સેન્ચુરી લગાવનાર કેરળના અઝહરુદ્દીન ધોનીની જેમ ગોલકીપર હતો; IPLમાં વિરાટની ટીમ RCBમાંથી રમવા માગે છે

નવી દિલ્હી10 દિવસ પહેલાલેખક: રાજકિશોર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2021 સીઝન માટે હરાજી 18 ફેબ્રુઆરીએ થશે. આ અગાઉ આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી સદી લગાવનાર કેરળના ઓપનર મોહમ્મદ અઝહરુદ્દીનને લઈને ઘણી ચર્ચાઓ છે. 2015માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યુ કરનાર આ વિકેટકીપ બેટ્સમેને T-20માં અત્યારસુધી 19 મેચોમાં 144.80ના સ્ટ્રાઈક રેટથી 404 રન બનાવ્યા છે. બે વર્ષ અગાઉ પણ અઝહરુદ્દીનનું નામ ઓક્શન લિસ્ટમાં હતું.

IPL ઓક્શન અગાઉ અઝહરુદ્દીનને ભાસ્કર સાથે વાતચીત કરી. તેમણે કહ્યું હતું કે એમએસ ધોનીની જેમ તે પણ ક્રિકેટ અગાઉ ફૂટબોલ રમતો હતો. ગોલકીપર હોવાને કારણે તેમને ક્રિકેટમાં વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. માહી અને એડમ ગિલક્રિસ્ટ તેમના પસંદગીના વિકેટકિપર છે. અઝહરુદ્દીનનું સપનું વિરાટ કોહલીની સાથે રમવાનું છે. તે ઈચ્છે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તેને ખરીદે, જેથી તેનું સપનું પૂરું થઈ શકે. પ્રસ્તુત છે ઈન્ટરવ્યુના અંશ...

તમે ક્રિકેટમાં કેવી રીતે આવ્યા?
અઝહરુદ્દીનઃ હું કેરળના થલંગારાથી છું. અહીં 20થી વધુ ક્રિકેટ ક્લબ છે. મારાથી મોટા 7 ભાઈ ક્રિકેટ રમતા હતા. ઘરની આસપાસ રહેતાં મોટા ભાગનાં બાળકો ક્રિકેટ જ રમે છે. હું પણ તેમને જોઈને ક્લબ સાથે જોડાઈ ગયો અને ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું.

શું તમે શરૂઆતથી વિકેટકીપર-બેટ્સમેન બનવા માગતા હતા?
અઝહરુદ્દીનઃ હું ક્રિકેટ અગાઉ ફૂટબોલ રમતો હતો. હું ફૂટબોલમાં ગોલકિપર હતો. જ્યારે પણ ગલી-મહોલ્લામાં ક્રિકેટ હોય તો મને વિકેટકીપિંગ કરવાનું કહેતા હતા. ધીમે ધીમે હું ક્લબ અને સ્કૂલ ટીમ માટે પણ મેચમાં કીપિંગ કરવા લાગ્યો. મારી કોશિશ છે કે હું ધોની અને ગિલક્રિસ્ટ જેવો બનું.

તમારૂં નામ અઝહરુદ્દીન કોણે રાખ્યું અને શા માટે?
અઝહરુદ્દીનઃ મારા મોટા ભાઈ ભારતના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીનના ફેન હતા, તેથી તેમણે મારૂં આ નામ રાખ્યું. જોકે મારાં માતા-પિતા મારું નામ કંઈક અલગ જ રાખવા માગતા હતા.

શું પ્રથમવાર તમારું નામ ઓક્શન લિસ્ટમાં સામેલ કરાયું છે? તમને કેવી આશા છે?
અઝહરુદ્દીનઃ ના, મારું નામ બીજીવાર ઓક્શનની ફાઈનલ લિસ્ટમાં છે. બે વર્ષ અગાઉ પણ મારું નામ ઓક્શનની ફાઈનલ લિસ્ટમાં સામેલ હતું, પરંતુ મને કોઈપણ ટીમે ખરીદ્યો નહીં. આ વખતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મેં સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે સદી પણ લગાવી છે. એવામાં આશા છે કે કોઈ ને કોઈ ટીમ મને જરૂર ખરીદશે. હું ઈચ્છુ છું કે RCB મને ખરીદે.

તમારા પિતા શું કરતા હતા? શરૂઆતમાં કેવા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડ્યો?
અઝહરુદ્દીનઃ મારા પિતા અરેબિયામાં રહેતા હતા. ત્યાં કોઈ દુકાનમાં કામ કરતા હતા. તબિયત ખરાબ થવાથી તેઓ કેરળ પરત આવી ગયા. માતા હાઉસવાઈફ હતાં. અમે આઠ ભાઈ છીએ, તો ઘરનો ખર્ચ ભારે મુશ્કેલીથી ચાલતો હતો. બાળપણમાં અનેકવાર અમારે જરૂરિયાતની ચીજો માટે પણ સમાધાન કરવું પડતું હતું. મારા પરિવારમાં એકલા પિતા જ કમાનાર હતા. બાળપણમાં હું બીજાના બેટથી રમતો હતો. 2010માં પાપાનું નિધન થયું. 2015માં માતા પણ ન રહ્યાં. એ પછી મોટા ભાઈઓએ જ મારી દેખભાળ કરી અને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યો. થલંગારાના કેટલાક લોકોએ પણ મને મદદ કરી. તેમણે મને ઉત્તમ બેટ અને ગ્લવ્ઝ અપાવ્યાં.

શું તમે ક્યાંયથી પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી?
અઝહરુદ્દીનઃ મેં ક્રિકેટની શરૂઆત ગલી-મહોલ્લામાં રમીને કરી. જ્યારે હું ધો. 9માં હતો ત્યારે મારું એડમિશન કેરળ સરકારની ક્રિકેટ એકેડમીમાં થયું. ત્યાં ગયા પછી મને દરેક પ્રકારની સુવિધા મળવા લાગી. એકેડમીમાં રહીને કેરળ માટે અનેક વયજૂથમાં ક્રિકેટ રમ્યો. ગ્રેજ્યુએશન પૂરું થવા સુધીમાં એકેડમીમાં જ રહ્યો.

તમે તમારા રોલમોડેલ કોને માનો છો?
અઝહરુદ્દીનઃ મારા રોલ મોડેલ સંજુ સેમસન અને વિરાટ કોહલી છે. હું તેમની જેમ જ બેટિંગ કરવા માગું છું. મારી ઈચ્છા છે કે વિરાટભાઈ સાથે રમું. વિરાટભાઈની જેમ બેટિંગ દરમિયાન એગ્રેસિવ થવું મને ખૂબ ગમે છે. હું પણ તેમના જેવા શોટ્સ રમવાની કોશિશ કરું છું.

શું તમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના પ્રદર્શનથી સંતુષ્ટ છો?
અઝહરુદ્દીનઃ ના, હું માત્ર મુંબઈની વિરુદ્ધ જ મોટી ઈનિંગ રમી શક્યો. જોકે મેં બે મેચમાં 30થી વધુ રન બનાવ્યા. તેને પણ મોટી ઈનિંગમાં તબદિલ કરી શકતો હતો. જો હું એવું કરી શક્યો હોત તો કદાચ મારી ટીમ સેમિ-ફાઈનલ સુધી પહોંચી ગઈ હોત.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો