તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Kashmir Premier League Will Be Organized From 6 To 16 August In PoK, Foreign Players Will Also Play In 6 Franchise Teams

કાશ્મીરમાં પાકિસ્તાનની 'ક્રિકેટ રાજનીતિ':POKમાં 6થી 16 ઓગસ્ટ સુધી કાશ્મીર પ્રીમિયર લીગનું આયોજન કરાશે, 6 ફ્રેન્ચાઈઝી ટીમમાં વિદેશી ખેલાડી પણ રમશે

મુઝફ્ફરાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાશ્મીર પ્રીમિયર લીગમાં શાહિદ આફ્રિદી, શોએબ મલિક અને તિલકરત્ને દિલશાન જેવા ખેલાડીઓ પણ ભાગ લેશે. - Divya Bhaskar
કાશ્મીર પ્રીમિયર લીગમાં શાહિદ આફ્રિદી, શોએબ મલિક અને તિલકરત્ને દિલશાન જેવા ખેલાડીઓ પણ ભાગ લેશે.
  • આ લીગનું પ્રસારણ સમગ્ર દુનિયામાં કરવાનો દાવો પાકિસ્તાન કરી રહ્યું છે

હંમેશા કાશ્મીર રાગનો આલાપ કરતું પાકિસ્તાન હવે ક્રિકેટમાં પણ રાજનીતિ રમવા ઊતરી ગયું છે. પાકિસ્તાન POKમાં (તેના કબજાવાળું કાશ્મીર) કાશ્મીર પ્રીમિયર લીગ T-20નું આયોજન કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાની ખેલાડીઓ ઉપરાંત કેટલાક પૂર્વ વિદેશી સ્ટાર્સ પણ 6થી 16 ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

સમગ્ર દુનિયામાં પ્રસારણ કરવાનો દાવો
પાકિસ્તાને કહ્યું હતું કે તેઓ સમગ્ર દુનિયામાં આનું પ્રસારણ કરાવશે. આ લીગમાં ભાગ લેનાર ટીમોના નામ બાગ સ્ટેલિયન, મીરપુર રોયલ્સ, મુઝફ્ફરાબાદ રાઇગર્સ, ઓવરસીઝ વોરિયર્સ, કોટલી લાયન્સ અને રાવલાકોટ હોક્સ છે.

કાશ્મીર પ્રીમિયર લીગમાં શાહિદ આફ્રિદી, શોએબ મલિક અને તિલકરત્ને દિલશાન જેવા ખેલાડીઓ પણ ભાગ લેશે.
કાશ્મીર પ્રીમિયર લીગમાં શાહિદ આફ્રિદી, શોએબ મલિક અને તિલકરત્ને દિલશાન જેવા ખેલાડીઓ પણ ભાગ લેશે.

આ વિદેશી ખેલાડીઓ ભાગ લેશે
કાશ્મીર પ્રીમિયર લીગમાં શ્રીલંકાના પૂર્વ સ્ટાર ક્રિકેટર તિલકરત્ને દિલશાન, ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી મેટ પ્રાયર અને મોંટી પાનેસર, હર્શલ ગિબ્સ ભાગ લેશે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આમાં બીજા વિદેશી ખેલાડીઓ ભાગ લેશે. પાકિસ્તાની ખેલાડીઓમાં શાહિદ આફ્રિદી, શોએબ મલિક, મોહમ્મદ હાફીઝ, સોહેલ તનવીર, શાદાબ ખાન, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, શર્જીલ ખાન, ખુશદિલ શાહ, મોહમ્મદ ઇરફાન વગેરે રમશે.

મુઝફ્ફરાબાદમાં મેચ રમાશે
કાશ્મીર પ્રીમિયર લીગના આયોજકોએ જણાવ્યું હતું કે મુઝફ્ફરાબાદ સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં સભી મેચ આયોજિત કરાશે. આ લીગ અંગે ભારતીય સરકારની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. કાશ્મીર સામે ભારતના સ્ટેન્ડ સ્પષ્ટ છે. પાક અધિકૃત કાશ્મીર સાથો-સાથ ગિલગિત-બાલટિસ્તાન પણ ભારતનો ભાગ છે. પાકિસ્તાને આ વિસ્તારો પર ગેરકાયદેસર કબજો મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...