• Gujarati News
  • Sports
  • Cricket
  • Kashmir Premier League Former South African Star Herschelle Gibbs Claims – BCCI Has Said That If You Play In This League, Then You Will Get Entry Ban In India

BCCIનો ગિબ્સને વળતો જવાબ:કહ્યું- જે ખેલાડી પહેલા મેચ ફિક્સિંગ તપાસનો ભાગ રહ્યો હોય, એના નિવેદન અંગે કંઇ ના કહી શકાય; પાકિસ્તાન બોર્ડે અમારી ઇર્ષા ન કરવી જોઇએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PoKમાં યોજાનારી T-20 લીગમાં વિદેશી ખેલાડીઓનો એપ્રોચ કરાતા વિવાદ
  • હર્શલ ગિબ્સેનો દાવો; કહ્યું- BCCIએ મને ભારતમાં પ્રવેશ ન આપવાની ધમકી આપી
  • BCCIએ કહ્યું ઈન્ડિયામાં ક્રિકેટને લગતા કોઇપણ કામ નહીં મળે- ગિબ્સનો દાવો

BCCIએ પૂર્વ દક્ષિણ આફ્રિકન ક્રિકેટર હર્ષલ ગિબ્સના નિવેદનનો કડક ભાષામાં વળતો જવાબ આપ્યો છે. બોર્ડે કહ્યું હતું કે જે ખેલાડી પહેલા મેચ ફિક્સિંગ તપાસનો ભાગ રહ્યો હોય, એના નિવેદનને સાચુ કે ખોટું કેવી રીતે ગણી શકાય? અત્યારે પાકિસ્તાન તેના રાજકીય એજન્ડા હેઠળ ગેરકાયદેસર રીતે કબજા હેઠળ કાશ્મીરના ભાગ (PoK)માં T-20 લીગ યોજી રહ્યું છે. જે અંગે દક્ષિણ આફ્રિકન ભૂતપૂર્વ ઓપનર હર્શેલ ગિબ્સે કહ્યું હતું કે, BCCI એના પર દબાણ કરી રહ્યું છે કે જો એ લીગમાં રમશે તો એના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવશે.

પાકિસ્તાન બોર્ડ અમારી ઈર્ષ્યા કરવાનું બંધ કરે
ગિબ્સના આ નિવેદન બાદ BCCIએ વળતો જવાબ આપ્યો હતો કે ઈન્ડિયન બોર્ડને પોતાના અધિકારીઓ અંગે જાણ છે અને અમે પોતાના દેશની ક્રિકેટિંગ ઇકોસિસ્ટમને જોતા આ નિર્ણય લીધો છે. BCCI અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાન બોર્ડ (PCB)અત્યારે અસમંજસમાં છે. જે રીતે પાકિસ્તાની મૂળના ખેલાડીઓને આઈપીએલમાં ભાગ ન લેવાનો નિર્ણય આઈસીસીના સભ્યની આંતરિક બાબતોમાં દખલ તરીકે ગણી શકાય નહીં. તેવીજ રીતે આ પણ સ્પષ્ટપણે ઈન્ડિયાનો આંતરિક મુદ્દો છે. પાકિસ્તાન બોર્ડે અમારી ઈર્ષ્યા ન કરવી જોઇએ.

BCCIએ પાકિસ્તાન બોર્ડ પર કટાક્ષ કર્યો
BCCIએ પાકિસ્તાન બોર્ડ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ICCમાં આ મુદ્દો ઉઠાવવા માટે એમનું સ્વાગત અને કોઇપણ વ્યક્તિ જાણી શકે છે કે આનો વિચાર ક્યાંથી આવ્યો હશે. પરંતુ તેમણે પોતાની જાતને પૂછવાની જરૂર છે કે શું આ તેમના કામકાજમાં સરકારી હસ્તક્ષેપને કારણે છે કારણ કે ત્યાંનાં બંધારણ મુજબ પાકિસ્તાની PM સત્તાવાર રીતે તેમના આશ્રયદાતા છે.

ઈન્ડિયામાં ક્રિકેટને લગતા કોઇપણ કામ મળશે નહીં
ગિબ્સના જણાવ્યા પ્રમાણે BCCIએ કહ્યું છે કે જો એ વિદેશી ખેલાડી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રમાનાર લીગમાં ભાગ લેશે તો એને ભવિષ્યમાં ઈન્ડિયાની અંદર જે કોઇપણ ક્રિકેટ સંદર્ભે ઇવેન્ટ યોજાશે એમા કામ નહીં મળે. ગિબ્સે કહ્યું છે કે BCCIએ આ મેસેજ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગ્રીમ સ્મિથને આપ્યું છે. સ્મિથે આની જાણ ગિબ્સને કરી હોવાની વાતનો પણ અહીં ઉલ્લેખ કરાયો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ગુસ્સે
ગિબ્સના આ દાવા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ રોષે ભરાયું છે. તેઓ ભારતના વલણની ટીકા કરી રહ્યા છે. PCBએ દાવો કર્યો છે કે BCCIના દબાણ છતાં ગિબ્સ અને શ્રીલંકાના તિલકરત્ને દિલશાન ચોક્કસપણે આ લીગમાં રમશે. આ સિવાય પાકિસ્તાની બોર્ડે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસર સહિત કેટલાક અન્ય વિદેશી ખેલાડીઓને પણ સાઇન કર્યા હતા. આ ખેલાડીઓ આ લીગમાં ભાગ લેશે કે નહીં તે હજુ નક્કી નથી.

BCCIએ કોઇપણ સત્તાવાર નિવેદન આપ્યું નથી
ગિબ્સ અને PCBના દાવાઓ પર BCCI અથવા ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એવું પણ શક્ય છે કે ગિબ્સ મીડિયાને PCB દ્વારા તૈયાર કરાયેલા નિવેદનો આપી રહ્યો હોય.

અન્ય સમાચારો પણ છે...