IPL પૂરી થયા પછી હવે ક્રિકેટ ફેન્સની નજર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આયોજિત T20 સિરીઝ પર રહેશે, પરંતુ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા ટોપ-2 બેટર વિરાટ અને રોહિત વિના રમવા જઈ રહી છે. આ દરમિયાન કે.એલ. રાહુલ ટીમની કેપ્ટનશિપ હેઠળ ભારતીય યુવા ટીમ મેદાનમાં ઊતરશે. જોકે આ સિરીઝ પહેલાં કપિલ દેવે ભારતના ત્રણ સ્ટાર અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. દિગ્ગજ ક્રિકેટરે કહ્યું હતું કે આ ત્રણેય ખેલાડીની ટીમને જ્યારે જરૂર હોય ત્યારે તેઓ રમતા જ નથી અને પેવેલિયન ભેગા થઈ જાય છે.
ત્રણેય ખેલાડી પર પ્રેશરની અસર થાય છે
કપિલ દેવે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના વિરાટ, રોહિત અને કે.એલ. રાહુલ પર પ્રેશર આવી જાય તો નેચરલ ગેમ રમી શકતા નથી. તેમનો એવરેજ સ્ટ્રાઈક રેટ 150-160 સુધી રહે છે, પરંતુ દબાણમાં આવી જાય ત્યારે ફ્લોપ થઈ જાય છે અને ઝડપથી પેવેલિયન ભેગા થઈ જાય છે. આ ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.
જ્યારે ફાસ્ટ ગેમ રમવાની હોય ત્યારે આઉટ થઈ જાય- કપિલ દેવ
ભારતના પૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવે કહ્યું હતું કે જ્યારે રોહિત-વિરાટ અને રાહુલ કોઈ પ્રેશરવાળી સ્થિતિમાં બેટિંગ કરવા મેદાનમાં આવે છે ત્યારે તેમની ગેમ પહેલાં જેવી દેખાતી નથી. તેઓ ચોગ્ગા-છગ્ગા મારવાના હોય અને ગેમને વધુ ફાસ્ટ કરવાની આવે ત્યારે ખોટા સમયે વિકેટ ફેંકી જતા રહે છે. આ ટીમ માટે ચિંતાનો વિષય છે.
ખેલાડી અપ્રોચ બદલે અથવા ટીમ એ ખેલાડી જ બદલી નાખે- કપિલ દેવ
કે.એલ. રાહુલ અંગે કપિલ દેવે કહ્યું હતું કે દરેક ખેલાડીએ પોતાના રોલ અંગે સ્પષ્ટ હોવું જોઈએ. જો ટીમે તમને કહ્યું છે કે તમે 20 ઓવર રમવાનું કહે છે અને 60 રન કરી બેટર નોટઆઉટ પરત ફરે છે તો આ ખોટું છે. પ્લેયરે પોતાની આક્રમક રમત સાથે 20 ઓવર રમવું જોઈએ અથવા પોતાનો અપ્રોચ ચેન્જ ન કરી શકે તો પ્લેયર જ ચેન્જ કરી દેવો જોઈએ.
દિલ્હીમાં અફઘાનિસ્તાનનો રેકોર્ડ તૂટી શકે
ભારતીય ટીમ જ્યારે સિરીઝની પહેલી મેચ રમવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં ઊતરશે ત્યારે બધા ફેન્સની નજર એક ખાસ રેકોર્ડ પર રહેશે. ટીમ ઈન્ડિયા T20ના વિજય રથ પર અત્યારે સવાર છે. તે છેલ્લી 12 મેચથી જીત પ્રાપ્ત કરતી આવી છે. તેવામાં સતત જીત મેળવવાની યાદીમાં સંયુક્ત રૂપે અફઘાનિસ્તાન સાથે અત્યારે ભારત ટોપ પર છે, જેથી આ મેચ જીતી ભારત પોતાની વિનિંગ સ્ટ્રિક જાળવી રાખવા મેદાનમાં ઊતરશે. આવું કરીને ભારત 13 સતત જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવા તૈયાર રહેશે.
છેલ્લી 12 મેચમાં ભારતનો રેકોર્ડ
વર્ષ | વિરુદ્ધ | મેદાન | જીત |
2021 | અફઘાનિસ્તાન | અબુધાબી | 66 રન |
2021 | સ્કોટલેન્ડ | દુબઈ | 8 વિકેટ |
2021 | નામીબિયા | દુબઈ | 9 વિકેટ |
2021 | ન્યૂઝીલેન્ડ | જયપુર | 5 વિકેટ |
2021 | ન્યૂઝીલેન્ડ | કોલકાતા | 73 રન |
2022 | વેસ્ટ ઈન્ડીઝ | કોલકાતા | 6 વિકેટ |
2022 | વેસ્ટ ઈન્ડીઝ | કોલકાતા | 8 રન |
2022 | વેસ્ટ ઈન્ડીઝ | કોલકાતા | 17 રન |
2022 | શ્રીલંકા | લખનઉ | 62 રન |
2022 | શ્રીલંકા | ધર્મશાલા | 7 વિકેટ |
2022 | શ્રીલંકા | ધર્મશાલા | 6 વિકેટ |
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝનું શેડ્યૂલ
મેચ | તારીખ | સમય | મેદાન |
પહેલી T20 | 9 જૂન | સાંજે 7 વાગ્યે | દિલ્હી |
બીજી T20 | 12 જૂન | સાંજે 7 વાગ્યે | કટક |
ત્રીજી T20 | 14 જૂન | સાંજે 7 વાગ્યે | વિશાખાપટ્ટનમ |
ચોથી T20 | 17 જૂન | સાંજે 7 વાગ્યે | રાજકોટ |
પાંચમી T20 | 19 જૂન | સાંજે 7 વાગ્યે | બેંગ્લોર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.