• Home
  • Sports
  • Cricket
  • Kaif's son said Shoaib Akhtar's bowling is easy to hit; Pakistani bowler's answer lets have a match then?

ક્રિકેટ / કૈફના દીકરાએ કહ્યું- શોએબ અખ્તરની બોલિંગમાં હીટ લગાવવી સરળ; પાકિસ્તાની બોલરનો જવાબ- તો એક મેચ થઈ જાય?

મોહમ્મદ કૈફે 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 35 રન કર્યા હતા, જ્યારે શોએબ અખ્તરે 72 રન આપીને 1 વિકેટ લીધી હતી.
મોહમ્મદ કૈફે 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 35 રન કર્યા હતા, જ્યારે શોએબ અખ્તરે 72 રન આપીને 1 વિકેટ લીધી હતી.
X
મોહમ્મદ કૈફે 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 35 રન કર્યા હતા, જ્યારે શોએબ અખ્તરે 72 રન આપીને 1 વિકેટ લીધી હતી.મોહમ્મદ કૈફે 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 35 રન કર્યા હતા, જ્યારે શોએબ અખ્તરે 72 રન આપીને 1 વિકેટ લીધી હતી.

  • મોહમ્મદ કૈફના પુત્ર કબીરે લોકડાઉન દરમિયાન 2003 વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચની હાઈલાઇટ્સ જોઈ
  • આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું, સચિન (98) અને કૈફ (35)એ 102 રનની ભાગીદારી કરી હતી

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 03:58 PM IST

પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર ક્રિકેટ ઇતિહાસમાં પોતાની ઝડપ માટે ઓળખાય છે. તે 2003ના વર્લ્ડ કપમાં પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં હતો. જોકે ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફના દીકરા કબીરે અખ્તરની બોલિંગને સરળ કહી છે. કબીરે કહ્યું કે, "શોએબના બોલ સ્પીડમાં આવતા હોવાથી બેટ્સમેન માટે હીટ લગાવવી ઇઝી છે." અખ્તરે જવાબ આપતા મસ્તીમાં કહ્યું કે, મારા દીકરા મિકાઈલ અને કબીર વચ્ચે એક મેચ થવી જોઈએ.

કોરોના વાઇરસના કારણે દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. ટીવી ચેનલ્સમાં જૂની મેચોની હાઈલાઇટ્સ બતાવવામાં આવી રહી છે. આવી જ એક મેચ જોતા કૈફના પુત્ર કબીરે આ વાત કહી હતી. કૈફ વીડિયો શેર કરતા કહ્યું કે, "આભાર, અંતે કબીરને ભારત-પાકિસ્તાનની ઐતિહાસિક મેચ જોવાની તક મળી. જોકે જૂનિયર પોતાના પિતાથી વધુ પ્રભાવિત નથી. તેને લાગે છે કે અખ્તરની બોલિંગમાં બેટિંગ કરવી સરળ છે, કારણે બોલ સ્પીડમાં આવે છે. આજના બાળકો...!"

શોએબ અખ્તરે કૈફને જવાબ આપ્યો
અખ્તરે જવાબ આપ્યો કે, "તો પછી મોહમ્મદ કૈફ મેચ થઈ જાય કબીર અને મિકાઈલ અલી અખ્તર વચ્ચે? તેને બોલિંગ સ્પીડને લઈને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. હાહા તેને મારો પ્રેમ આપજે." મિકાઈલ શોએબના પુત્રનું નામ છે. તેનો જન્મ નવેમ્બર 2016માં થયો હતો.

વર્લ્ડ કપ 2003ની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2003ના વર્લ્ડ કપમાં 1 માર્ચે સેંચુરિયન ખાતે મેચ થઈ હતી. ભારત 26 બોલ બાકી રાખીને 6 વિકેટે મેચ જીતી ગયું હતું. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટે 273 રન કર્યા હતા. જવાબમાં ભારતે 45.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સચિન તેંડુલકરે 98, યુવરાજ સિંહે 50, રાહુલ દ્રવિડે 44 અને મોહમ્મદ કૈફે 35 રન કર્યા હતા. સચિન અને કૈફે 102 રનની ભાગીદારી કરી હતી. અખ્તરે એકમાત્ર સચિનની વિકેટ લીધી હતી અને 10 ઓવરમાં 72 રન આપ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી