તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Just As Australia Missed Smith Warner In The Last Series, India Will Miss Kohli In The Same Way This Time.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:ગઈ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને જે રીતે સ્મિથ-વોર્નરની કમી પડી હતી, ભારત આ વખતે કોહલીને એ જ રીતે મિસ કરશે: પોન્ટિંગ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે તેમના ઘરઆંગણે 12 ટેસ્ટમાં 55.39ની એવરેજથી 1274 રન કર્યા છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે તેનાથી ઓસ્ટ્રેલિયાને ફાયદો થશે. પોન્ટિંગે કહ્યું કે, ગઈ વખતે ભારતે અહીં સારો દેખાવ કર્યો હતો. પણ આપણે એ વાત યાદ નથી કરતા કે, ત્યારે કાંગારુંની ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર નહોતા અને ટીમને તેમની કમી પડી હતી. ભારત આ વખતે કોહલીને એ જ રીતે મિસ કરશે.

2018-19 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કોહલીની કપ્તાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘરઆંગણે 2-1થી માત આપી હતી. ભારત ત્યારે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સીરિઝ જીત્યું હતું.

સ્ટેન્ડ-ઈન રહાણે પર દબાણ વધશે
પોન્ટિંગે કહ્યું કે, કોહલીની ગેરહાજરીમાં વિવિધ ખેલાડીઓ પર વધારે પડતું જ દબાણ હશે. રહાણે ટીમની કમાન સંભાળશે, તેવામાં બેટિંગ કરતી વખતે પણ તે પ્રેસરમાં રમશે. ભારતે ચોથા ક્રમ માટે સારો બેટ્સમેન શોધવો પડશે, આ બહુ અગત્યની બેટિંગ પોઝિશન છે અને એ જોવાનું રહેશે કે તેઓ કોને આ નંબરે બેટિંગ કરવા મોકલે છે. ભારત માટે ટીમ સિલેક્શન માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.

ઓસ્ટ્રેલિયામાં કોહલીએ 55ની એવરેજથી રન બનાવ્યા છે
કોહલીનો ઓસ્ટ્રલિયામાં દેખાવ બહુ સારો રહ્યો છે. તેણે કાંગારું સામે તેમના ઘરઆંગણે 12 મેચમાં 55.39ની એવરેજથી 1274 રન કર્યા છે. આ દરમિયાન તેણે 6 સદી મારી છે અને તેનો હાઈએસ્ટ સ્કોર 169 રહ્યો છે.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચતારીખસ્થળ
1st ODI (ડે નાઈટ)27 નવેમ્બરસિડની
2nd ODI (ડે નાઈટ)29 નવેમ્બરસિડની
3rd ODI (ડે નાઈટ)2 ડિસેમ્બરકેનબરા
1st T20 ( નાઈટ)4 ડિસેમ્બરકેનબરા
2nd T20 (નાઈટ)6 ડિસેમ્બરસિડની
3rd T20 (નાઈટ)8 ડિસેમ્બરસિડની
1st Test (ડે નાઈટ)17-21 ડિસેમ્બરએડિલેડ
2nd Test26-30 ડિસેમ્બરમેલબોર્ન
3rd Test07-11 જાન્યુઆરીસિડની
4th Test15-19 જાન્યુઆરીબ્રિસ્બેન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો