તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધામણા:બીજીવાર પિતા બન્યો જોસ બટલર, ઇંગ્લિશ ક્રિકેટરના ઘરે દીકરીનો જન્મ; રાજસ્થાન રોયલ્સે શેર કરી 'મૈગી'ની તસવીર

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોસ બટલર 2019માં પિતા બન્યો હતો, પહેલી દીકરીનું નામ જ્યોર્જિયા રાખ્યું હતું

ઇંગ્લેન્ડનો વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર બીજીવાર પિતા બન્યો છે. બટલરની પત્ની લુઇસ બટલરે રવિવારે 5 સપ્ટેમ્બરના દિવસે દીકરીને જન્મ આપ્યો છે. બટલર આની પહેલા 2019માં પિતા બન્યો હતો. ત્યારે પણ આ બંને કપલના પરિવારમાં દીકરીનો જન્મ થયો હતો. ઉલ્લેખનીય છે કે જોસ બટલરે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે ઇન્ડિયા સામેની સિરીઝ અને IPLમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. બટલરને તેની IPL ટીમ રાજસ્થાન રોયલ્સે પણ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી શુભેચ્છા પાઠવી હતી.

રાજસ્થાન રોયલ્સે દીકરીનું નામ પણ જણાવ્યું
RR ટીમના સ્ટાર બેટ્સમેન બટલર અને તેની દીકરીની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું કે આ છે જોસ બેબી! રોયલ્સ ફેમિલીમાં તમારુ સ્વાગત છે મૈગી. આ તસવીર શેર કર્યાની ગણતરીની મિનિટોમાં તે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી.

મૈગીના જન્મ બાદ બટલર T-20 વર્લ્ડકપમાં જોવા મળશે
જોસ બટલરે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે ઈન્ડિયા સામેની ટેસ્ટ સિરીઝની સાથે IPLમાંથી પણ બ્રેક લીધો છે. તેવામાં હવે ઇંગ્લેન્ડનો વિકેટ કીપર બેટ્સમેન હવે T-20 વર્લ્ડ કપમાં જ જોવા મળશે. હવે ઉલ્લેખનીય છે કે બીજીવાર પિતા બન્યા પછી જોસ બટલર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેવું પ્રદર્શન કરશે તેના પર પણ ફેન્સની નજર રહેશે.

RR ઇંગ્લિશ પ્લેયર્સની ગેરહાજરીમાં લેશે કેરેબિયન ધુરંધરો
19 સપ્ટેમ્બરથી શરૂ થનાર IPL-14ના ફેઝ-2 માટે રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે જોસ બટલર અને બેન સ્ટોક્સની ગેરહાજરીમાં 2 કેરેબિયન પ્લેયર્સને ટીમમાં સામેલ કર્યા છે. જેમાંથી એક વેસ્ટ ઇન્ડિઝ ટીમનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન ઈવિન લુઇસ છે જ્યારે બીજો કેરેબિયન ફાસ્ટ બોલર ઓશેન થોમસ છે. આ બંને ખેલાડી પાસે IPLમાં રમવાનો સારો એવો અનુભવ છે. લુઈસે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રહ્યો હતો, જ્યારે થોમસ 2019માં રાજસ્થાન રોયલ્સની ટીમમાં હતો. તેવામાં લુઈસ બટલરના સ્થાને લુઈસ અને સ્ટોક્સના સ્થાને થોમસની પસંદગી કરાઈ છે.

IPL ફેઝ-1 પોઝિટિવ કેસ આવતાં સ્થગિત, ફેઝ-2 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
તમને જણાવી દઇએ કે IPLનો પહેલો ફેઝ 9 એપ્રિલ 2021થી શરૂ થયો હતો, જેની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી, જેમાં RCBની જીત થઈ હતી. જોકે IPLની 14મી સીઝનમાં 29 મેચ રમાયા પછી અલગ-અલગ ટીમના ખેલાડી કોરોના સંક્રમિત આવતાં લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. હવે લીગનો સેકન્ડ ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં રમાશે.

IPL 2022માં BCCI બે નવી ટીમને સામેલ કરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 2022 સીઝનથી 2 નવી ટીમોનો સમાવેશ કરાશે. આ ટીમ માટે લીગની ગવર્નિંગ કાઉન્સિલે મંગળવારે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં ટીમની બેઝ પ્રાઈસ 2 હજાર કરોડ રૂપિયા રાખવમાં આવી છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે બિડ બેઝ પ્રાઇસથી અનેક ગણી ઉપર જવાની ધારણા છે.

ઓછામાં ઓછું 2188 કરોડનું બજેટ જરૂરી
IPL ટેન્ડર અનુસાર નવી ટીમની હરાજીમાં તે જ પાર્ટી ભાગ લઈ શકે છે જે ઓછામાં ઓછા 30 કરોડ ડોલર (2188 કરોડ રૂપિયા)નું બેજટ નક્કી કરે. જેમાં બેઝ પ્રાઇસની સાથે સ્ટાર્ટિંગ ફી પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...