શ્રીલંકાએ આયર્લેન્ડને રગદોળ્યું:આયરિશ ટીમ 9 વિકેટે હારી, કુસલ મેન્ડિસે 68 રન ફટકાર્યા, થિક્શાના અને હસરંગાએ 2-2 વિકેટ લીધી

હોબાર્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સુપર-12 મેચો શરૂ થઈ ગઈ છે. રવિવારે પ્રથમ મેચ હોબાર્ટના બેલેરીવ ઓવલ સ્ટેડિયમમાં આયર્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં શ્રીલંકાએ આયર્લેન્ડને હરાવીને સપર-12માં જીતથી આરંભ કર્યો હતો. શ્રીલંકાએ આયર્લેન્ડને 9 વિકેટથી હરાવ્યું હતું.

129 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે સારી શરૂઆત કરી હતી. તો ધનંજય ડી સિલ્વા 25 બોલમાં 31 રન કરીને ડેલાનીની બોલિંગમાં આઉટ થયો હતો. કુસલ મેન્ડિસે ફરી એકવાર પોતાનું ફોર્મ દેખાડ્યું હતું અને ફિફ્ટી ફટકારી હતી. તેણે 43 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 68 રન ફટકાર્યા હતા. તો ચરિથ અસલંકાએ 22 બોલમાં 31 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી ગેરેથ ડૈલાનીએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી.

કુસલ મેન્ડિસે સતત બે મેચમાં ફિફ્ટી મારી છે. અગાઉ ક્વોલિફાયર મેચમાં પણ અર્ધસદી પૂરી કરી હતી.
કુસલ મેન્ડિસે સતત બે મેચમાં ફિફ્ટી મારી છે. અગાઉ ક્વોલિફાયર મેચમાં પણ અર્ધસદી પૂરી કરી હતી.

અગાઉ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 128 રન કર્યા હતા. હૈરી ટેક્ટરે 42 બોલમાં 45 રન બનાવ્યા હતા. તો પૉલ સ્ટ્રર્લિંગે 25 બોલમાં 34 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ મહેશ થિક્શાના અને વાનિન્દુ હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી. તો ફર્નાન્ડો, કુમારા, કરુણારત્ને અને ધનંજય ડી સિલ્વાને 1-1 વિકેટ મળી હતી.

પાવર પ્લેમાં આઇરિશ બેટ્સમેનોની ધીમી બેટિંગ
આયર્લેન્ડની ટીમની શરૂઆત ધીમી રહી હતી. તેણે 6 ઓવરમાં 40 રન બનાવવા માટે બે મહત્વની વિકેટ પણ ગુમાવી હતી.

ચમિકાને મળ્યો લગ્નનો પ્રસ્તાવ
આઇરિશ ઇનિંગ્સની 14મી ઓવરમાં એક પ્રશંસકે શ્રીલંકન ખેલાડી ચમિકા કરુણારત્ને સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે ફેને મેસેજ બોર્ડમાં લખ્યું હતું કે 'ચમિકા શું તમે મારી સાથે લગ્ન કરશો...?'

આયર્લેન્ડનો ડોકરેલ કોરોના પછી પણ રમી રહ્યો છે
આયર્લેન્ડનો ઓલરાઉન્ડર જ્યોર્જ ડોકરેલ કોવિડ પોઝિટિવ હોવા છતાં પણ રમવાનું ચાલુ રાખે છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને કોરોનાના હળવા લક્ષણો છે. પરંતુ તેને રમવાની મંજુરી અપાઈ હતી. બીજી તરફ શ્રીલંકાની ટીમ પથુમ નિસાંકા સહિત ત્રણ મોટા ખેલાડીઓ વિના રમી રહી છે.

પોલ સ્ટર્લિંગ ડ્રાઇવ કરતો.
પોલ સ્ટર્લિંગ ડ્રાઇવ કરતો.
આયરિશ કેપ્ટન એન્ડ્ર્યુ બાલબિર્નીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આયરિશ કેપ્ટન એન્ડ્ર્યુ બાલબિર્નીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલા બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન જુઓ
આયર્લેન્ડ: પોલ સ્ટર્લિંગ, એન્ડ્રુ બાલ્બિર્ની (કેપ્ટન), લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્પર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક અડાયર, સિમી સિંહ, બેરી મેકાર્થી, જોશુઆ લિટલ.
શ્રીલંકા: ધનંજયા ડી સિલ્વા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ચરિત અસલંકા, આશિન બંડારા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, લાહિરુ કુમારા, મહેશ તિક્ષણા, બિનુરા ફર્નાન્ડો.

પોલ સ્ટર્લિંગે વેસ્ટ ઈન્ડિઝ સામે ફિફ્ટી ફટકારી હતી. તેણે 48 બોલમાં 66 રન બનાવ્યા હતા.
પોલ સ્ટર્લિંગે વેસ્ટ ઈન્ડિઝ સામે ફિફ્ટી ફટકારી હતી. તેણે 48 બોલમાં 66 રન બનાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...