• Gujarati News
  • Sports
  • Cricket
  • Jaydev Unadkat Became The First Bowler To Take A Hat trick In The First Over Of Ranji, Taking 8 Wickets Against Delhi

જયદેવે રણજીમાં રચ્યો ઈતિહાસ:રણજીની પહેલી જ ઓવરમાં હેટ્રિક ઝડપનાર પહેલો બોલર બન્યો, દિલ્હીની સામે 8 વિકેટ લીધી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે મંગળવારે રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચી દીધો છે. તે આ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની મેચની પહેલી જ ઓવરમાં હેટ્રિક લેનાર પહેલો બોલર બની ગયો છે. જયદેવે દિલ્હીની સામે પહેલી ઇનિંગમાં 12 ઓવરમાં 39 રન આપીને 8 વિકેટ ઝડપી હતી.

હાલમાં જ જયદેવ બાંગ્લાદેશથી ટેસ્ટ મેચ રમીને પરત ફર્યો છે. તેણે 12 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી છે અને ટેસ્ટ કરિયરની બીજી મેચ રમી હતી. તે મેચમાં તેણે બન્ને ઇનિંગને મળીને 3 વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રના આ સ્ટાર પ્લેયરે 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

મંગળવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચની પહેલી જ ઓવરના ત્રીજા બોલે જયદેવે ધ્રુવ શૌરીને બોલ્ડ કર્યો હતો. આ પછીના બોલે વૈભવ રાવલને હાર્વિક દેસાઈના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછીના છઠ્ઠા બોલે કેપ્ટન યશ ઢુલને LBW આઉટ કરીને હેટ્રિક પૂરી કરી હતી. આ ઉપરાંત તેણે જોંટી સિધુ, લલિત યાદવ, લક્ષ્ય થરેજા, શિવાંક વશિષ્ઠ અને કુલદીપ યાદવને આઉટ કર્યા હતા.

દિલ્હીની પહેલી ઇનિંગ 133 રનમાં જ ઓલઆઉટ
દિલ્હીની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 35 ઓવર જ રમી શકી હતી. ત્યારે તેઓ માત્ર 133 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રિતિક શૌકીને સૌથી વધુ 90 બોલમાં 68 રન બનાવ્યા હતા. શિવાંક વશિષ્ઠે 68 બોલમાં 38 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ જયદેવ ઉનડકટે 8 વિકેટ ઝડપી હતી, તો ચિરાગ જાની અને પ્રેરક માંકડે 1-1 વિકેટ લીધી હતી.

અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં સેન્ચુરી ફટકારી

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના રેકોર્ડ્સ આજે ઘર-ઘરમાં જાણીતા છે. અમુક લોકોને તો તેમની રણજી ડેબ્યુ મેચ વિશેની પણ ખબર હોય છે. સચિન તેંડુલકરે વર્ષ 1988માં પોતાનું રણજી ટ્રોફી ડેબ્યુ કર્યું હતું. ત્યારે તેમણે પોતાની પહેલી જ મેચમાં સેન્ચુરી ફટકારીને સૌકોઈનું ધ્યાન દોર્યું હતું. આ પછી ઈતિહાસ બની ગયો. ત્યારે હવે આજે 34 વર્ષ પછી તેમના પુત્ર અર્જુન તેંડુલકરે પણ આવું જ પરાક્રમ કરી બતાવ્યું છે. અર્જુને પોતાની રણજી ડેબ્યુ મેચમાં જ સેન્ચુરી ફટકારી દીધી છે. અર્જુને ગોવા તરફથી રમતાં રાજસ્થાનની સામે આ સદી મારી છે.

મજાની વાત એ છે કે સચિન તેંડુલકરે પણ પોતાની રણજી મેચમાં પહેલી સદી ડિસેમ્બર મહિનામાં મારી હતી અને આજે અર્જુને પણ ડિસેમ્બર મહિનામાં ડેબ્યુ મેચમાં જ સેન્ચુરી ફટકારી દીધી હતી. વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો