• Gujarati News
  • Sports
  • Cricket
  • Jatin Sapru Said Arshdeep Singh Will Be The X factor, Hardik Pandya Is Best At No.5, India Is Hot Favorite To Win The Cup

વર્લ્ડ કપને લઈને ક્રિકેટ કમેન્ટેટર જતીન સપ્રુનો ઇન્ટરવ્યુ:કહ્યું- અર્શદીપ સિંહ X-ફેક્ટર રહેશે, હાર્દિક પંડ્યા નંબર-5 પર બેસ્ટ, ઈન્ડિયા કપ જીતવા માટે હોટ ફેવરિટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

23 ઓક્ટોબરે ભારત T20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે રમશે. આ મેચ પર સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની સાથે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 ઉપર પણ બધાંની નજર રહેશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં જગ્યા બનાવશે કે નહિ, અને ટૂર્નામેન્ટમાં ટૉપ-4માં અન્ય કઈ ટીમ હશે. તે માટે લોકો રાહ જોઈ રહ્યા છે. આ વિષય પર ભારતીય કમેન્ટેટર અને સ્પોર્ટ્સ એન્કર જતીન સપ્રુ સાથે ભાસ્કરે વાતચીત કરી હતી.

સવાલ- શું ભારત પાકિસ્તાનને હરાવી શક્શે?
જવાબ- પાકિસ્તાને ગત વર્લ્ડ કપમાં જે રીતે જીત મેળવી હતી, તેના પછી તેમનો આત્મવિશ્વાસ વધી ગયો હશે. પરંતુ સારી વાત એ છે કે એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વાર મેચ થઈ હતી, જેમાં બન્ને ટીમ 1-1 મેચ જીતી હતી.

ટીમ ઈન્ડિયા પ્રેશરમાં વધુ રહેશે. કારણ કે પાકિસ્તાન સામે આપણે રમેલી છેલ્લી મેચ હારી ગયા હતા. એ યાદ રહેવું જરૂરી છે કે બન્ને ટીમ મેદાને ઉતરશે, ત્યારે બન્ને ટીમ ઉપર જીત માટે પ્રેશર રહેશે.

T20 ફોર્મેટમાં મારીજન ઘણો ઓછો રહે છે. બાકી ફોર્મેટ લાંબા છે. T20માં મારીજન ઓછો હોવાથી બેક-ટુ-બેક વિકેટ અથવા તો બેક-ટુ-બેક ખરાબ ઓવરથી આખો મેચ પલટી જાય છે. મને લાગે છે કે રવિવારે મેલબોર્નમાં એક અલગ જ માહોલ હશે. ભારત અને પાકિસ્તાનનો આ મેચ યાદગાર બનવાનો છે.

જતીન વર્લ્ડ કપ કોમેન્ટ્રી માટે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે રોહિત શર્મા સાથેની આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
જતીન વર્લ્ડ કપ કોમેન્ટ્રી માટે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે રોહિત શર્મા સાથેની આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સવાલ- ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઇનઅપની વિશે તમે શું કહેશો?
જવાબ-
ફોર્મની રીતે જોવા જઈએ તો આપણી ટીમ ઘણી મજબૂત છે. આપણી પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ છે કે જે ઓસ્ટ્રેલિયાની પિચ પર રમવાનો અનુભવ છે. વિરાટ પ્રેશરવાળી મેચને સારી રીતે રમવા માટે જાણીતો છે. તેને બીજી ઇનિંગમાં ચેઝ કરવું ગમે છે. તેને ઓસ્ટ્રેલિયના ગ્રાઉન્ડ પણ એટલે જ ગમે છે.

સૂર્યકુમાર યાદવ પણ હાલ ગજબના ફોર્મમાં છે. કેએલ રાહુલ પણ હવે ધીરે ધીરે ફોર્મમાં આવી રહ્યો છે. તો હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેનું નંબર-5 પર રમવું નક્કી છે. જ્યારે તે છઠ્ઠા અથવા તો સાતમ નંબરે આવે છે તો તેને વધુ બેટિંગ કરવા મળતી નથી. તેવામાં એક ફિનિશર જ્યારે શોટ રમે છે, ત્યારે તેને આઉટ થવાનું જોખમ વધુ હોય છે. હાર્દિક નંબર-5 પર ટીમ માટે એક સારો રોલ પ્લે કરે છે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં તે એક અલગ જ ફોર્મમાં દેખાશે.

જતીન સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક માટે કામ કરે છે. તે અને વિરાટ સારા મિત્રો છે.
જતીન સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક માટે કામ કરે છે. તે અને વિરાટ સારા મિત્રો છે.

સવાલ- ટીમ ઈન્ડિયાની બોલિંગને લઈને તમે શું કહેશો?
જવાબ- ભારતીય ટીમ માટે બોલિંગ સૌથી વધુ ચિંતાનો વિષય છે. પરંતુ વર્લ્ડ કપને યાદગાર બનાવવા માટે ટીમ આ પડકારને પડકારવા માટે આગળ આવશે. આપણને યાદ છે કે કેવી રીતા ગાબા ટેસ્ટમાં ટીમ એક થઈને રમી હતી અને સિરીઝ જીતી હતી. ત્યારે તો 11 ખેલાડીઓ પણ ભેગા કરવા અઘરા થઈ પડ્યા હતા.

એક પછી એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા ગયા હતા. ત્યારે પણ ઓસ્ટ્રેલિયા હતી, અને હાલ પણ ઓસ્ટ્રેલિયા જ છે. જોકે તે વાત હવે જુની થઈ ગઈ છે. હવે ટીમે આગળનું વિચારવું પડશે. જોઈએ કોણ ખેલાડી આ વર્લ્ડ કપમાં પોતાની છાપ છોડશે.

વિરાટ કોહલી ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે જતીન સપ્રુ...
વિરાટ કોહલી ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે જતીન સપ્રુ...

સવાલ- ટીમમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરીને તમે કેવી રીતે જોવો છો?
જવાબ- મને લાગે છે કે અર્શદીપ સિંહ આ ટૂર્નામેન્ટમાં X-Factor રહેશે. કારણ કે તે પાવરપ્લેમાં પણ બોલિંગ કરે છે અને ડેથ ઓવર્સમાં પણ બોલિંગ કરે છે. આ ટૂર્નામેન્ટમાં અર્શદીપ સિંહની પાસે મોટી તક છે.

સવાલ- તમારા મતે આ ટૂર્નામેન્ટમાં ટૉપ-4 કઈ હશે અને કેમ?
જવાબ- મારા મતે ઈન્ડિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં ટકરાશે.

ઓસ્ટ્રેલિયા એટલા માટે કારણ કે તેઓ ડિફેન્ડિગ ચેમ્પિયન છે અને આ વખતે ઘરઆંગણે જ ટૂર્નામેન્ટ રમી રહી છે.

કંડિશન્સને ધ્યાને લેતા સાઉથ આફ્રિકા આ વર્લ્ડ કપમાં સારુ પરફોર્મ કરી શકે છે. તેમના બોલર્સ પાસે પેસ છે અને બેટિંગ પણ ઘણી સારી છે.

જે અંદાજે ઇંગ્લેન્ડ રમી રહી છે, તેને જોઈને જ લાગે છે કે તેઓ ટૉપ-4માં આરામથી પ્રવેશ કરી લેશે.

અને જો આપણે પાકિસ્તાન સામેની મેચ જીતી લઈએ છીએ તો આ વર્લ્ડ કપ આપણો જ હશે.

જતીને 2012માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સને પણ રિપ્રેઝેન્ટ કરી હતી. તેણે થોડા દિવસો પહેલા હાર્દિક પંડ્યા સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
જતીને 2012માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સને પણ રિપ્રેઝેન્ટ કરી હતી. તેણે થોડા દિવસો પહેલા હાર્દિક પંડ્યા સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સવાલ- વર્લ્ડ કપ જીતવા માટે ઈન્ડિયા જ કેમ ફેવરિટ છે?
જવાબ- ટીમ ઈન્ડિયાએ પોતાની રણનીતિ બદલી છે. હવે તેઓ ડર્યા વગર રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લા 11 મહિનામાં ઘણી જ મેચ રમી છે, જે ટીમ માટે ઘણી ઉપયોગી નિવડશે.

T20 વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી સાથે જતીન.
T20 વર્લ્ડ કપ દરમિયાન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી સાથે જતીન.