શ્રીલંકા સામે વનડે સીરીઝ શરુ થવાના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજા થયા બાદ પરત ફરી રહેલ ફાસ્ટર જસપ્રીત બુમરાહ હવે આ વનડે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહને પહેલા આ સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો નહોતો, પરંતુ બાદમાં તેને સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
જસપ્રીત બુમરાહ હજુ બાકીના ખેલાડીઓ સાથે ગુવાહાટી નથી પહોચ્યો જ્યાં ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીએ પ્રથમ વનડે મેચ રમશે. BCCI દ્વારા 3 જાન્યુઆરીએ વનડે ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એવું લાગ્યું કે જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને રમવા માટે તૈયાર છે.
પરંતુ વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં લેતા BCCI કોઈ જ જોખમ ખેડવા માંગતું નથી. આ જ કારણ છે કે છેલ્લી ઘડીએ જસપ્રીત બુમરાહને સીરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જેથી કોઈપણ પ્રકારની ઉતાવળ ન થાય અને તેને પરત ફરવા માટે પુરો સમય મળી શકે. જણાવીએ કે રિષભ પંત કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત છે અને તે વર્લ્ડકપમાં સામેલ થવા પર આશંકાઓ યથાવત છે.
જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટ એક્શનથી દુર છે. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટી-20 સીરીઝ રમવામાં આવી હતી, જેમાં જસપ્રીત બુમરાહે ભાગ લીધો હતો. ત્યારબાદ જે ઈજાને કારણે ટીમમાંથી બહાર રહ્યો છે, બુમરાહે અશિયા કપ, ટી-20 વર્લ્ડ કપ 2022માં ભાગ લીધો નહોતો.
વનડે સીરીઝ માટે બંને ટીમોની સ્ક્વોડ
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શુભમન ગિલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી,
મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), નુવાનિડુ ફર્નાન્ડો, આવિષ્કા ફર્નાન્ડો, અશેન બંડારા, પથુમ નિસન્કા, ધનંજય ડી'સિલ્વા, ચરિત અસલંકા, ચમિકા કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), દિલશાન મદુશંકા, પ્રમોદ મદુશન, ડુનિથ વેલાલેઝ, જેફરી વેન્ડરસે, કાસુન રાજીથા, લાહિરુ કુમારા અને મહિષ તિક્ષ્ણા.
વનડે સીરીઝનું શિડ્યૂલ:
10 જાન્યુઆરી - પ્રથમ વનડે, ગુવાહાટી, બપોરે 1.30 કલાકે
12 જાન્યુઆરી - બીજી વનડે, કોલકાતા, બપોરે 1.30 કલાકે
15 જાન્યુઆરી - ત્રીજી વનડે, તિરુવનંતપુરમ, બપોરે 1.30 કલાકે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.