બુમરાહ બન્યો સ્પિનર!:જસપ્રીતે અશ્વિનની બોલિંગ એક્શનથી વોર્મ અપ કર્યું, શમી-રાહુલ પણ ચર્ચા કરવા લાગ્યા; વીડિયો વાઈરલ

14 દિવસ પહેલા

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. જેના બીજા દિવસે વોર્મ અપ દરમિયાન જસપ્રીત બુમરાહે રવિચંદ્રન અશ્વિનની બોલિંગ એક્શન કોપી કરીને પ્રેક્ટિસ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આમાં રાહુલ અને શમી બીજા દિવસો ગેમ પ્લાન નક્કી કરી રહ્યા હતા ત્યારે બુમરાહ આ પ્રમાણે વોર્મ અપ કરતો નજરે પડ્યો હતો.

બીજા દિવસે બુમરાહને લાગ્યો સ્પિન બોલિંગનો રંગ
પહેલી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 202 રનમાં ઓલઆઉટ થઈ જતા બોલર્સ સામે મોટો પડકાર સામે આવ્યો હતો. જેથી બીજા દિવસના પ્રેક્ટિસ સેશનમાં ઈન્ડિયન બોલર્સે ખાસ પ્રેક્ટિસ સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મોહમ્મદ શમી અને કેપ્ટન કે.એલ.રાહુલ ગેમ પ્લાન બનાવી રહ્યા હતા તેનો વીડિયો એક યૂઝરે શેર કર્યો હતો. જોકે આ દરમિયાન અચાનક જસપ્રીત બુમરાહ સ્પિન બોલિંગ કરતો નજરે પડતા બધા ચોંકી ગયા હતા. તે અશ્વિનની સ્ટાઈલ કોપી કરીને વોર્મ અપ કરતો જોવા મળતા ફેન્સ પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા હતા.

ફેન્સે કહ્યું- બુમરાહ હવે તમે ઓફ સ્પિન બોલિંગ કરો
ઉલ્લેખનીય છે કે દ.આફ્રિકા સિરીઝમાં જસપ્રીત બુમરાહને ઓફ સ્પિન કરતો જોઈ ફેન્સને એશિઝ સિરીઝ યાદ આવી હતી. અત્યારે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી એશિઝ સિરીઝમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને પણ બીજી ટેસ્ટ મેચમાં ઓફ સ્પિન કરતો જોવા મળ્યો હતો. તેવામાં યૂઝર્સે કહ્યું કે જો બુમરાહ સ્પિન બોલિંગ કરશે તો ઓવર રેટનો પ્રશ્ન પણ સામે આવશે નહીં.

પહેલી ઈનિંગમાં આફ્રિકન ટીમ 229 રનમાં ઓલઆઉટ
જોહાનિસબર્ગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ રમાઈ રહ્યો છે. જેની પહેવી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં દ.આફ્રિકા 79.4 ઓવરમાં 229 રન કરી ઓલઆઉટ થઈ ગઈ છે. આ ઈનિંગમાં લોર્ડ શાર્દૂલે 7 વિકેટ ઝડપી આફ્રિકન બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. બીજી ઈનિંગમાં દ.આફ્રિકા 27 રનથી આગળ છે.

શાર્દૂલે જોહાનિસબર્ગમાં 7 વિકેટ લીધી
શાર્દૂલ ઠાકુરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર 7 વિકેટ લીધી છે. શાર્દૂલ આ ગ્રાઉન્ડ પર એક ઈનિંગમાં સૌથી સારુ પ્રદર્શન દાખવનારો પહેલો ઈન્ડિયન બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલે (53/6)નો રેકોર્ડ તોડી દીધો છે.

  • 102 રનમાં શાર્દુલ ઠાકુરે લંચ પહેલા રાસી વાન ડેર ડૂસેનને પેવેલિયન ભેગો કર્યો હતો.
  • 162 રનમાં દક્ષિણ આફ્રિકન ટીમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ વિકેટ પણ શાર્દૂલ ઠાકુરે લીધી હતી. તેણે 65મી ઓવરમાં કાઈલ વેરેનને આઉટ કર્યો હતો.
  • 177 રનમાં શાર્દૂલ ઠાકુરે તેમ્બા બઉમાને આઉટ કરી દ.આફ્રિકાની છઠ્ઠી વિકેટ લીધી હતી. આ વિકેટની સાથે શાર્દૂલ ઠાકુરે પોતાની પાંચ વિકેટ પૂરી કરી લીધી છે.
અન્ય સમાચારો પણ છે...