કોહલીએ કહ્યું હતુ આ બુમરાહ-વુમરાહ શું કરી શકશે:ઇંગ્લેન્ડની વિરૂદ્ધ ઓવલમાં જસપ્રીતે મચાવ્યો કહર, 19 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો

5 મહિનો પહેલા
  • ODIમાં 100+ વિકેટ લેનારા ભારતીય ફાસ્ટ બોલરોમાં સૌથી સર્વશ્રેષ્ઠ એવરેજ

જો તમે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મોનાં ફેન હશો તો થૉરએ તમારા દિલ જરૂર જીત્યા હશે. તમે જોયુ હશે કે થૉર મહાબલીનાં રૂપમાં ત્યારે જ દેખાય છે, જ્યારે તેના હાથમાં હથોડો હોય છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની સ્ટોરી પણ કંઈક આવી જ છે.

બુમરાહ ખુબ જ શરમાળ સ્વભાવનો છે. તેની બોલી કે પછી વ્યવહારમાં આક્રમક્તા દેખાતી નથી. પરંતુ જ્યારે તેના હાથમાં બોલ હોય છે, ત્યારે બધું જ બદલાય જાય છે. દુનિયાભરનાં દિગ્ગજ બેટ્સમેનો તેની સામે ટક્તા નથી.

ઇંગ્લેન્ડની ટીમે ઓવલ ખાતે રમાયેલ પ્રથમ વનડે મેચમાં બુમરાહના કહરનો સામનો કર્યો હતો. 19 રન દઈને 6 વિકેટ લઈને પોતાનાં વનડે કરિયરનું બેસ્ટ પરફોર્મંસ આપ્યુ હતુ. આ રેકોર્ડની તો પછી વાત કરીશુ, પણ પહેલા જાણીએ એ વાક્ય વિશે જ્યારે ટીમનાં ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ બુમરાહનું નામ પહેલી વાર સાંભળ્યુ હતુ.

આ વાત છે 2014ની જ્યારે પાર્થિવ પટેલ IPLમાં રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ટીમનો હિસ્સો હતો. RCBને તે સમયે એક ફાસ્ટ બોલરની જરૂરીયાત હતી. ત્યારે પાર્થિવ પટેલે કોહલીને બુમરાહનાં નામની ભલામણ કરી હતી. તેણે બુમરાહને ગુજરાત તરફથી રમતો જોયો હતો. પરંતુ કોહલી પ્રભાવિત નહોતો થયો. અને તેણે પાર્થિવને કહ્યું હતુ કે છોડને યાર, આ બુમરાહ-વુમરાહ શું કરી શકશે?

સ્વાભાવિક છે કે કોહલી ખોટો સાબિત થયો. બુમરાહએ જાન્યુઆરી 2016માં વનડે અને ટી-20માં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ 2018માં તેણે ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતુ. એ પછી તેણે એક પછી એક સફળતાની સીડીઓ પાર કરી. તો ચાલો નજર નાખીએ બુમરાહનાં કારનામા પર.

ODIમાં 100+ વિકેટ લેનારા ભારતીય ફાસ્ટ બોલરોમાં સૌથી સર્વશ્રેષ્ઠ એવરેજ
બુમરાહ એ વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 71 મેચમાં 119 વિકેટો ખેરવી છે. તેણે આ વિકેટો માત્ર 24.30ની એવરેજથી લીધેલી છે. એટલે કે તેણે એક વિકેટ માટે વનડેમાં 25થી પણ ઓછા રન આપેલા છે. વનડેમાં 100+ વિકેટ લેનારા અન્ય ભારતીય ફાસ્ટ બોલરોમાંથી આટલી સારી એવરેજ કોઈની નથી

બુમરાહની ઇકોનોમી પણ જબરદસ્ત
બુમરાહ એ વનડેમાં પ્રતિ ઓવર માત્ર 4.63 રન દીધા છે. માત્ર કપિલ દેવની જ તેનાથી સારી ઇકોનોમી છે. પરંતુ કપિલ દેવ જ્યારે રમતા હતા ત્યારે કોઈની બેટીંગમાં આટલી આક્રમક્તા નહોતી. ટી-20 આંતરરાષ્ટ્રિય મેચોમાં બુમરાહ એ પ્રતિ ઓવર 7થી પણ ઓછા રન દે છે. ટી-20 આંતરરાષ્ટ્રિય મેચોમાં તેની ઇકોનોમી 6.46ની છે. 65થી વધુ વિકેટ લેનાર કોઈપણ ફાસ્ટ બોલરની ઇકોનોમી બુમરાહથી સારી નથી.

ઇંગ્લેન્ડની વિરૂદ્ધ એક વનડેમાં સૌથી શ્રેષ્ઠ બોલીંગ ફિગર્સ મેળવનારો વાળો ભારતીય
બુમરાહ હવે ઇંગ્લેન્ડની સામે એક વનડેમાં સૌથી શ્રેષ્ઠ બોલીંગ ફિગર્સ મેળવનારો વાળો ભારતીય બોલર બની ગયો છે. તેણે આશિષ નેહરાનો 19 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નેહરાએ 2003માં વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે 23 રનમાં 6 વિકેટ લીધી હતી.

કપિલ દેવ પછી ટેસ્ટ મેચમાં કેપ્ટન બનવા વાળો પહેલો ભારતીય ફાસ્ટ બોલર
બુમરાહને ઇંગ્લેન્ડ સામે બર્મિંઘમમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કપિલ દેવ પછી ટેસ્ટમાં કેપ્ટન બનવા વાળો તે પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. તે મેચમાં ભલે ભારતની હાર થઈ હોય, પરંતુ બુમરાહની બોલીંગ ખુબ જ સારી રહી હતી. ચોથી ઇનિંગમાં જો રૂટ અને જોની બેયરસ્ટો વચ્ચેની પાર્ટનરશિપ જો તૂટી ગઈ હોત તો મેચનું પરિણામ કદાચ અલગ હોત.

વિદેશમાં વધારી નાખી ભારતની શાન
બુમરાહનાં આગમન પહેલા ટીમ ઈન્ડિયાને ઘરનાં સિંહ કહેવામાં આવતા હતા., વિદેશમાં ટીમની હાલત ખુબ જ ખરાબ થઈ જતી હતી. બુમરાહ એ વિકેટોની વણઝાર લગાવી દીધી. તેને મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા અને અન્ય બોલરોનો સારો સાથ મળતો હતો.

હવે ભારતીય ટીમ જ્યારે પણ વિદેશમાં રમે છે તો જીતનું દાવેદાર બની જાય છે. બુમરાહ એ વિદેશમાં 2018થી અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં મળીને 60 મેચમાં 158 વિકેટ ઝડપી છે. દુનિયાનાં અન્ય કોઈ બોલર પોતાનાં દેશની બહાર આ સમય દરમિયાન આટલી વિકેટો લઈ શક્યુ નથી. આ લિસ્ટમાં બીજો નંબર પર પાકિસ્તાનનો શાહિન શાહ આફ્રિદી છે. તેણે આ સમય દરમિયાન વિદેશમાં 71 મેચમાં 151 વિકેટો ખેરવી છે.

હવેનાં બે વર્લ્ડ કપમાં ભારતનો મોટો હથિયાર
આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ખાતે ટી-20 વર્લ્ડ કપ રમાવવાનો છે. આવતા વર્ષે ભારતમાં વનડે વર્લ્ડ કપ થવાનો છે. ભારતે જો આ બન્ને વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવો હોય તો બુમરાહને શ્રેષ્ઠ બોલીંગ કરવી પડશે. ગુજરાતનો ફાસ્ટ બોલર આ માટે પૂરતી તૈયારી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આવનારા મહિનાઓમાં બુમરાહ પાસેથી બૂમ-બૂમ ટાઈપ પરફોર્મંસની આશા રહેશે.