તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંગ્રેજ બન્યો ઈન્ડિયન ફેન:રોહિત શર્મા આઉટ થયા બાદ બેટિંગ કરવા આવી ગયો ફેન; ચાલુ મેચમાં મેદાન વચ્ચે થઈ જોવા જેવી, વીડિયો વાઇરલ

એક મહિનો પહેલા
  • ફેનને સિક્યોરિટી ગાર્ડ્સ પકડીને મેદાનમાંથી બહાર લઈ ગયા
  • રોહિતે બીજા દાવમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી

પોતાને ભારતીય ક્રિકેટનો ફેન કહેનારો જારવો લીડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં પણ જોવા મળ્યો. તે મેચના ત્રીજા દિવસે મેદાનની અંદર ઘૂસી ગયો હતો. આ વખતે તે ટીમ ઈન્ડિયાની ટીશર્ટમાં જોવા મળ્યો હતો.

રોહિત શર્માના આઉટ થયા બાદ જારવો મેદાનમાં ઘૂસી ગયો હતો. તે પેડ, હેલ્મેટ અને ગ્લવ્સ પહેરીને મેદાનની અંદર આવ્યો. સિક્યોરિટી ગાર્ડ્સ તેને પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા. આ ઘટના ભારતની ઇનિંગની 48મી ઓવરમાં બની હતી. રોહિત શર્મા 48મી ઓવરના ચોથા બોલ પર ઓલી રોબિન્સનનો શિકાર બન્યો હતો. રોહિતના આઉટ થયા બાદ જારવો મેદાનમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો.

રોહિતે ફિફ્ટી ફટકારી
રોહિતે લીડ્સના બીજા દાવમાં શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તે 59 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિતની કારકિર્દીની આ 14મી અડધી સદી હતી. તેણે 125 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ ટેસ્ટ શ્રેણીમાં રોહિતની આ બીજી અડધી સદી છે. તેણે લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 145 બોલમાં 83 રન બનાવ્યા હતા.

રોહિતે ચેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. પૂજારાએ પણ આ ઇનિંગમાં સારી બેટિંગ કરી હતી. તેણે શ્રેણીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે કેપ્ટન વિરાટ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી પણ કરી હતી.

લીડ્સ ટેસ્ટમાં જોવા મળ્યો હતો જારવો
અગાઉ લીડ્સ ટેસ્ટ મેચમાં જારવોએ ભારતીય ટીમની ટીશર્ટ પહેરીને મેદાનમાં અંદર પ્રવેશ કર્યો હતો. તે મેદાનમાં જ કહેવા લાગ્યો કે તે ટીમ ઇન્ડિયા માટે રમે છે. જારવોએ ટ્વિટર પર પોતાની ઓળખ જાહેર કરી. એક ટ્વિટર યુઝર ડેનિયલ જાર્વિસે કેટલીક તસવીરો શેર કરી છે અને દાવો કર્યો કે પીચ પર ગયેલા વ્યક્તિનું નામ જારવો છે, જેમાં લખ્યું હતું કે 'ભારત માટે રમનાર પ્રથમ શ્વેત પુરુષ હોવાનો મને ગર્વ છે!' આ ત્રીજા દિવસની રમત દરમિયાન લંચ બાદ આ ઘટના બની હતી.

સચિને પણ શેર કરી તસવીર
માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે લીડ્સ ટેસ્ટમાં મેદાનની અંદર બેટિંગ કરવા આવેલા જારવોની તસવીર પણ શેર કરી છે. તેના ટ્વિટર પેજ 100 એમબી પર જારવોને પકડીને મેદાનની બહાર લઈ જતા સિક્યોરિટી ગાર્ડ્સ સાથેની તસવીર છે. આ તસવીર સાથે લખ્યું હતું કે શું આપણે આ પછી બોલર જારવોને જોવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...