ગ્રેગોર બાર્કલે ICC અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા:2024 સુધી આ પદ પર રહેશે, જય શાહ નાણાકીય સમિતિના વડા

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ને નવા ચેરમેન મળી ગયા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ડાયરેક્ટર અને એડવોકેટ વકીલ ગ્રેગર બાર્કલે ફરી એકવાર ICCના ચેરમેન બન્યા છે. શનિવારે તેમને સર્વસંમત્તિથી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેઓ સતત બીજીવાર આ પદ માટે સિલેક્ટ થયા છે. તો BCCIના સેક્રટરી જય શાહ ICCના નાણાકીય સમિતિના વડા બન્યા છે.

એવું માનવામાં આવી રહ્યું હતું કે ઝિમ્બાબ્વેના તવેંગવા મુકુલહલાની પણ ICCના ચેરમેન પદ માટે ચૂંટણી લડવાના હતા. પરંતુ તેમણે તેમનું નામ પરત લઈ લીધું હતું, ત્યારે આ પદ માટે ગ્રેગર બાર્કલે બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. હવે તેઓ આવતા બે વર્ષ સુધી આ પદ પર ચેરમેન તરીકે રહેશે.

નવેમ્બરમાં ICCના ચેરમેન બન્યા હતા
માનવામાં આવી રહ્યું હતું કે બાર્કલેએ પહેલાથી પદ છોડી દેશે. તેઓ બીજીવાર આ પદ માટે નોમિનેશન ફાઇલ કરશે નહિ. તેવામાં ICCને નવા ચેરમેન મળશે. જોકે બાર્કલેએ પોતાનો કાર્યકાળ વધારવાનો નિર્ણય કર્યો હતો. ઑકલેન્ડમાં કૉમર્શિયલ એડવોકેટ બાર્કલે નવેમ્બર 2020માં પહેલીવાર ICCના ચેરમેન બન્યા હતા. તેઓ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે 2015 વન-ડે વર્લ્ડ કપના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા હતા.

ગ્રેગર બાર્કલે નવેમ્બર 2020માં પહેલીવાર ICCના ચેરમેન બન્યા હતા.
ગ્રેગર બાર્કલે નવેમ્બર 2020માં પહેલીવાર ICCના ચેરમેન બન્યા હતા.

સૌરવ ગાંગુલીના નામની પણ ચર્ચા થતી હતી
ICCના ચેરમેન બનવાની રેસમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નામની પણ ચર્ચા થતી હતી, પરંતુ BCCI અધ્યક્ષ પદમાંથી હટાવ્યા પછી તેમણે આ માટે નામાંકન ભર્યું નહોતું. BCCI ચૂંટણીની પહેલા જ એવા પ્રયાસો કરતું હતું કે ગાંગુલી ICCના ચેરમેન બને. અત્યારસુધીમાં ચાર ભારતીય પ્રશાસક આ પદ પર રહી ચૂક્યા છે. જેમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન, શ્રીનિવાસન અને શશાંક મનોહર સામેલ છે.

કેવી રીતે થાય છે ICCના અધ્યક્ષની ચૂંટણી?

ICCના 16 બોર્ડના સદસ્ય મળીને અધ્યક્ષને સિલેક્ટ કરે છે. જેમાં 12 ટેસ્ટ રમનાર દેશો સામેલ હોય છે. પહેલા જાણી લઈએ કે તે ક્યા દેશો છે...

 • ભારત
 • પાકિસ્તાન
 • સાઉથ આફ્રિકા
 • બાંગ્લાદેશ
 • ઇંગ્લેન્ડ
 • ઓસ્ટ્રેલિયા
 • વેસ્ટઈન્ડિઝ
 • શ્રીલંકા
 • ન્યૂઝીલેન્ડ
 • અફઘાનિસ્તાન

આયર્લેન્ડ

 • આ 12 દેશોના એક-એક વોટની સાથે ત્રણ સહયોગી દેશો મલેશિયા, સ્કોટલેન્ડ અને સિંગાપુરના 3 વોટ હોય છે.
 • 1 વોટ ICCના સ્વતંત્ર નિદેશકનો હોય છે, જે હાલ પેપ્સિકોના ઈન્દિરા નુઈ છે.
 • આમાંથી 9 અથવા તો 51% વોટ મળી જતા હોય છે , તે ઉમેદવાર ICCના નવા પ્રેસિડેન્ટ બની જતા હોય છે.
 • આ અગાઉ, અધ્યક્ષ સિલેક્ટ કરવા માટે બે તૃતીયાંશ બહુમતી મેળવવી જરૂરી હતી. પરંતુ હાલના પ્રસ્તાવ પછી આમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ICCમાં BCCI ખૂબ જ મજબૂત છે. કારણ કે BCCI દુનિયાનું સૈથી અમીર બોર્ડ છે. તેવામાં ગાંગુલીનું ICCના અધ્યક્ષ બનવાના ચાન્સ વધી જાય છે.