• Gujarati News
  • Sports
  • Cricket
  • Jadeja Declared The First Innings After Hitting A Double Century, 18 Years Ago Dravid Did The Same With Sachin.

રોહિતનો નિર્ણય વિવાદોમાં:જાડેજા બેવડી સદી ફટકારે એ પહેલા ઈનિંગ ડિકલેર કરી, 18 વર્ષ અગાઉ દ્રવિડે પણ સચિન જોડે આવુ જ કંઈક કર્યું હતું

7 મહિનો પહેલા

ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી ટેસ્ટના બીજા દિવસે એક એવી ઘટના જોવા મળી જેને જોઈને સૌ કોઈ હેરાન છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ભારતની પહેલી ઈનિંગ 574/8 રનના સ્કોર પર ડિકલેર કરી હતી. જ્યારે રોહિતે ઈનિંગ ડિકલેર કરી ત્યારે રવિન્દ્ર જાડેજા 175 રન પર નોટઆઉટ રમી રહ્યો હતો. મોહમ્મદ શામી સાથે તેણે 9મી વિકેટ માટે 94 બોલ પર અણનમ 103 રન પર જોડ્યા હતા, જાડેજા જે પ્રમાણે રમી રહ્યો હતો તે જોતા તેને 20થી 25 મિનિટ મળી જાત તો તે બેવડી સદી પણ ફટકારી દેત.

હવે રોહિતના નિર્ણયને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. 18 વર્ષ પહેલા દરેક 2004ના એ ટેસ્ટને યાદ કરી રહ્યા છે જ્યારે રાહુલ દ્રવિડે સચિન તેંડુલકરને 194 રનના સ્કોર પર પરત બોલાવી લીધા હતા.

ત્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતા અને હવે કોચ
2004માં ઈન્ડિયા પાકિસ્તાનના પ્રવાસે હતું. મુલ્તાનમાં રમવામાં આવેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રાહુલ દ્રવિડ પાસે હતી, જે અત્યારે ભારતીય ટીમના કોચ છે. મેચમાં વિરેન્દ્ર સહેવાગની ત્રેવડી સદીના કારણે ટીમ ઈન્ડિયાને મજબૂત શરુઆત મળી હતી.

તેંડુલકરે પણ શાનદાર બેટિંગ કરતા 194 રનની અણનમ ઈનિંગ રમી હતી, પરંતુ તેંડુલકર દ્રવિડના કારણે પોતાની બેવડી સદી પુરી ન કરી શક્યા. તેઓ જ્યારે ડ્રેસિંગ રુમ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓ રાહુલ દ્રવિડના નિર્ણયને કારણે હેરાન તો હતા પણ થોડા નાખુશ પણ નજરે આવ્યા હતા.

ઈન્ડિયાનો સ્કોર 161.4 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 675 રન હતો. યુવરાજ સિંહ 59 રન બનાવી અણનમ હતા, પરંતુ ફહરતના બોલ પર તેઓ આઉટ થયા હતા. યુવરાજ સિંહની વિકેટ પડ્યા બાદ જ રાહુલ દ્રવિડે ઈનિંગ ડિકલેર કરી હતી અને સામેની બાજુ 194 રને નોટઆઉટ રહેલા સચિન તેંડુલકરને બેવડી સદી ન ફટકારવા દીધી. જાડેજાની આ ઈનિંગ સચિન તેંડુલકરની તે ઈનિંગ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

લોકો દ્રવિડ અને રોહિતને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી રહ્યા છે

સર જાડેજાની તોફાની બેટિંગ
રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 228 બોલમાં અણનમ 175 રન કર્યા છે. આની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. એટલું જ નહીં આ મેચમાં જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર સિક્સર ફટકારીને 150 રનનો આંકડો પૂરો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે આ જાડેજાની ટેસ્ટ કારકિર્દીની બીજી જ સદી છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની 11મી સદી છે. આની પહેલા સર જાડેજાએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 100 રન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...