તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્ડિયન ક્રિકેટના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ન રમે એવી સંભાવના છે. જાડેજાને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T-20 સિરીઝની પહેલી મેચમાં કેનબરા ખાતે હેમસ્ટ્રિંગની ઇજા થઇ હતી તેમજ તેને મેચની છેલ્લી ઓવરમાં સ્ટાર્કની બોલિંગમાં માથામાં પણ બોલ વાગ્યો હતો. નોંધનીય છે કે માથામાં ઇજા થઇ હોઈ તેને કન્કશન ઇન્જરી કહેવામાં આવે છે.
32 વર્ષીય જાડેજા 50 ટેસ્ટના માઈલસ્ટોનથી માત્ર 1 ટેસ્ટ દૂર છે. તે 17 ડિસેમ્બરથી એડિલેડ ખાતે શરૂ થનાર પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં નહિ રમે એવી સંભાવના વધારે છે.
ICCના પ્રોટોકોલ અનુસાર 7થી 10 દિવસનો આરામ જરૂરી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રોટોકોલ અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને માથામાં બોલ વાગે એ પછી તેને 7થી 10 દિવસ આરામ કરવો જરૂરી છે. જાડેજાને 4 ડિસેમ્બરના રોજ માથામાં બોલ વાગ્યો હતો. એનો મતલબ કે જડ્ડુ 11 ડિસેમ્બરે સિડની ખાતે થનારી ડે-નાઈટ પ્રેક્ટિસ મેચમાં રમી શકશે નહીં. તેવામાં ટીમ મેનેજમેન્ટ તેને મેચ પ્રેક્ટિસ વગર 17 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટમાં રમાડે એવી સંભાવના બહુ ઓછી છે.
હેમસ્ટ્રિંગની ઇજા વકરી હોય તો બીજા ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે
કન્કશનમાં રિપોર્ટ્સ નોર્મલ આવે તો હેમસ્ટ્રિંગની ઇજાનું સ્ટેટસ નક્કી કરશે કે જાડેજા કેટલો સમય ટીમની પ્લેઈંગ-11થી દૂર રહે છે. હેમસ્ટ્રિંગની ઇજા તેને મિનિમમ 1 અને મેક્સિમમ 2 ટેસ્ટ મેચની બહાર કરી શકે છે. ઇન્ડિયા-A અને ઓસ્ટ્રેલિયા-A વચ્ચે ચાલતી પ્રેક્ટિસ મેચમાં કમેન્ટેટર્સે ઓન-એર કહ્યું હતું કે જાડેજા કન્કશનને લીધે ત્રણ અઠવાડિયાં ક્રિકેટ ફિલ્ડથી દૂર રહેશે, જ્યારે BCCIનાં સૂત્રોએ કહ્યું હતું કે જાડેજા કન્કશનમાંથી સારી રીતે રિકવર થઇ રહ્યો છે, પરંતુ હેમસ્ટ્રિંગમાંથી સંપૂર્ણ સ્વસ્થ થતાં થોડો સમય લાગી શકે છે.
જાડેજાએ 49 ટેસ્ટમાં 35.26ની એવરેજથી 1 સદી અને 14 ફિફટીની મદદથી 1869 રન બનાવ્યા છે તેમજ બોલ સાથે 213 શિકાર કર્યા છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.