તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Jaddu's Deadly Bowling And Fielding Changed The Look Of The Match, Users Said Now Sir Jadeja Will Convert Water Into Wine Too

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયામાં છવાયો રવિન્દ્ર:જડ્ડુની ઘાતક બોલિંગ અને ફિલ્ડિંગે મેચનું રૂપ બદલી નાખ્યું, યુઝર્સે કહ્યું- હવે તો વોટરને પણ વાઈનમાં કન્વર્ટ કરશે સર જાડેજા

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 338 રનમાં ઓલઆઉટ થઈ છે. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથનો અમૂલ્ય ફાળો હતો.. તેણે પોતાના કરિયરની 27મી સદી ફટકારતા 131 રન કર્યા. જોકે, સ્મિથની શાનદાર સદીને પડછાયામાં રાખવાનું કામ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કર્યું છે.

એક સમયે, કાંગારું 450-500 જેવો મોટો સ્કોર રજિસ્ટર કરાવશે તેવું લાગી રહ્યું હતું. તેમણે માત્ર 2 વિકેટ ગુમાવીને 206 રન કર્યા હતા. જોકે, તે પછી જાડેજાના જાદુ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઘૂંટણિયે બેસી ગયા અને યજમાન ટીમની ઇનિંગ્સ 338 રનમાં સમાપ્ત થઈ ગઈ. જાડેજાએ બોલ સાથે તરખાટ મચાવતા 18 ઓવરમાં 3 મેડન સહિત 62 રન આપીને 4 વિકેટ ઝડપી. તે ઉપરાંત સ્ટીવ સ્મિથને રનઆઉટ પણ કર્યો. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાના બંને ટોપ-2 સ્કોરરને પેવેલિયન ભેગા કરવામાં તે સફળ રહ્યો હતો. તેણે માર્નસ લબુશેનનો પણ શિકાર કર્યો હતો. લબુશેન 9 રન માટે સદી ચૂક્યો હતો. આ સિવાય બાપુએ મેથ્યુ વેડ, પેટ કમિન્સ અને નેથન લાયનની વિકેટ લીધી.

જાડેજાનો ટેસ્ટમાં ઘરની બહાર શ્રેષ્ઠ દેખાવ:

  • 6/138 vs સાઉથ આફ્રિકા, જોહાનેસબર્ગ 2013/14
  • 5/152 vs શ્રીલંકા, કોલંબો, 2017
  • 4/62 vs ઓસ્ટ્રેલિયા, સિડની 2020/21 (આજે)

સોશિયલ મીડિયામાં છવાયો રવિન્દ્ર:

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser