તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Jaddu Was Hit On The Head By Starc In The 20th Over, On The Ground As His Connection Substitute Under The New Rule; Australian Coach Raised Objections

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જડ્ડુને 20મી ઓવરમાં સ્ટાર્કનો બોલ માથે વાગ્યો, નવા નિયમ મુજબ તેના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે ચહલ મેદાનમાં; કોચ લેન્ગરે ગ્રાઉન્ડ પર મેચ રેફરી બૂન સાથે કર્યો કકળાટ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જાડેજાને 20મી ઓવરમાં સ્ટાર્કનો બોલ માથે વાગ્યો હતો. તેના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે મેચ રેફરીએ ચહલને રમવાની મંજૂરી આપી. ઓફ સ્પિનર જાડેજાને લેગ સ્પિનર ચહલે રિપ્લેસ કરતા ઓસ્ટ્રેલિયન કોચ લેન્ગરે વાંધો ઉઠાવ્યો. - Divya Bhaskar
જાડેજાને 20મી ઓવરમાં સ્ટાર્કનો બોલ માથે વાગ્યો હતો. તેના કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે મેચ રેફરીએ ચહલને રમવાની મંજૂરી આપી. ઓફ સ્પિનર જાડેજાને લેગ સ્પિનર ચહલે રિપ્લેસ કરતા ઓસ્ટ્રેલિયન કોચ લેન્ગરે વાંધો ઉઠાવ્યો.
 • કોચ લેન્ગરે કર્યો વિરોધ છતાં મેચ રેફરી ડેવિડ બૂને જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે ચહલને મંજૂરી આપી
 • કોઈ ખેલાડીને માથામાં વાગે તો તેને 'કન્કશન' ઇજા કહેવામાં આવે છે
 • નવા નિયમ મુજબ કોઈ ખેલાડી આ રીતે ઈજાગ્રસ્ત થાય તો ટીમ 'લાઈક ટુ લાઈક' રિપ્લેસમેન્ટ કરી શકે છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબરા ખાતે ત્રણ T-20 સિરીઝની પહેલી મેચમાં રવીન્દ્ર જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો હતો. જાડેજાને ભારતીય ઇનિંગ્સની 20મી ઓવરમાં મિચેલ સ્ટાર્કે નાખેલો બીજો બોલ માથે વાગ્યો હતો. ચહલ જે પ્લેઈંગ-11નો ભાગ નહોતો, તેણે 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી. ચહલે આરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ અને મેથ્યુ વેડને આઉટ કરીને ભારતને મેચ જિતાડી.

શું છે કન્કશન સબ્સ્ટિટયૂટ?
ઓગસ્ટ 2019માં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનાર એશિઝમાં સબ્સ્ટિટયૂટ ખેલાડીઓ સંબંધિત એક નવો નિયમ લાગુ પડ્યો હતો. કન્કશન ઇન્જરી થઇ હોય તો નવો ખેલાડી તેને રિપ્લેસ કરી શકે છે. માથામાં વાગ્યું હોય તે ઇજાને કન્કશન કહેવામાં આવે છે. જો કોઈને માથામાં વાગ્યું હોય તો નવા નિયમ મુજબ ટીમ તે ખેલાડીને રિપ્લેસ કરી શકે છે.

આ નિયમમાં નોંધ લેવા જેવી વાત એ છે કે જો કોઈ બોલર ઇજાગ્રસ્ત થયો હોય તો બોલર જ તેને રિપ્લેસ કરી શકશે. ક્રિકેટની ભાષામાં તેને 'લાઈક ટુ લાઈક' રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે ચહલ સામે વાંધો ઉઠાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે ચહલ સામે વાંધો ઉઠાવ્યો હતો.

ચહલને રિપ્લેસ કરાતાં કોચ લેન્ગરે વાંધો ઉઠાવ્યો
ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે જાડેજાના કન્કશન રિપ્લેસમેન્ટ તરીકે ચહલ આવતાં વાંધો ઉઠાવ્યો, કારણકે જાડેજા ઓફ-સ્પિનર છે, જ્યારે ચહલ લેગ-સ્પિનર છે અને કન્કશનના નિયમ મુજબ 'લાઈક ટુ લાઈક' રિપ્લેસમેન્ટની જ છૂટ આપી શકાય છે તેમજ જો જાડેજાની ઇજા સિરિયસ હતી તો ગ્રાઉન્ડ પર અંતિમ 4 બોલ પહેલાં તેનો કન્કશન ટેસ્ટ કરવામાં આવ્યો કેમ નહોતો?

જાડેજાની તોફાની ઇનિંગ્સ થકી ભારતે ફાઇટિંગ ટોટલ રજિસ્ટર કર્યો
જાડેજાએ ભારતીય ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતાં 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44* રન કર્યા, જ્યારે વિરાટ કોહલી, શિખર ધવન, મનીષ પાંડે નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેયે મળીને માત્ર 12 રન કર્યા હતા. ત્યાં જાડેજાએ ફિનિશરની ભૂમિકા ભજવીને ભારતને મેચમાં જીવંત રાખ્યું.

મેચ પછી ચહલ અને ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે હાથ મિલાવ્યા હતા.
મેચ પછી ચહલ અને ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે હાથ મિલાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો