બાઉન્ડરી રોકવા જતા ગંભીર ઈજા:NZ વિરૂદ્ધ લોર્ડ્સ ટેસ્ટમાં જેક લીચ ઈજાગ્રસ્ત થયો, ઊંધા માથે પટકાઈ જતા ખેલાડી ગભરાઈ ગયા; મેચથી બહાર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિકેટ પ્રેમીઓ ટેસ્ટ ક્રિકેટની આતુરતાથી રાહ જોતા હોય છે. એવું માનવામાં આવે છે કે ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓના કૌશલ્યની ખરાખરીની કસોટી થાય છે. તેવામાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થયો હતો. તેવામાં મેચના પહેલા જ દિવસે એક ચોંકાવનારી દુર્ઘટના થઈ હતી.

ન્યૂઝીલેન્ડની ઈનિંગની છઠ્ઠી ઓવરમાં ઈંગ્લેન્ડનો મુખ્ય સ્પિનર ​​જેક લીચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને મેચમાંથી બહાર થઈ ગયો હતો. બાઉન્ડરી રોકવા જતા લીચ ઊંધા માથે જમીન પર પટકાયો હતો. જેના કારણે બે ઘડી તે ડઘાઈ ગયો હતો. આ દરમિયાન મેચને પણ રોકવી પડી હતી. તેની આવી સ્થિતિ જોઈને ફેન્સ તથા અન્ય સાથી ખેલાડી પણ ચિંતિત થઈ ગયા હતા.

છઠ્ઠી ઓવરના બીજા બોલ પર લીચ ઈજાગ્રસ્ત
ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેએ ડ્રાઇવિંગ લેન્થ પર મળેલા બોલને હિટ કર્યો હતો. જે બેટની આઉટ સાઈડ એડ્જ લઈને ગલી અને બેકવર્ડ પોઈન્ટ વચ્ચેથી બાઉન્ડરી તરફ જઈ રહ્યો તો. આ દરમિયાન જેક લીચ બેકવર્ડ પોઈન્ટથી દોડ લગાવી બોલને રોકવા આવ્યો હતો. તેણે સફળતાથી ડાઈવ મારી ફિલ્ડિંગ તો કરી પરંતુ બાઉન્ડરી લાઈનની બહાર તે ઊંધા માથે પટકાયો હતો.

સ્પોર્ટ્સમેન સ્પિરિટનું અનોખું દ્રષ્ટાંત
અહીં જેક લીચ પીડાથી કણસતો રહ્યો અને બીજી બાજુ ઈંગ્લેન્ડની સાથે ન્યૂઝીલેન્ડના મેડિકલ સ્ટાફ સાથે જોડાયેલા લોકો પણ લીચ તરફ દોડી આવ્યા હતા. તેઓએ સાથે મળીને જેક લીચને પ્રાથમિક સારવાર આપી હતી. માથામાં ઈજાના કારણે લીચને મેચમાંથી બહાર થવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...