VIDEOમાં જુઓ શ્વાસ થંભાવી દેનારા છેલ્લા 4 બોલ:અય્યરે ચોગ્ગો માર્યો અને પછી આઉટ થયો, બે બોલ પહેલા ઋષભે આ રીતે મેચને પલટાવી દીધી

16 દિવસ પહેલા
  • મેચની છેલ્લી ઓવર ઘણી રોમાંચક રહી હતી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમને 165 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિત એન્ડ કંપનીએ આ ટાર્ગેટ 19.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવ્યું હતું. મેચની છેલ્લી ઓવર ઘણી રોમાંચક સાબિત થઈ હતી. છેલ્લા 4 બોલ શ્વાસ થંભાવી દેનારા હતા. મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી. ભારતને જીતવા માટે 10 રનની જરૂર હતી. ક્રિઝ પર પંત વેંકટેશ અય્યર હાજર હતા. છેલ્લી ઓવર કેપ્ટન ટિમ સાઉથીએ મિશેલના હાથમાં બોલ આપ્યો. આવો અમે તમને આ ઓવરની સંપૂર્ણ વાત જણાવીએ.

તે ચાર બોલનો રોમાંચ

પ્રથમ બોલ: મિશેલે તેની પ્રથમ મેચ રમતા અય્યરને વાઈડ બોલ ફેંક્યો. હવે ભારતને 6 બોલમાં 9 રનની જરૂર હતી. પ્રથમ લીગલ બોલ પર અય્યરે ડીપ મિડ-વિકેટ પર શાનદાર ફોર ફટકારી હતી.

બીજો બોલ: મિચેલે વાપસી કરતાં આગળના બીજા જ બોલ પર અય્યરને આઉટ કર્યો હતો

ત્રીજો બોલ: હવે હબરતને ચાર બોલમાં પાંચ રનની જરૂર હતી. અય્યર બાદ બેટિંગ કરવા માટે ક્રીઝ પર અક્ષર પટેલે એક રન બનાવ્યો હતો.

ચોથો બોલ: હવે જીતવા માટે 3 રનની જરૂર હતી. મિશેલે છેલ્લો બોલ ઋષભ પંતના સ્લોટમાં નાખ્યો અને તેણે ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. ભારત પાસે બે બોલ બાકી રહેતા પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવ્યું હતું.

ટીમ ઈન્ડિયાની શાનદાર શરૂઆત અધવચ્ચે જ ખોરવાઈ ગઈ
ટાર્ગેટનો પીછો કરતા ભારતે સારી શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે 31 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ પછી રોહિત અને સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 59 રન ઉમેર્યા. આ ભાગીદારી બોલ્ટે રોહિત (48)ની વિકેટ લઈને તોડી હતી. ન્યુઝીલેન્ડની ત્રીજી વિકેટ પણ બોલ્ટના ખાતામાં આવી.

તેણે સૂર્યકુમાર યાદવ (62)ને બોલ્ડ કર્યો હતો. ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા શ્રેયસ અય્યર માટે પણ આ મેચ કંઈ ખાસ ન રહી હતી. તે 5 રન બનાવી આઉટ થયો હતો. પોતાની ડેબ્યુ મેચ રમી રહેલ વેંકટેશ અય્યર પણ ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો અને (4) રન બનાવીને ચાલ્યો હતો. અંતે, પંતનો ચોગ્ગો જ કામમાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...