વિરાટ સૌથી ખરાબ વન-ડે ફોર્મમાં:અય્યર 2022ના ટોપ વન-ડે સ્કોરર અને સિરાજ ભારતના ટોપ વિકેટ ટેકર બન્યા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિગ્ગજ બેટર વિરાટ કોહલી આ સમયે વન-ડે ક્રિકેટમાં પોતાના કરિયરના સૌથી ખરાબ ફોર્મમાં છે. 34 વર્ષિય બેટરે આ વર્ષે 18.90ની એવરેજથી 189 રન બનાવ્યા છે. બાંગ્લાદેશ સામેની છેલ્લી 2 ઇનિંગ્સમાં તેઓ 10 રન સુધી પણ પહોંચી શક્યા નથી. બુધવારે મીરપુરમાં રમાયેલી બીજી વન-ડેમાં કોહલીએ 5 રન ફટકાર્યા. આ મેચમાં 5 રેકોર્ડ બન્યા હતા. તેમાં વિરાટ કોહલીની બેટિંગ સિવાય નંબર-8નો હાઇએસ્ટ સ્કોર, વર્ષનો ટોપ સ્કોર જેવા 5 રેકોર્ડનો સમાવેશ થાય છે.

સૌથી પહેલા જુઓ 2022માં વન-ડે ઈન્ટરનેશનલમાં વિરાટ કોહલીનું પ્રદર્શન...

18.90ની એવરેજથી કોહલી રન બનાવી રહ્યા છે
ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી વન-ડેમાં 5 રન બનાવીને આઉટ થઈ ગયા. પહેલી વન-ડેમાં તેઓ માત્ર 9 રન જ બનાવી શક્યા. આ વર્ષે 10 વન-ડેમાં તેમણે માત્ર 18.90ની એવરેજથી રન બનાવ્યા. તેઓ માત્ર 2 અર્ધસદી જ ફટકારી શક્યા. 5 ઈનિંગમાં 10 સુધી પણ પહોંચી નથી શક્યા. 2008માં તેમની એવરેજ 31.80ની હતી. તે જ વર્ષે તેમણે ડેબ્યુ કર્યું હતું. ત્યારે 5 મેચમાં તેઓ 2 અર્ધસદી જ ફટકારી શક્યા.

2008 પછી વિરાટે 2015માં 36.64ની એવરેજથી રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને એક અર્ધસદી ફટકારી હતી. આ સિવાય કોઈ પણ વર્ષે તેમનો એવરેજ 43થી ઓછો રહ્યો નથી. આ આંકડા પરથી સ્પષ્ટ છે કે, વિરાટ પોતાના વન-ડે કરિયરમાં ડેબ્યુ પછી સૌથી ખરાબ ફોર્મમાં છે.

2020 અને 2021માં વન-ડેમાં વિરાટ એક પણ સદી નથી ફટકારી શક્યા. 2020માં રમેલી 9 મેચમાં તેમણે 47.88ની એવરેજથી રન બનાવ્યા હતા, જેમાં 5 અર્ધસદીનો સમાવેશ થાય છે. 2021માં તેમણે 3 મેચ રમી છે, તેમાં પણ 43ની એવરેજથી રન બનાવ્યા હતા.

નંબર-8 બેટરનો હાઇએસ્ટ સ્કોર
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે બીજી વન-ડેમાં 8માં નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેણે 83 બોલમાં 100 રનની નોકઆઉટ ઈનિંગ રમી. સાથે જ વન-ડેમાં નંબર-8 પર બેટિંગ કરતા હાઇએસ્ટ સ્કોરની બરાબરી પણ કરી છે. આયર્લેન્ડના સિમી સિંહે વેસ્ટઈન્ડિઝ સામે 8માં નંબરે બેટિંગ કરતા સદી ફટકારી હતી.

શ્રેયસ બન્યા 2022ના ટોપ સ્કોરર
ભારતના શ્રેયસ અય્યરે બીજી વન-ડેમાં 82 રનની ઈનિંગ રમી હતી. પરંતુ તેઓ પોતાની ટીમને જીત ન અપાવી શક્યા. તે સિવાય તેઓ 2022 વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યા. આ વર્ષે તેમણે 16 મેચમાં 721 રન ફટકાર્યા.

સિરાજ બન્યા ભારતના ટોપ વિકેટ ટેકર
ભારતના મોહમ્મદ સિરાજે બીજી વન-ડેમાં 2 વિકેટ લીધી. આ સાથે જ 2022માં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા છે. આ વર્ષે તેઓ 14 મેચમાં 23 વિકેટ લઈ ચૂક્યા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી વન-ડેમાં તેમણે 3 વિકેટ લીધી હતી. તેના પછી યુઝવેન્દ્ર ચહલે 14 મેચમાં 21 વિકેટ અને પ્રખ્યાત કૃષ્ણાએ 11 મેચમાં 19 વિકેટ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...