તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લાળના ઉપયોગ પર પ્રતિક્રિયા:અશ્વિને કહ્યું- બોલ પર લાળ લગાવવી મારી આદત, તેને છોડવી અઘરી: કમિન્સે કહ્યું- આનો કોઈ બીજો વિકલ્પ હોવો જરૂરી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રવિચંદ્રન અશ્વિનનો ફાઈલ ફોટો

કોરોનાવાયરસ પછી ક્રિકેટમાં ઘણા બદલાવ આવશે. તાજેતરમાં, અનિલ કુંબલેની આગેવાનીવાળી આઇસીસી ક્રિકેટ કમિટીએ બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. તેના પર વિશ્વભરના તમામ દિગ્ગજો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને કહ્યું કે બોલ પર લાળ લગાવવી તેની આદત છે. તેને છોડવી ખૂબ મુશ્કેલ રહેશે. જ્યારે, ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સે લાળની જગ્યાએ બીજા વિકલ્પની માંગ કરી છે.

અશ્વિને ઈન્સ્ટાગ્રામ પર દિલ્હી કેપિટલ્સ સાથે ચેટ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, "મને ખબર નથી કે હું મેદાનમાં ક્યારે પાછો ફરીશ. મારા માટે લાળ લગાડવી સ્વાભાવિક છે. આ ટેવ છોડવા માટે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. જો આપણે સાથે રહેવું હોય તો આપણે પ્રયાસ કરવો પડશે અને નવા નિયમ અપનાવવા પડશે."

બીજીતરફ, પેટ કમિન્સે કહ્યું કે, "જો લાળનો ઉપયોગ બંધ થાય તો અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ હોવો જોઈએ. પરસેવાનો ઉપયોગ કરવો ખરાબ નથી પરંતુ મને લાગે છે કે અમારી પાસે અન્ય કોઈ વસ્તુ હોવી પણ જરૂરી છે. પછી તે વેક્સ કે કોઈ આર્ટિફિશિયલ વસ્તુ હોય શકે છે. અમારે કોઈપણ રીતે બોલને ચમકાવવાનો હોય છે અને હું ખુશ છું કે તેમણે પરસેવાનો ઉપયોગ કરવા માટે છૂટ આપી છે."

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો