અયાઝ મેમણની કલમે...:ટેસ્ટ માટે પ્લેઇંગ 11 પસંદ કરવી મુશ્કેલ રહેશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યુઝીલેન્ડ સામે 18 જૂનથી શરૂ થઇ રહેલ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે પ્લેઇંગ 11 પસંદ કરવામાં સુકાની કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ઘણી તકલીફ થશે. ઇલેવનમાં બે સ્પિનર હોવા જોઇએ કે નહીં.? જો ત્રણ ફાસ્ટ બોલર પસંદ કરશે તો તે કોણ હશે.? રોહિતનો ઓપનિંગ પાર્ટનર કોણ હશે.? સ્પિનર્સને પસંદ કરવા લગભગ સૌથી મોટી મુશ્કેલી રહેશે.

ટીમમાં અશ્વિન અને જાડેજાના રૂપમાં બે અનુભવિ સ્પિનર છે. જ્યારે અક્ષર અને સુંદરના રૂપમાં બે નવા સ્પિનરો. અશ્વિનના અનુભવ અને હાલના ફોર્મના કારણે તે ટીમમાં પસંદગી માટેની રેસમાં આગળ હશે. જો બે સ્પિનર પસંદ કરવામાં આવે છે તો અશ્વિનની જગ્યા પાક્કી છે. તો જાડેજા અને અક્ષરની વચ્ચે મોટી ટક્કર જોવા મળશે. ઇંગ્લેન્ડ સામે સ્થાનિક સીરિઝમાં જાડેજા ઇજાગ્રસ્ત હતો.

અક્ષરે 4 ટેસ્ટમાં 27 વિકેટ ઝડપી હતી. જોકે મારુ માનવું છે કે જાડેજા પસંદ થશે. તેનો આંતરરાષ્ટ્રીય અનુભવ બોલ અને બેટથી વધુ શાનદાર રહ્યો છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિને જોઇએ તો માત્ર એક જ સ્પિનરની માંગ ઉભી થાય છે. જો ફિલ્ડીંગની રીતે જોઇએ તો જાડેજાનો હાથ ઉપર રહે છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની ગત સિઝનમાં તેનું પ્રદર્શન નજર અંદાજ ન કરી શકાય. ફાસ્ટ બોલરોને પસંદ કરવું પણ મુશ્કેલ કામ રહેશે.

ટીમમાં 6 ફાસ્ટ બોલર બુમરાહ, ઇશાંત, શમી, સિરાજ, શાર્દુલ, ઉમેશ છે. જો ત્રણ ખેલાડી રમશે તો મારી પસંદ બુરમાહ, ઇશાંત, શમી અને સિરાજ રહેશે. આમાંથી કોઇ એકને બહાર બેસવું પડશે. બુમરાહ વિશ્વના ટોપ 3 બોલરોમાં સામેલ છે. તેની અજીબ એક્શનનો સામનો કરવુ મુશ્કેલ છે. ઇશાંત સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષનો અનુભવ છે.

શમી ભારતનો સૌથી કુશળ ફાસ્ટ બોલરમાંનો એક છે. જો તેને જલદી રીધમ મળી જાય છે તો હરીફ ટીમને તકલીફ પડી જાય છે. ગત ઇંગ્લેન્ડના પ્રવાસમાં તે પ્રભાવશાળી રહ્યો હતો. યુવા સિરાજે ગત સિઝનમાં ડેબ્યુ કર્યા બાદ સતત પ્રગતિ કરી છે. કારણ કે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એટલા માટે પ્રવાસ પસંદગીકર્તા અનુભવ પર ભરોસો બતાવશે.

ખાસ કરીને બોલરો પર. બીજા ઓપનર માટે ગિલ અને મયંક દાવેદાર છે. જોકે મયંકે પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. તેમ છતા તેની પાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક દશકનો અનુભવ છે. જ્યારે ભારતે ગત સિઝનમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો ત્યારે ગિલને વધુ તક મળી ન હતી. પણ હવે તેને મોટી તકના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ભલે તે ઇંગ્લેન્ડ સામે મોટો સ્કોર ન કરી શક્યો.

અન્ય સમાચારો પણ છે...