તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે 24 ફેબ્રુઆરીના રોજ રમાશે. મેચના ચાર દિવસ પહેલાં ટીમ ઇન્ડિયાના નંબર-3 બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ મીડિયા સાથે ઝૂમ કોલ પર વાત કરી હતી. મોટેરા ખાતે રમેલી એકમાત્ર મેચને યાદ કરતાં પૂજારાએ કહ્યું કે, "એ મારી સગાઈ પછીની પ્રથમ મેચ હતી. તે હંમેશા મારા માટે સ્પેશિયલ રહેશે."
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2012માં ઇંગ્લેન્ડ સામેની એ ટેસ્ટમાં પૂજારાએ પ્રથમ ઇનિંગ્સમાં 206* અને બીજી ઇનિંગ્સમાં 41* રન કર્યા હતા. ભારત 9 વિકેટે જીત્યું હતું અને ઇંગ્લિશ ટીમ એકપણ વાર ચેતેશ્વરને આઉટ કરી શકી નહોતી. તેણે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં પૂજા પબારી સાથે સગાઈ કરી હતી.
Eagerly waiting to step out and play at the impressive Motera!
— cheteshwar pujara (@cheteshwar1) February 20, 2021
Congratulations to @JayShah and the @GCAMotera team on building a fantastic stadium!#indvseng #pinkballtest pic.twitter.com/JWCTwKHZqq
કરિયરની પ્રથમ બેવડી સદી
પૂજારાએ મોટેરા ખાતે પોતાના કરિયરની પ્રથમ બેવડી સદી મારી હતી. તે મેચની પ્રથમ ઇનિંગ્સમાં 15 નવેમ્બર 2012ના રોજ પૂજારાએ 389 બોલમાં 21 ફોરની મદદથી 206 રન કર્યા હતા. જ્યારે બીજી ઇનિંગ્સમાં 51 બોલમાં 41* રન કર્યા હતા. ભારતે 77 રનનો ટાર્ગેટ 1 વિકેટ ગુમાવી ચેઝ કર્યો હતો. પૂજારાએ મેચમાં કુલ 564 મિનિટ બેટિંગ કરી હતી. ભારતે ફર્સ્ટ ઇનિંગ્સમાં 8 વિકેટે 521 રન કર્યા હતા, જવાબમાં 191 રનમાં ઓલઆઉટ થતાં ભારતે ઇંગ્લેન્ડ પર ફોલો-ઓન કર્યું હતું. બીજા દાવમાં તેમણે 406 રન કરીને ભારતને 77 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
2012માં મોટેરાની પિચ
પૂજારાએ કહ્યું કે, તે સમયે પિચ સ્પિનર્સ માટે મદદગાર હતી. બેટ્સમેનને પણ સારી બેટિંગ કરે તો શોટ્સ માટે વેલ્યુ મળતી હતી. તે સિવાય રેડ બોલ સારી રીતે રિવર્સ પણ થઈ રહ્યો હતો.
પિચ પર ગ્રાસ કવર અંગે
પૂજારાએ કહ્યું કે, પિન્ક બોલ ટેસ્ટમાં પિચ પર ગ્રાસ કવર તો હોય જ છે. જોકે, હજી મેચ શરૂ થવામાં 3-4 દિવસની વાર છે, તો અત્યારથી કહી શકાય નહીં કે, પિચ પર કેટલું ઘાસ રહેશે કે નહીં રહે. એસજી બોલ અને કૂકાબૂરા બોલથી રમવામાં ફર્ક પડે છે. બંને બોલની પોતપોતાની વિશેષતા છે. અમે માત્ર 2 પિન્ક ટેસ્ટ રમ્યા છીએ તેથી એક પ્લેયર તરીકે મારા માટે એ અંગે કહેવું અઘરું છે કે પિચ પર કેટલી ગ્રાસ હોવી જોઈએ.
પિન્ક બોલમાં અનુભવ સાથે દેખાવ સુધરશે
આ બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બહુ મહત્ત્વની છે. અમે સારો દેખાવ કરી ફાઇનલમાં પહોંચીશું તેવો વિશ્વાસ છે. અમને પિન્ક બોલનો બહુ અનુભવ નથી. જેમ-જેમ પિન્ક બોલથી વધુ ટેસ્ટ રમીશું તેમ-તેમ અમારી રમત સુધરતી જશે. જોકે, આગળ જતાં કેટલી ટેસ્ટ રમીશું તે અંગેનો અંતિમ નિર્ણય BCCI લેશે.
નવા સ્ટેડિયમ અને નવી પિચ અંગે
પૂજારાએ કહ્યું કે, આ બહુ સુંદર સ્ટેડિયમ છે. અહીં અમે બે વખત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો. બધા અહીં ટેસ્ટ રમવા ઉત્સુક છે. પિચ અંગે અંદાજો લગાવવો અઘરો છે. પ્રથમ દિવસે રમીશું પછી પિચનો અસલી મિજાજ ખબર પડશે. અત્યારે પિચ માટે કોઈપણ પ્રિડીક્શન કરવું અઘરું છે. ઓસ્ટ્રેલિયામાં રમ્યા ત્યારે બોલ સિમ થઈ રહ્યો હતો. કલાકની બેટિંગના લીધે તે પિન્ક ટેસ્ટ ગુમાવી હતી. જોકે, આ મેચ અહીંયા છે. અમને ખબર છે કે, અમે સારું પ્રદર્શન કરીશું.
ટર્નિંગ vs સિમિન્ગ ટ્રેક
અમુક ઇંગ્લિશ ક્રિકેટર્સે ચેન્નઈ ખાતે બીજી ટેસ્ટમાં પિચની ટીકા કરી હતી. તે અંગે પૂજારાએ કહ્યું કે, ટર્નિંગ ટ્રેક પર રમવું મુશ્કેલ છે, પરંતુ એ ખતરનાક પિચ નથી. એવું કોઈ માપદંડ નથી કે બોલ કેટલો ટર્ન થવો જોઈએ. અમે સિમ થતો હોય તેવી પિચ પર રમીએ તો ત્યારે પણ મેચ 3 દિવસમાં જ પતી જાય છે. ઓસ્ટ્રેલિયામાં ચોથા અને પાંચમા દિવસે બાઉન્સના લીધે રમવામાં જોખમ હોય છે. ત્યારે એક ટીમ તરીકે અમને કોઈ ફરિયાદ હોતી નથી. વિદેશી ટીમને ટર્નિંગ ટ્રેક પર રમવાની આદત હોતી નથી, જેમ તેઓ વધુ મેચ રમશે, તેમ તેઓ પણ ટેવાઈ જશે.
હાર્દિક ત્રીજી ટેસ્ટમાં રમશે?
હાર્દિક પંડ્યાએ ત્રીજી ટેસ્ટ પહેલાં ટીમ સાથે નેટ્સમાં ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. શું તે ત્રીજી ટેસ્ટમાં રમશે કે કેમ? આ અંગે પૂજારાએ કહ્યું કે, ટીમ સિલેક્શન વિશે અત્યારે મને કંઈપણ પણ કહેવાની પરવાનગી નથી. મેનેજમેન્ટ નક્કી કરશે કે, ફાઇનલ પ્લેઈંગ-11માં કોને તક મળે છે.
ઝાકળનો પ્રભાવ રહેશે
પૂજારાએ કહ્યું કે, ઝાકળનો હંમેશા પ્રભાવ રહે છે. વ્હાઇટ બોલમાં ડ્યું સાથે કેમ રમવું તે બધાને ખબર પડી ગઈ છે. પિન્ક ટેસ્ટમાં ત્રીજા સેશનમાં સામાન્યપણે ઝાકળ જોવા મળે છે. વાતાવરણ જોતાં થોડી ઘણી ડ્યું તો જોવા મળશે જ.
IPLમાં પરત ફરીને ખુશ છું
પૂજારાએ કહ્યું કે, IPLમાં પરત ફરીને ખુશ છું. મને ચાન્સ આપવા બદલ ચેન્નઈ સુપરકિંગ્સનો આભાર. હું હંમેશા શોર્ટર ફોર્મેટમાં રમવા માગતો હતો. IPLમાં રમીશ તેનો મતલબ એ નથી કે કાઉન્ટીમાં રમવા નહીં મળે. IPL સમાપ્ત થશે તે પછી ટાઇમ રહેશે જ. તે ઉપરાંત અમે ઇંગ્લેન્ડ ટૂર પહેલાં બે પ્રેક્ટિસ મેચ રમવાના છીએ. અંતે તે સમયે જે યોગ્ય લાગશે એ પ્રમાણે નિર્ણય લઈશ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.