• Gujarati News
  • Sports
  • Cricket
  • "It Was My Wife's Birthday And Trent Bolt Dropped My Catch And Gave Me The Perfect Gift," Said Suryakumar.

પહેલી T-20ના રસપ્રદ કિસ્સા:સૂર્યકુમારે કહ્યું- પત્નીનો જન્મ દિવસ હતો અને ટ્રેંટ બોલ્ટે મારો કેચ છોડી પરફેક્ટ ગિફ્ટ આપી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતે જયપુરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 T-20 મેચની સિરીઝની પહેલી મેચમાં જીત દાખવી છે. આ મેચમાં જીતનો હિરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરતા 40 બોલમાં 62 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યાદવને આ ઈનિંગ દરમિયાન એક જીવનદાન પણ મળ્યું હતું, ઉલ્લેખનીય છે કે 17 નવેમ્બરે તેની પત્નીનો જન્મ દિવસ પણ હતો, જેથી તેણે આમાં વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની પત્નીને સારી ભેટ આપી હતી.

સૂર્યકુમાર યાદવે બોલ્ટને થેન્ક્યૂ કહ્યું
યાદવની પત્નીનો બર્થ ડે હોવાથી તે સારી ઈનિંગ રમી પરફેક્ટ ગિફ્ટ આપવા મેદાનમાં ઉતર્યો હતો. તેવામાં ટ્રેંટ બોલ્ટે યાદવનો સરળ કેચ છોડી મહત્ત્વપૂર્ણ જીવનદાન આપ્યું હોવાથી પોસ્ટ મેચ શો દરમિયાન બોલ્ટને થેન્ક્યૂ કહ્યું હતું.

સૂર્યકુમારે ગેમની સ્ટાઈલ અંગે કહ્યું હતું કે મેં છેલ્લા 3-4 વર્ષોમાં આવી રીતે જ ગેમ રમી છે. હું પ્રેક્ટિસ સેશન દરમિયાન જે કરું છું, તેવું જ પ્રદર્શન ક્રીઝ પર કરવા માગું છું. હું પોતાના પર પ્રેશર નાખતો હોઉ છું, જેથી આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં જઈને આના પર વિચાર કરી શકું.

સૂર્યકુમાર યાદવે રોમેન્ટિક પોસ્ટ શેર કરી
યાદવે પોતાની પત્નીને બર્થ ડેની શુભેચ્છા પાઠવવા માટે વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં સૂર્યકુમાર યાદવે 'એક લડકી કો દેખા તો એસા લગા' નું ગીત ઉમેરી તેના વિવિધ ફોટોઝનો સ્લાઈડ શો પોસ્ટ કર્યો હતો.

રાહુલ-રોહિત યુગની શરૂઆત
જયપુરમાં રમાયેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં રોમાંચક જીત દાખવી ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું. આ જીતની સાથે રાહુલ-રોહિતના યુગની શરૂઆત પણ થઈ ગઈ છે. રવિ શાસ્ત્રીની કોચિંગ અને વિરાટ કોહલીના T-20 ટીમની કેપ્ટનશિપથી દૂર થયા પછી રોહિત-દ્રવિડની નવી ઈનિંગ શરૂ થઈ ગઈ છે.

ન્યૂઝીલેન્ડે 164 રન કર્યા
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા કીવી ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 164 રન કર્યા છે. માર્ટિન ગપ્ટિલે (70) અને માર્ક ચેપમેને (63) રનની ઈનિંગ રમી હતી. ભારત માટે આર અશ્વિન અને ભુવનેશ્વર કુમાર 2-2 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. 165 રનના ટાર્ગેટને રોહિત એન્ડ કંપનીએ 19.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. જીતમાં મેન ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવે આક્રમક ઈનિંગ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...