તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL 2021:રવીન્દ્ર જાડેજા આગામી સિઝન રમી શકશે કે નહીં તે નક્કી નથી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જાડેજા અંગુઠાની ઇજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝની વચ્ચેથી જ બહાર થઇ ગયો હતો. - Divya Bhaskar
જાડેજા અંગુઠાની ઇજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝની વચ્ચેથી જ બહાર થઇ ગયો હતો.
 • જાડેજા હાલ બેંગ્લોર NCAમાં રિહાબની ટ્રેનિંગ લઈ રહ્યો છે
 • IPLની 14મી સીઝન આગામી 9 એપ્રિલથી શરૂ થશે

IPL 2020માં સાતમાં સ્થાન પર રહેનાર ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ વાપસી કરવા માટે તૈયાર છે. પણ ટીમ પોતાના મહત્વના ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજા આગામી સિઝન રમી શકશે કે નહીં તે નક્કી નથી. જાડેજા અંગુઠાની ઇજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝની વચ્ચેથી જ બહાર થઇ ગયો હતો. IPL (ઈન્ડિયન પ્રિમિયર લીગ)ની 14મી સીઝન આગામી 9 એપ્રિલથી શરૂ થશે.

તે હાલ બેંગલોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) માં ટ્રેનિંગ કરી રહ્યો છે. ચેન્નઈની સીઈઓ વિશ્વનાથે કહ્યું કે, અમને નથી ખ્યાલ કે જાડેજા ક્યારે ટીમ સાથે જોડાશે. વિશ્વનાથે જણાવ્યું કે પુજારા-ફ્લેમિંગ સહીત ટીમના ઘણા સભ્યો મુંબઈ પહોંચી ગયા છે. 27 કે 28 થી ટીમનો કેમ્પ શરૂ થઇ જશે. એક અનુમાન એવું પણ લગાવાઈ રહ્યું છે કે જાડેજા પ્રારંભિક મેચમાં બહાર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો