તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્ટરવ્યુ:એ જરૂરી નથી કે અમે સ્વાભાવિક રમત રમીએ, બીજા દેશોની નકલ કરવાનો પ્રયાસ ન કરો: માઇક હેસન

મુંબઈ3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • ન્યૂઝીલેન્ડ 6 વર્ષમાં ત્રીજી આઈસીસી ફાઇનલ રમી રહી છ

ન્યૂઝીલેન્ડને મળેલી હાલની સફળતા અવિશ્વસનીય છે. ટીમ 6 વર્ષમાં ત્રણ આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચી છે. 2015 અને 2019 વર્લ્ડ કપ બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના કોચિંગ સ્ટાફ દ્વારા અપનાવવામાં આવેલ નવી નીતિઓના કારણે ટીમ આ સ્થિતિએ પહોંચી છે. એક વ્યક્તિ જેણે ટીમના ઉદયમાં મોટી ભૂમિકા નિભાવી તે માઇક હેસન. પૂર્વ મુખ્ય કોચ અને પસંદગીકર્તા હેસનના નામે ન્યૂઝીલેન્ડ માટે સૌથી લાંબા સમય સુધી કોચ રહેવાનો રેકોર્ડ છે. 46 વર્ષના હેસન 6 વર્ષ સુધી કોચ હતા. ન્યૂઝીલેન્ડ ક્રિકેટની સ્થિતિ સુધારવા અને ટોચ સુધી લઇ આવવામાં તેની ઘણી મહત્ત્વની ભુમિકા રહી છે. તેની વાતચીતના અંશ...

  • જ્યારે કોચ બન્યા ત્યારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને લઇને દ્રષ્ટિકોણમાં શું બદલાવ આવ્યો.? તે કઇ સીરિઝ હતી, જ્યારે તમને લાગ્યું કે ન્યૂઝીલેન્ડની રમત બદલાઇ રહી છે.?

અમે બધાએ મહેસુસ કર્યું છે કે અમે એક ટીમના રૂપમાં પોતાની પ્રતિભાનો મહત્ત્મ ઉપયોગ નથી કરી રહ્યા. અમારે ‘રમતની શૈલી’ ઓળખવાની જરૂર હતી. જે ટીમના રૂપમાં અમારી માટે અનુકુળ હોય અને અમારૂ પ્રતિનિધિત્વ કરે. આ જરૂરી હતું કે અમે અમારી સ્વાભાવિક રમત રમીએ. બીજા દેશોની નકલ કરવાની કોશિશ ન કરીએ. મને લાગે છે કે અમારામાં 2013માં સ્થાનિક સીરિઝ સમયે સુધાર આવવાનો શરૂ થયો હતો.

  • ન્યૂઝીલેન્ડના કોચ તરીકે અને સિલેક્ટર તરીકે તમારી ફિલોસોફી શું હતી, જેમાં સ્થાનિક ક્રિકેટથી ખેલાડીઓને પસંદ કરવામાં મદદ કરી.?

પસંદગી એક પ્રોસેસ છે. વ્યક્તિગત રીતે જ્યારે હું કોઇ ખેલાડીને ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરૂ છું, ત્યારે તેનુ બધી જ રીતે નિરિક્ષણ કરૂ છું કે તે ખેલાડીમાં સફળ થવાના ગુણ છે કે નહી. તે ખેલાડીમાં એક ખરાબ મેચ કે સીરિઝથી વિચારમાં બદલાવ આવતો નથી. જો તેના વિશે સારી રીતે સ્ટડી કરવામાં આવે તે સફળતાના ચાન્સ વધુ હોય છે.

  • શું તમને લાગે છે કે સુકાની તરીકે મેક્કુલમ અને કોચ તરીકે તમે જે કર્યું તે હાલની સફળતાનું પરિણામ છે?

સફળતાનો શ્રેય સીનિયર ખેલાડીઓને આપવો જોઇએ. હાલની ટીમમાં ઘણા ખેલાડીઓ છે જેણે દેશના સારા ખેલાડી તરીકે પોતાને નામના મેળવી છે. મારા સમયમાં મેક્કુલમ અને વિલિયમ્સનને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયો હતો કે અમે કેવી ટીમ ઇચ્છીએ છીએ. ટીમ કઇ રીતે સતત આગળ વધી રહી છે અને સફળ થઇ રહી છે તે જોવું શાનદાર અનુભવ કરાવી રહી છે.

  • તમે સૌથી લાંબા સમય સુધી ન્યુઝીલેન્ડના કોચ રહ્યા. પણ કરાર પુરો થવાના પહેલા જ જતાં રહ્યા. એવું કેમ.?

રાષ્ટ્રીય ટીમનું કોચ બનવું એ મોટી જવાબદારી છે. તમારે ત્યા સુધી નિભાવવું જોઇએ, જ્યા સુધી તમે તેની માટે સક્ષમ હોવ. મારી પાસે જે કઇ પણ હતું, મે આપ્યું. પણ જ્યારે મને લાગ્યું કે હવે મારી પાસે ટીમને આપવા માટે કઇ પણ નથી ત્યારે હું આગળ વધી ગયો. જેથી કોઇ અન્ય વ્યક્તિ આવીને ટીમને આગળ લઇ જઇ શકે. જુલાઈ 2018 માં ગેરી સ્ટીડે જવાબદારી સંભાળ્યા બાદ સારૂ કામ કર્યું છે.

  • કોચ સ્ટીડે તમારા સારા કામને આગળ વધાર્યું. શું ન્યૂઝીલેન્ડનો દબદબો આવનારા ભવિષ્યમાં કાયમ રહેશે.?

કોચની સૌથી મોટી જવાબદારી સફળતાનો પ્લાન હોય છે. સ્ટીડે હાઈ પર્ફોર્મન્સ ટીમની સાથે મળીને ટીમને સંભાળવી અને તૈયાર કરવામાં મહત્વની ભુમિકા ભજવી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પાસે મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓ ન હોવાથી અમે ઘણા સ્માર્ટ રીતે ખેલાડીઓનો વિકાસ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...