તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇશાંતની 300ના ક્લબમાં એન્ટ્રી:19 વર્ષની ઉંમરે કર્યું હતું ડેબ્યુ, 300 વિકેટ લેવા 13 વર્ષ અને 314 દિવસ લીધા; ભારતીય બોલર્સમાં સૌથી વધારે

અમદાવાદએક મહિનો પહેલા
 • ડેબ્યુમાં બાંગ્લાદેશના મશરફે મુર્તઝાને આઉટ કરીને કરિયરની પ્રથમ વિકેટ લીધી હતી
 • કરિયરમાં ઝડપેલી 300માંથી 152 વિકેટ ધોની હેઠળ લીધી, કોહલીની કપ્તાનીમાં 110 વિકેટ લીધી

ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચોથા દિવસે ડેન લોરેન્સને LBW કરીને ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી. તે આ સિદ્ધિ મેળવનાર ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો છે. તેની પહેલાં કપિલ દેવ અને ઝહીર ખાન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઓવરઓલ 300 ટેસ્ટ વિકેટ લેનાર ઇશાંત છઠ્ઠો ભારતીય અને દુનિયાનો 35મો બોલર બન્યો છે. તેણે 19 વર્ષની વયે ડેબ્યુ કરતાં 25 મે 2007ના રોજ બાંગ્લાદેશના મશરફે મુર્તઝાને આઉટ કરીને કરિયરની પ્રથમ વિકેટ લીધી હતી.

ઇશાંતે ટેસ્ટમાં સૌથી ધીમી 300 વિકેટ પૂરી કરી
લંબુ તરીકે ઓળખાતા ઇશાંતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ધીમી 300 વિકેટ પૂરી કરી છે. આ માટે તેણે સૌથી વધુ 98 ટેસ્ટ લીધી. અગાઉ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીના નામે હતો. વિટ્ટોરીએ આ સિદ્ધિ મેળવવા 94 ટેસ્ટ લીધી હતી.

કેપ્ટનટેસ્ટવિકેટબોલિંગ એવરેજ
મહેન્દ્રસિંહ ધોની4715236.65
વિરાટ કોહલી3711023.93
અનિલ કુંબલે92438.00
વિરેન્દ્ર સહેવાગ3935.22
અજિંક્ય રહાણે1411.25
રાહુલ દ્રવિડ1149.00
કુલ9830032.29

બોલિંગ એવરેજ એટલે બોલર એક વિકેટ ઝડપવા માટે કેટલા રન આપે છે.

ભારતમાં પૂરી કરી વિકેટની સદી

ઇશાંત શર્માએ ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન ભારતમાં 100 વિકેટ પૂરી કરી. તે અત્યાર સુધીમાં 101 વિકેટ લઈ ચૂક્યો છે. ભારતની બહાર ઇશાંતે સૌથી વધુ 43 વિકેટ ઇંગ્લેન્ડમાં લીધી છે. વેસ્ટ ઇન્ડિઝમાં તેણે 41 વિકેટ લીધી છે.

કરિયરના ફેઝવિકેટબોલિંગ એવરેજ
પ્રથમ 33 ટેસ્ટ10632.60
34-66 ટેસ્ટ9441.34
અંતિમ 32 ટેસ્ટ10023.47
98 ટેસ્ટ30032.29

​​​​​​દરેક ભારતીય બોલરને 300 વિકેટ સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો:

બોલરટેસ્ટસમય
રવિચંદ્રન અશ્વિન546 વર્ષ, 18 દિવસ
અનિલ કુંબલે6611 વર્ષ, 132 દિવસ
હરભજન સિંહ7210 વર્ષ, 226 દિવસ
કપિલ દેવ838 વર્ષ, 80 દિવસ
ઝહીર ખાન8913 વર્ષ, 38 દિવસ
ઇશાંત શર્મા9813 વર્ષ, 314 દિવસ

67% વિકેટ ટોપ-6 બેટ્સમેનની લીધી
ઇશાંતે મોટાભાગની વિકેટ ટોપ અને મિડલ ઓર્ડરની લીધી. તેણે 300માંથી 202 વિકેટ ટોપ-6 બેટ્સમેનની લીધી છે. ઓપનર્સને તેણે કુલ 72 વાર આઉટ કર્યા. જ્યારે નંબર 3 અને નંબર 4ને 31 વાર પેવેલિયન ભેગા કર્યા. નંબર 5ને 32 અને નંબર 6ને 31 વાર આઉટ કર્યા.

ઇશાંત શર્માની માઈલસ્ટોન વિકેટ

પ્રથમ વિકેટમશરફે મુર્તઝા (2007)પ્રથમ ટેસ્ટ
50મી વિકેટડેનિયલ વિટ્ટોરી (2009)17મી ટેસ્ટ
100મી વિકેટડેરેન સેમી (2011)33મી ટેસ્ટ
150મી વિકેટહેમિશ રધરફોર્ડ (2014)54મી ટેસ્ટ
200મી વિકેટએન્જલો મેથ્યુઝ (2015)65મી ટેસ્ટ
250મી વિકેટજો રૂટ (2018)86મી ટેસ્ટ
300મી વિકેટડેનિયલ લોરેન્સ (2021)98મી ટેસ્ટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો