• Gujarati News
  • Sports
  • Cricket
  • Ishant Said: Former Captain Dhoni Has Always Supported Me, Even After Playing 50 60 Tests He Never Said He Was Looking For An Alternative.

માહીના વખાણ:ઇશાંતે કહ્યુ- પૂર્વ કેપ્ટન ધોનીએ હંમેશા મને સપોર્ટ કર્યો, 50-60 ટેસ્ટ રમ્યા પછી પણ તેમણે ક્યારેય ન કહ્યું કે મારો વિકલ્પ શોધી રહ્યા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇશાંતે કહ્યું- હું હંમેશા ધોનીએ આપેલા રોલ પર જ ફોકસ કરતો હતો. એ જ કારણ છે કે, ટેસ્ટમાં મારા આંકડા એવરેજ હોવા છતાં તેમણે હંમેશા મારા પર વિશ્વાસ કર્યો. -ફાઇલ ફોટો - Divya Bhaskar
ઇશાંતે કહ્યું- હું હંમેશા ધોનીએ આપેલા રોલ પર જ ફોકસ કરતો હતો. એ જ કારણ છે કે, ટેસ્ટમાં મારા આંકડા એવરેજ હોવા છતાં તેમણે હંમેશા મારા પર વિશ્વાસ કર્યો. -ફાઇલ ફોટો
  • ઇશાંત શર્માએ કહ્યું- 97 ટેસ્ટ રમ્યા પછી પણ એવરેજ અને સ્ટ્રાઈક રેટ સમજી શક્યો નથી, મેં આ વસ્તુઓને ક્યારેય મહત્ત્વ આપ્યું નથી
  • ઇશાંતે ટેસ્ટમાં 297 વિકેટ લીધી છે, તેમાંથી 110 વિકેટ છેલ્લા 5 વર્ષમાં ઝડપી છે

ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે હંમેશાં મને સપોર્ટ કર્યો છે. 50-60 ટેસ્ટ રમ્યા પછી પણ તેમણે ક્યારેય કહ્યું નહીં કે તે મારો વિકલ્પ શોધી રહ્યા છે. ઇશાંતે કહ્યું કે 97 ટેસ્ટ રમ્યા પછી પણ હું એવરેજ અને સ્ટ્રાઇક રેટને સમજી શક્યો નથી. મેં આ બાબતોને ક્યારેય મહત્ત્વ આપ્યું નહોતું. ઇશાંતે આ વાત ESPN ક્રિકેઇન્ફોના શો 'ક્રિકેટ બાઝી' પર કહી હતી.

32 વર્ષીય ફાસ્ટરે કહ્યું કે, જો હું તેને સમજી શકતો નથી, તો હું તેના પર કેવી રીતે વિશ્વાસ કરી શકું? સરેરાશ અને સ્ટ્રાઇક રેટ એક આંકડો છે. જો હું ભારતમાં બોલિંગ કરું છું અને કેપ્ટન મને કહે છે કે તારે એવી રીતે બોલિંગ કરવી પડશે કે 20 ઓવરમાં 40થી વધારે રન ન આપ, બાકી વિકેટ લેવાનું કામ સ્પિનર્સ કરશે, તો હું એમ જ બોલિંગ કરીશ.

ધોનીએ આપેલા કામ પર ફોકસ કરતો હતો

  • ઇશાંતે કહ્યું કે, હું માત્ર કેપ્ટન ધોનીએ આપેલી ભૂમિકા પર ફોકસ કરતો હતો. તેથી જ પૂર્વ ભારતીય કેપ્ટનને ટેસ્ટ ક્રિકેટમાં મારા બોલિંગના આંકડા એવરેજ હોવા છતાં પણ મારો વિશ્વાસ કર્યો હતો.
  • મારા માટે તે મહત્વનું નથી કે મારી બોલિંગની સરેરાશ 37 છે. હું હંમેશા ધોનીના સંપર્કમાં રહ્યો અને તેમણે મને સપોર્ટ કર્યો.

કરિયરની 33%થી વધુ વિકેટ છેલ્લા 5 વર્ષમાં લીધી

  • ઇશાંતે છેલ્લા 5 વર્ષમાં 35 ટેસ્ટમાં 23.8ની એવરેજથી 110 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે એક ઇનિંગ્સમાં 5 વાર 5 વિકેટ લીધી છે.
  • ઓવરઓલ તેણે, 97 ટેસ્ટમાં 32.29ની એવરેજથી 297 વિકેટ લીધી છે. વનડે કરિયરમાં તેણે 80 મેચમાં 5.72ની ઇકોનોમીથી 115 વિકેટ લીધી છે.