ટીમ ઈન્ડિયામાંથી યંગસ્ટર્સ 'આઉટ':શું શ્રેયસ અય્યર સાથે પણ કરુણ નાયર જેવું થઈ રહ્યું છે?, ત્રિપલ સેન્ચુરી ફટકારી છતાં ટીમમાંથી બહાર; રહાણેને પણ તક ના અપાઈ

13 દિવસ પહેલા

ડેબ્યૂ મેચમાં સદી મારી હોવા છતાં શ્રેયસ અય્યરને ટીમની બહાર રખાતા ઘણા સવાલો ઊઠી રહ્યા છે. એટલું જ નહીં ન્યૂઝીલેન્ડ સામે વિરાટની ગેરહાજરીમાં શ્રેયસને તક મળી હતી, તેવામાં બીજી મેચ પહેલા કોહલી ઈજાગ્રસ્ત થતા રાહુલને કેપ્ટન બનાવાયો છે. વળી છેલ્લા ઘણા સમયથી અજિંક્ય રહાણે હાઈસ્કોર નોંધાવી શક્યો નથી તેવામાં હજી પણ ટીમમાં તેને તક અપાતા એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે શું કરુણ નાયર સાથે જે થયું તે શ્રેયસ સાથે પણ થશે? તો ચલો રહાણે અને કરુણ નાયરને યોગ્ય તક ન મળવા પાછળ કયું કારણ રહ્યું છે તેના પર નજર ફેરવીએ....

કરુણ નાયર ફાઈલ ફોટો.
કરુણ નાયર ફાઈલ ફોટો.

રહાણે ટીમમાંથી બહાર હતો ત્યારે કરુણને તક મળી, ત્રિપલ સેન્ચુરી ફટકારી
2016માં ઇંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં અજિંક્ય રહાણેની ગેરહાજરીમાં કરુણ નાયરને ટીમમાં તક મળી હતી. આ મેચમાં તેણે 303 રન કર્યા હતા અને ઈન્ડિયન ટીમને જીત સુધી દોરી ગયો હતો. ત્યારે બીજી મેચમાં રહાણે પરત ફરતા કરુણ નાયરને ટીમમાં પસંદ નહોતો કરાયો. જેના કારણે તે પોતાની લય ગુમાવી બેઠો અને ત્યારપછી કરુણને 5 ઈનિંગમા તક મળી છતા 54 રન જ કરી શક્યો હતો. જેથી તે લગભગ ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

તેવામાં શું આ ખેલાડીને પણ રહાણેને અત્યારે જેટલી તક મળી રહી છે અને આગળ મળી છે એટલી આપવી જોઈતી હતી કે નહીં? એવો સવાલ ફેન્સ પણ કરવા લાગ્યા હતા. જોકે હવે આવું જ શ્રેયસ અય્યર જોડે ન થાય તે વિચારવાનો વિષય છે.

વિરાટ બહાર થતાં હનુમા વિહારીને તક મળી
મીડિયા અહેવાલો પ્રમાણે બીજી ટેસ્ટ મેચમાં શ્રેયસ અય્યરની તબિયત ખરાબ હોવાથી આ મેચમાં રમી શક્યો નહોતો. પરંતુ શું ત્રીજી ટેસ્ટ મેચમાં ઈન્ડિયન ટીમ પુજારા-રહાણેને વધુ એક તક આપશે કે પછી યુવા ખેલાડી પૈકી શ્રેયસને તક મળશે? આ સવાલ અત્યારે દરેકના મનમાં ઊઠી રહ્યો છે.

શ્રેયસને વન-ડેમાં પણ વધુ તક મળી નથી
શ્રેયસ અય્યરને ઈન્ડિયન ક્રિકેટ ટીમની લિમિટેડ ઓવર સ્ક્વોડમાં ઘણીવાર તક મળી છે. જેનો ફાયદો ઉઠાવી શ્રેયસે વનડે અને T20 ટીમમાં તેણે ઘણી હાઈસ્કોરિંગ ઈનિંગ પણ રમી હતી. આ દરમિયાન સારુ પ્રદર્શન હોવા છતા ટેસ્ટ મેચની જેમ લિમિટેડ ઓવરમાં તેને યોગ્ય તક મળી શકી નથી. જોકે વચ્ચે શ્રેયસને ખભામાં ઈજા પહોંચતા તેને ફટકો પડ્યો હતો. આ દરમિયાન સૂર્યકુમારે ચોથા નંબર પર ઘણી સારી બેટિંગ કરી ટીમમાં લગભગ સ્થાન નક્કી કરી લીધું છે.

અનુભવી બેટરને વધુ તક આપવા જતાં યુવા ધન ગુમાવવું યોગ્ય ખરું?
અત્યારે ટીમ ઈન્ડિયામાં રહાણે અને પુજારા સતત નિષ્ફળ જઈ રહ્યા છે. તેવામાં ભારત પાસે વિકલ્પો હોવા છતાં યુવા ખેલાડીઓને વધુ તક મળી શકતી નથી. ઉલ્લેખનીય છે કે બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં આ બે બેટર ફેલ રહેતા હવે ત્રીજી ટેસ્ટમાં ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...