તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડ સેફ્ટી શ્રેણીનો ચોથો ક્રિકેટર સંક્રમિત:ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ,વુમન્સ T-20 ટીમની કપ્તાન હરમનપ્રીત કોર પણ સંક્રમિત

નવી દિલ્હી2 મહિનો પહેલા
છત્તીસગઢના રાયપુરમાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સે ટ્રોફી જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં 7 દેશના 93 ખેલાડીએ ભાગ લીધો હતો.
 • ઈરફાને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં કોમેન્ટરી પણ કરી હતી

થોડા દિવસ પહેલાં રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં રમનારા ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમની પહેલાં આ સિરીઝના સચિન તેંડુલકર, ઇરફાનના ભાઈ યુસુફ પઠાણ અને સુબ્રહ્મણ્યમ બદ્રીનાથનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇરફાને આ સિરીઝમાં પાર્થિવ પટેલ અને આકાશ ચોપડા સાથે કોમેન્ટરી પણ કરી હતી. તે સિવાય ઇન્ડિયન વુમન્સ T20 ટીમની કપ્તાન હરમનપ્રીત કોરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઇરફાને સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે ‘મેં લક્ષણો ન હોવા છતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી હું ઘરે ક્વોરન્ટીન થયો છું. મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને મારી અપીલ છે કે તેઓ પણ પોતાની તપાસ કરાવી લે. બધા જ માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.’

ઇન્ડિયા લિજેન્ડ્સમાં સામેલ સચિન સિવાય યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ જેવા મોટા ક્રિકેટર પણ રમ્યા હતા.
ઇન્ડિયા લિજેન્ડ્સમાં સામેલ સચિન સિવાય યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ જેવા મોટા ક્રિકેટર પણ રમ્યા હતા.

ડ્રેસિંગ રૂમમાં સચિન સાથે બધા ખેલાડીઓ હાજર હતા
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રમવામાં આવી હતી. એ દરમિયાન 16મી માર્ચે ડ્રેસિંગ રૂમમાં લિજેન્ડ્સના ખેલાડીઓ સાથે કેપ્ટન સચિન તેંડુલકરે કેક કાપી હતી. સચિને આ દિવસે જ ક્રિકેટ કરિયરમાં 100 સદી ફટકારી હતી. આ સેલિબ્રેશનમાં ઇરફાન પઠાણ, યુવરાજ, યુસુફ, મોહમ્મદ કૈફ અને પ્રજ્ઞાન ઓઝા સહિત અન્ય ખેલાડીઓ પણ સામેલ થયા હતા.

સિરીઝ સામે ઊભા થયા સવાલો
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ એક ખાનગી ટૂર્નામેન્ટ છે, જેમાં બીસીસીઆઈની મંજૂરી લેવાની જરૂર પડતી નથી. આમાં માત્ર ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા ક્રિકેટરો જ રમ્યા હતા. કોરોનાના કેસ વધ્યા હોવા છતાં આયોજકોએ દર્શકોને મેચ જોવા માટે મેદાનમાં આવવાની મંજૂરી આપી હતી. આ દરમિયાન બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી સિરીઝમાં દર્શકોને એન્ટ્રી ન આપવાનો નિર્ણય લીધો હતો. એ છતાં રોડ સેફ્ટી સિરીઝમાં દર્શકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. તેમાંના કેટલાક દર્શકો તો માસ્ક વગર જોવા મળ્યા હતા, જેને કારણે સિરીઝના આયોજકો સામે ‘કેવા પ્રકારના બાયો-બબલ બનાવ્યા હતા?’ એવા સવાલો ઊભા થઈ રહ્યાં છે.

હરમનપ્રીત કોર પણ કોરોના પોઝિટિવ, ઘરે સેલ્ફ-આઇસોલેશનમાં
ભારતીય વુમન્સ T-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કોર પણ કોરોના પોઝિટિવ છે. માઈલ્ડ લક્ષણો હોવાથી હરમને સોમવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકા સામેની અંતિમ વનડેમાં ઈજાગ્રસ્ત થતાં હરમન તેમની સામે લખનઉ ખાતેની T-20માં નહોતી રમી. તે અત્યારે પોતાના ઘરે સેલ્ફ-આઇસોલેશનમાં છે. ટીમ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, સાઉથ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન બધા ખેલાડીઓનો રેગ્યુલર ટેસ્ટ થતો હતો. તેથી હરમન શ્રેણી પછી જ સંક્રમિત થઈ હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો