છેલ્લી ઓવરમાં 24 રન બનાવીને જીતી ન્યુઝીલેન્ડ:આયરલેન્ડે 301નો આપ્યો હતો ટાર્ગેટ, બ્રેસવેલે છેલ્લી ઓવરમાં 24 રન ફટકારીને ટીમને જીત અપાવી

ડબલિન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • એક તબક્કે 120/5 પર હતું ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડે છેલ્લી ઓવરમાં આયરલેન્ડને હરાવીને જીત મેળવી હતી. એક વિકેટ હાથમાં હતી ત્યારે ન્યુઝીલેન્ડે છેલ્લી ઓવરમાં 24 રન ચેઝ કરી જીત મેળવી હતી. આ સાથે વનડેના ઈતિહાસમાં કોઈ ટીમે છેલ્લી ઓવરમાં આટલા રન મારીને જીત મેળવી હોય તેવું પહેલી વખત બન્યું છે.

ન્યુઝીલેન્ડ તરફથી સાતમા નંબરનાં બેટ્સમેન માઈકલ બ્રેસવેલે આ કારનામું કરી બતાવ્યુ છે. એક ઓવરમાં ટીમને જ્યારે 20 રનની દરકાર હતી, ત્યારે બ્રેસવેલ 103 રને હતો. અને તે ન્યુઝીલેન્ડ માટે મહત્વનો બેટ્સમેન હતો. તેણે છેલ્લી ઓવરની પહેલી પાંચ બોલમાં જ પાંચ બાઉન્ડ્રી ફટકારીને ટીમને જીત અપાવી હતી. જેમાં ત્રણ ચોક્કા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આયરલેન્ડ તરફથી છેલ્લી ઓવર ક્રેગ યંગે નાખી હતી.

3 મેચની સિરિઝની પહેલી મેચમાં આયરલેન્ડે 50 ઓવરમાં 300 રન ફટકાર્યા હતા. જેમાં આયરલેન્ડનાં હેરી ટેક્ટરે 113 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડે 1 બોલ બાકી રાખીને 301 રનનો ટાર્ગેટ પાર પાડ્યો હતો.

એક તબક્કે 120/5 પર હતું ન્યુઝીલેન્ડ
301 રનનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ એક તબક્કે 120/5 પર હતી. પરંતુ આ સમયે બ્રેસવેલે ટીમને ઉગારીને જીત અપાવી હતી. તેણે 82 બોલમાં 127 રન કર્યા હતા.

વનડેનાં ઈતિહાસમાં આ સાથે એવું પહેલી વખત બન્યું છે કે કોઈ ટીમે છેલ્લી ઓવરમાં 20 કે તેથી વધુ રન ફટકારીને જીત મેળવી હોય. આ પહેલા આવું 1987માં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 18 રન ફટકાર્યા હતા.