તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL:વિવો સ્પોન્સરમાંથી આઉટ, બોર્ડને વર્ષે 440 કરોડ મળતા હતા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવો અને બીસીસીઆઈ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. - Divya Bhaskar
વિવો અને બીસીસીઆઈ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
  • વિવોનો કરાર 2022 સુધી છે, 2023 સુધી વધારવામાં આવી શકે છે

ચીનની મોબાઇલ કંપની વિવો આઇપીએલની વર્તમાન સિઝનના ટાઈટલ સ્પોન્સરમાંથી ખસી ગઈ છે. જોકે વિવો અને બીસીસીઆઈ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. વિવો દર વર્ષે બોર્ડને તેના માટે 440 કરોડ રૂપિયા ચૂકવે છે. વિવો 2017થી ટાઈટલ સ્પોન્સર છે. તેનો કરાર 2022માં ખતમ થવાનો હતો પણ હવે તેને નવી શરતો સાથે 2023 સુધી વધારવામાં આવી શકે છે.

રવિવારે યોજાયેલી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વિવો સાથે કરારને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તેના આગામી દિવસે જ તમામ ફ્રેન્ચાઈઝીઓ સાથે બેઠક યોજાઈ હતી. મોટા ભાગની ફ્રેન્ચાઈજી આ વાતથી નારાજ હતા. વિવો સાથે કરાર ચાલુ રાખવા પર આરએસએસ સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચ સહિત અનેક લોકોએ બોર્ડના નિર્ણયની ટીકા કરી હતી. ગલવાન ખીણમાં 15 જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. તેના બાદથી ચીનની કંપનીઓની ટીકા થઈ રહી છે. અનેક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકાયો છે.

બોર્ડના એક અધિકારીએ કહ્યું કે સ્પોન્સરશિપ અંગે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સાથે કંપનીના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઇ હતી. બોર્ડ પાસે આટલા ઓછા સમયમાં નવા સ્પોન્સરને શોધવા મુશ્કેલ છે. આ વખતે ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યુએઇમાં રમાશે. જોકે તેનાથી ફ્રેન્ચાઈઝીને વધુ નુકસાન નહીં થાય. તમામ ફ્રેન્ચાઈઝીને વિવો તરફથી દર વર્ષે લગભગ 20-20 કરોડ રૂપિયા મળતા હતા.

અન્ય સમાચારો પણ છે...