તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RCB ટીમનું SWOT એનાલિસિસ:કોહલી-ડિવિલિયર્સ અને મેક્સવેલ પર રહેશે જવાબદારી, ડેથ ઓવરમાં બોલિંગ હજુ નબળી

7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • IPL-14ની સાત મેચમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી, પરંતુ તેની ઇકોનોમી પણ 7.35ની હતી

IPL-14નો ફેઝ-2 UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેના પહેલા ફેઝમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે પ્રશંસનીય ફોર્મ દાખવીને પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે પોતાનું સ્થાન કાયમ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે RCBએ પહેલા ફેઝની 7 મેચમાંથી 5 મેચ જીતી છે, જ્યારે 2માં હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ્સ ટેબલમાં વિરાટની બોલ્ડ આર્મી 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર જરૂર છે પરંતુ શું તે RCBના ફેન્સને ટ્રોફીની ભેટ આપી શકશે કે કેમ એ જોવાજેવી થશે.

ફેઝ-2ની શરૂઆત પહેલા ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. ફ્રેન્ચાઈઝીએ દુષ્મંતા ચમીરા, વાણિંદુ હસરંગા, ટિમ ડેવિડ અને જોર્જ ગાર્ટનને સામેલ કર્યા છે. આના સિવાય હેડ કોચ સાઇમન કેટિચે રાજીનામું આપ્યા પછી ટીમના 'ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન' માઇક હેસનને હેડ કોચ બનાવાયા છે. આ ફેરફાર પછી ટીમ વધુ મજબૂત થઈ ગઈ છે.

તો ચલો આપણે RCB ટીમનું SWOT એનાલિસિસ કરીએ. એટલે કે ટીમની સ્ટ્રેન્થ (Strength), નબળાઈ (Weakness), તક (Opportunity) અને જોખમ (Threat)નું વિશ્લેષણ.

સ્ટ્રેન્થ-1 આક્રમક અને મજબૂત બેટિંગ ઓર્ડર
RCBની ટીમ આ લીગની સૌથી સફળ ટીમોમાંની એક છે. બેટિંગ લાઇન-અપમાં, ટીમ પાસે એક કરતા વધુ ખેલાડીઓ છે. ફેઝ-1 દરમિયાન કેપ્ટન કોહલી અને દેવદત્ત પડિકલ ઓપનિંગ કરતા જોવા મળ્યા હતા. તે જ જોડી ફેઝ-2 દરમિયાન પણ ઇનિંગની શરૂઆત કરતી જોવા મળશે. ત્યારપછી, એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ મિડલ ઓર્ડરને મજબૂત કરતા જોવા મળશે. RCB દ્વારા આ વર્ષે મેક્સવેલને 14.25 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને તેણે ફેઝ-1 દરમિયાન સારુ પ્રદર્શન દાખવી સિલેક્ટર્સના નિર્ણયને સાચો ઠેરવ્યો હતો.

વિરાટ લીગના ઇતિહાસનો સૌથી સફળ બેટ્સમેન છે. તેણે 199 મેચમાં 6076 રન કર્યા છે. તે જ સમયે, ડી વિલિયર્સ પણ આક્રમક અંદાજમાં જોવા મળ્યો છે અને તેણે 176 મેચમાં 5056 રનની સાથે ટીમને મુશ્કેલી પરિસ્થિતિમાંથી બહાર કાઢી છે. ગત સિઝનમાં દેવદત્ત પડિકલ 473 રન સાથે RCBનો ટોપ સ્કોરર રહ્યો હતો અને વર્તમાન સિઝનમાં તેણે સદી ફટકારી છે.

આ ઉપરાંત ટીમમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને ડેનિયલ ક્રિશ્ચિયન પણ છે, જે તેમની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. અઝહરુદ્દીને આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 194ના સ્ટ્રાઇક રેટ પર બેટિંગ કરીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. અઝહર અને ક્રિશ્ચિયન ટીમ માટે ફાઇન ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.

સ્ટ્રેન્થ-2 સ્પિન ડિપાર્ટમેન્ટ

 • UAE લેગમાં RCBએ પોતાની અન્ય 7 મેચ અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં રમવાની છે. આ દરમિયાન ટીમ દુબઈમાં 3 જ્યારે અબુ ધાબી અને શારજાહમાં 2-2 મેચ રમશે.
 • ટીમ પાસે અબુ ધાબી અને દુબઈના મેદાનની પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવવા માટે ઘણા સારા સ્પિનર્સ હાજર રહેશે. જેમાં યુઝવેન્દ્ર ચહલ, વાણિંદુ હસરંગા અને શાહબાજ અહેમદના નામ સામેલ છે. આની સાથે જ ગ્લેન મેક્સવેલ પણ પાર્ટ ટાઇમ સ્પિન બોલિંગ કરવા માટે સક્ષમ છે.
 • શાહબાઝ અહેમદ ફેઝ-1માં વિરાટ એન્ડ કંપની માટે સરપ્રાઈઝ પેકેજ સાબિત થયો હતો અને 7 મેચમાં 6 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ઈન્ડિયા સામેની સિરીઝમાં પણ હસરંગાએ પોતાની છાપ છોડી હતી.

નબળાઈઃ ડેથ ઓવરમાં બોલિંગ

 • વર્ષોથી RCB પાસે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટની તંગી રહી છે. અંતિમ ઓવર્સમાં હંમેશા ટીમના બોલર્સ પાણીની જેમ રન વહાવી રહ્યા છે.
 • આ સત્રમાં હર્ષલ પટેલે ટીમમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. કાઇલ જેમિસનને 15 કરોડમાં ખરીદીને ટીમે શરૂઆતમાં આક્રમક બોલિંગ કરીને વિકેટ ઝડપી હતી.
 • IPL-14ની સાત મેચમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી, પરંતુ તેની ઇકોનોમી પણ 7.35ની હતી. સિરાજ અલબત્ત વિકેટ લે છે, પરંતુ દર વખતે તે રન લૂંટાવતો જોવા મળે છે. IPLની 42 મેચમાં તેનો ઇકોનોમી રેટ 8.77 છે.

તક

 • આક્રમક બેટિંગ લાઇન-અપ, મજબૂત મિડલ ઓર્ડર અને બોલિંગ મિશ્રણને ધ્યાનમાં રાખીને, ટીમ પાસે અંતિમ ચારમાં સ્થાન મેળવવાની મોટી તક હશે.
 • ટીમના તમામ સ્પિન બોલરો સારી સ્થિતિમાં છે, જે આરસીબી માટે સારો સંકેત છે.
 • હર્ષલ પટેલે પહેલા ફેઝમાં 17 વિકેટ લીધી હતી. RCB બીજા ફેઝમાં પટેલ પાસેથી આવા જ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

જોખમ

 • RCBમાં વોશિંગ્ટન સુંદરની ગેરહાજરી અવશ્ય વર્તાશે. સુંદર પોતાના ઓલરાઉન્ડર ગેમ-પ્લેથી ટીમની સ્ટ્રેન્થ વધારતો હતો, પરંતુ આ વખતે તે ઈજાને કારણે ટુર્નામેન્ટનો ભાગ બની શકશે નહીં.
 • ગત સીઝનમાં, ટીમ UAEના મેદાન પર સતત પાંચ મેચ હારી હતી.
 • ટીમે UAEમાં કુલ 20 મેચ રમી છે. આમાં, ટીમ 9માં જીતી છે, જ્યારે 11માં હારનો સામનો કરવો પડ્યો છે.
 • આ મેદાન પર ટીમનો વિનિંગ રેશિયો માત્ર 45 જ છે.
 • લેગ સ્પિનર ​​વાણિંદુ હસરંગા, ફાસ્ટ બોલર દુશ્મંતા ચમીરા અને સિંગાપોરના બેટ્સમેન ટિમ ડેવિડને આઈપીએલનો અનુભવ નથી.
અન્ય સમાચારો પણ છે...