તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IPL Phase 2: Steve Smith Not Available For Delhi Capitals For IPL 2021 In UAE; Can Also Skip T 20 World Cup

સ્ટીવ સ્મિથ IPLમાં નહીં રમે:દિલ્હી કેપિટલ્સના સંકટમાં વધારો, અત્યારસુધી કુલ 9 ખેલાડીએ નામ પરત લીધા; 19 સપ્ટેમ્બરથી મેચ શરૂ થશે

એક મહિનો પહેલા
સ્ટીવ સ્મિથની ફાઇલ તસવીર
  • IPLના ફેઝ-1માં પણ સ્મિથ દવાઓ લઈને બેટિંગ કરવા મેદાનમાં રમવા આવતો હતો

IPL ફેઝ-2 પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમને ફટકો પડ્યો છે. ટીમનો મહત્ત્વપૂર્ણ ખેલાડી સ્ટીવ સ્મિથ ઈજાગ્રસ્ત હોવાથી લીગના બીજા તબક્કામાં ભાગ નહીં લે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, સ્મિથને કોણીમાં ઈજા પહોંચી છે અને ઓસ્ટ્રેલિયાના પોતાના વ્યસ્ત માળખાને ધ્યાનમાં રાખતા આરામ કરવાનો નિર્ણય કર્યો છે. 9 ખેલાડીએ પહેલાથી જ IPLમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. 19 સપ્ટેમ્બરથી લીગના બીજા ફેઝની શરૂઆત થઈ શકે છે.

સ્મિથે વિંડીઝ ટૂરથી નામ પરત લીધુ
ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્મિથે વેસ્ટઇન્ડિઝ ટૂરમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઓક્ટોબરમાં UAEમાં T20 વર્લ્ડ કપ રમાશે, તેમાં પણ સ્ટીવ સ્મિથ નહીં રમી શકે એવી માહિતી પણ સામે આવી રહી છે. સ્મિથે Cricket.com.au સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું પહેલા ફેઝમાં પણ કન્ફ્યૂઝ હતો. જ્યારે પણ હું બેટિંગ કરવા જતો હતો, ત્યારે મને દવા લેવી પડતી હતી. એક સમયે મને લાગ્યું હતું કે હું સાજો થઈ રહ્યો છું, પરંતુ હવે તબિયત ફરી ખરાબ થઈ ગઈ છે.

UAEમાં IPLની અન્ય મેચ રમાશે
IPL 2021ને કોરોના મહામારીના વધતા જતા કેસોને કારણે 4 મેએ સસ્પેન્ડ કરવામાં આવી હતી. ત્યારે લીગમાં 29 મેચ રમાઈ હતી. હવે આ લીગની બાકી રહેલી 31 મેચ UAEમાં રમાશે. આ મેચ ત્યાં 3 સ્ટેડિયમમાં રમાશે.

ટૂર્નામેન્ટની શરૂઆત 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે અને ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાઈ શકે છે. અત્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ ટોપ પર છે. વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા અને ધોનીની ટીમ CSK ત્રીજા ક્રમાંક પર છે.

અન્ય સમાચારો પણ છે...