શું આ વર્ષે IPL રમાશે?:મેગા ઓક્શનની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા, BCCIએ કહ્યું- અમે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે નિર્ણય લઈશું

21 દિવસ પહેલા
  • IPL 2022ના ઓક્શનમાં 10 ટીમો સામેલ

IPL ફરીથી નવા વર્ષે કોરોનાના સકંજામાં ફસાઈ શકે એમ લાગી રહ્યું છે. BCCIએ તાજેતરમાં જ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની સાથે સીકે નાયડૂ ટ્રોફી અને સીનિયર મહિલા T-20 લીગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેવામાં હવે મીડિયા રિપોર્ટ્સના આધારે IPL મેગા ઓક્શનની તારીખોમાં પણ ફેરફાર થઈ શકે છે.

આમ જોવા જઈએ તો IPL મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગ્લોરમાં આયોજિત થવાનું છે, પરંતુ કોરોનાના વધતા જતા કેસને જોતા BCCI સામે મોટો પડકાર ઊભો થશે. તેવામાં મીડિયાના અહેવાલોના આધારે જોવા જઈએ તો બોર્ડ મેગા ઓક્શનની તારીખો તથા સ્થળ બદલી શકે છે.

BCCI સરકારની માર્ગદર્શિકાની રાહ જોવે છે
મીડિયા સાથે વાતચીત દરમિયાન BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે અમે કોરોનાની સ્થિતિ પ્રમાણે આગળ વધીશું. અત્યારે હજુ સુધી તારીખ અને સ્થળ નક્કી જ છે પરંતુ સરકારની માર્ગદર્શિકા પ્રમાણે જો તેમાં કંઈ ફેરફાર કરવાની જરૂર જણાશે તો અમે કરીશું.

ઓક્શનના આયોજનનો PLAN-B
BCCIના સૂત્રોએ મીડિયા સાથે ચર્ચા દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્લાન-B પણ નિશ્ચિત જ છે. જ્યારે ઓક્શનની તારીખો નજીક આવશે તેમ અમે સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ વધારે કરીશું. તેવામાં જો જરૂર જણાશે તો અમે શોર્ટ નોટિસ આપી ઓક્શનનું સ્થળ બદલી દઈશું.

આ દરમિયાન અમારે એ પણ જાણવું પડશે કે કઈ રાજ્ય સરકાર અમને આની અનુમતિ આપે છે તથા તેના પ્રોટોકોલ કેવા રહેશે. આના સિવાય ટ્રાન્સપોર્ટેશનથી લઈ અન્ય માપદંડો પર નજર રાખી અમે આગળ કામ કરીશું.

IPL 2022ના ઓક્શનમાં 10 ટીમો સામેલ
IPLની 15મી સિઝનમાં 10 ટીમો સામેલ થશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલા ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

અન્ય સમાચારો પણ છે...