તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આઈપીએલ-14 માટે બે નવી ટીમને સામેલ કરવા અંગે બીસીસીઆઈમાં એકમત નથી. અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સહિત કેટલાક ટોચના અધિકારી ટીમોને સામેલ કરવા માગે છે, જ્યારે બીજા કેટલાકને શંકા છે. 24 ડિસેમ્બરે મળનારી એજીએમમાં અંતિમ નિર્ણય લેવાશે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, ‘નવી ટીમને સામેલ કરવા માટે સમય ઘણો ઓછો છે. આટલા ટૂંકા ગાળામાં ટેન્ડર, ખેલાડીઓની હરાજી વગેરે મુશ્કેલ છે.
ટીમ સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડરને આટલા ઓછા સમયમાં એક પ્લેટફોર્મ પર ભેગા કરવા મુશ્કેલ છે. અમારું માનવું છે કે, નવી ટીમ આઈપીએલ 2022 માટે જોડવી જોઈએ’. લીગની 14મી સિઝન એપ્રિલમાં શરૂ થશે. જુના અધિકારી પણ 2022 પહેલા નવી ટીમ જોડવાના આઈડિયા સાથે સહમત નથી. અધિકારીએ કહ્યું કે, ‘બ્રોડકાસ્ટ ડીલ આઈપીએલ-2021 પછી સમાપ્ત થઈ જશે. ત્યાર પછી ટીમને જોડવાથી બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ અને અન્ય કોમર્શિયલ પાર્ટનરશિપથી થતી રકમ પણ આપમેળે વધી જશે.’ બીજા અધિકારીએ કહ્યું કે, 8ના સ્થાને 10 ટીમ થવાથી 94 મેચ થશે.
બેમાંથી એક ટીમ અમદાવાદની હશે
જો બીસીસીઆઈની એજીએમમાં નવી ટીમ ઉમેરવાનો નિર્ણય લેવાશે તો એક ફ્રેન્ચાઈઝી અમદાવાદની હશે. બીજી ટીમ લખનઉ કે કાનપુરની હશે. પુણે પણ રેસમાં છે. રિપોર્ટ્સ મુજબ 9મી ટીમ અદાણી કે સંજીવ ગોયન્કા ગ્રુપઆરપીએસજીની હોઈ શકે છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.