ગૌતમે સિક્રેટ માહિતી છતી કરી:ગંભીરે લખનઉ ટીમના નામ અંગે ઘટસ્ફોટ કર્યો, જાણો IPLની નવી ટીમના નામકરણ સહિત 'A' અને 'N'નું રહસ્ય

8 દિવસ પહેલા
  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપ્યું
  • TATAએ ચાઈનીઝ કંપની VIVOની હકાલપટ્ટી કરી, 2023થી TATA IPL તરીકે લીગ ઓળખાશે

ગૌતમ ગંભીરે IPLની નવી ટીમ લખનઉનું નામ જાહેર કરતી એક પોસ્ટ શેર કરી છે. ગંભીરે ઈન્સ્ટાગ્રામ પર ટીમના સંપૂર્ણ નામના 2 અક્ષર સમજી શકાય એવી માહિતી શેર કરી છે. ઉલ્લેખનીય છે કે IPL 2022માં 2 નવી ટીમ રમતી જોવા મળશે. જેમાં આ સીઝનથી અમદાવાદ અને લખનઉ એમ 2 ફ્રેન્ચાઈઝી સામેલ થઈ છે. મંગળવારે આ બંને ફ્રેન્ચાઈઝીને BCCIએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. હવે આ બંને ટીમો જલદીથી પોતપોતાના ખેલાડી અને કોચિંગ સ્ટાફની યાદી જાહેર કરી શકે છે. તેવામાં હવે આ બંને ટીમનું ઓફિશિયલ નામ શું હશે એ અંગે સસ્પેન્સ યથાવત છે.

ગંભીરે શેર કરેલી પોસ્ટમાં જોવા જઈએ તો A અને N કેપિટલમાં હોય એમ જોવા મળે છે.
ગંભીરે શેર કરેલી પોસ્ટમાં જોવા જઈએ તો A અને N કેપિટલમાં હોય એમ જોવા મળે છે.

A અને Nનું રહસ્ય શું છે?
ગૌતમ ગંભીરે ઈન્સ્ટાગ્રામમાં લખનઉની સાથે બીજા 3 અક્ષરો દેખાય એવી એક પોસ્ટ શેર કરી છે. ત્યારપછી 2 અક્ષર A અને N પણ જોઈ શકાય છે. તેવામાં સોશિયલ મીડિયામાં ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ ટીમનું નામ લખનઉ રેન્જર્સ (RANGERS) અથવા લખનઉ પેન્થર્સ (PANTHER) હોઈ શકે છે.

યૂઝર્સે લખનઉ રેન્જર્સ અથવા લખનઉ પેન્થર્સ નામ હોવાનું અનુમાન લગાવ્યું
યૂઝર્સે લખનઉ રેન્જર્સ અથવા લખનઉ પેન્થર્સ નામ હોવાનું અનુમાન લગાવ્યું

ગંભીરે કેપ્શનમાં સિક્રેટ માહિતી છતી કરી
ગૌતમ ગંભીરે કેપ્શનમાં લખ્યું છે કે 'શ..શ..શ..શ નામ ટૂંક સમયમાં જાહેર કરીશું. આના માટે થોડી રાહ જોવાની જરૂર છે. આની સાથે જ તેણે #નામ બનાવો, નામ કમાઓ અને ટીમ લખનઉનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં તેણે ફેન્સને પણ કહ્યું કે શું તમે આને સિક્રેટ રાખી શકો તેમ છો?

આ દરમિયાન ઘણા ફેન્સ મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા કેટલાક યૂઝર્સે ટીમનું નામ લખનઉ પાન મસાલા હોવાનું જણાવ્યું
આ દરમિયાન ઘણા ફેન્સ મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા કેટલાક યૂઝર્સે ટીમનું નામ લખનઉ પાન મસાલા હોવાનું જણાવ્યું

તમને જણાવી દઈએ કે લખનઉએ ગંભીરને મેન્ટોર અને એન્ડી ફ્લાવરને હેડ કોચ બનાવ્યો છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે ટીમ કે.એલ.રાહુલને પોતાની સાથે જોડી કેપ્ટન બનાવી શકે છે.

અમદાવાદ હાર્દિકની કેપ્ટનશિપમાં રમશે...વિગવાર માહિતી માટે અહીં ક્લિક કરો
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે હાર્દિક પંડ્યાને અમદાવાદના કેપ્ટનનું સુકાન સોંપાશે. આ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, જેના પરિણામે બોર્ડે એક કમિટિની રચના કરી યોગ્ય રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. તેવામાં કમિટિએ 2-3 સપ્તાહ પહેલા નિર્ણય સોંપી દેતા બોર્ડે આ CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દીધી છે. જોકે હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે BCCIએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

TATAએ ચાઈનીઝ કંપની VIVOની હકાલપટ્ટી કરી...વિગવાર માહિતી માટે અહીં ક્લિક કરો
ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO(વિવો) હવે IPLની ટાઈટલ સ્પોન્સર રહેશે નહીં. એને સ્થાને TATA ગ્રુપને IPLનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.

VIVO માત્ર 2022 સુધી IPLનું સ્પોન્સર રહેશે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી PTIને આ અંગે માહિતી આપી છે. મંગળવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...