તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IPL Auction 2021 Players List Update; Youngest And Oldest Players In Virat Kohli (RCB) MS Dhoni (CSK) And All Six Teams

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLમાં ચેન્નઈ સૌથી ઉંમરલાયક ટીમ:રાજસ્થાન ટીમ સૌથી યુવાન, કેપ્ટનમાં ધોનીની ઉમર સૌથી વધુ 39 વર્ષ, શ્રેયસ યંગેસ્ટ કેપ્ટન

ચેન્નઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ટીમ સૌથી ઉંમરલાયક છે.રાજસ્થાન રોયલ્સ(RR) સૌથી યુવાન ટીમ છે. CSK ટીમના પ્લેયર્સની સરેરાશ ઉંમર 30.4 અને રાજસ્થાનની 26.16 છે. જો ઉમરલાયક કેપ્ટનની વાત કરીએ, તો ધોની આમા પણ સૌથી આગળ છે. તેમની ઉંમર 39 વર્ષ છે.

આ મામલામાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર સૌથી યુવાન છે. તેમની ઉંમર 26 વર્ષ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીની ઉંમર 32 વર્ષ છે. પાંચ વખતના ખિતાબ વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની ઉમર 33 વર્ષ છે.તે 30 એપ્રિલના રોજ 34 વર્ષના થઈ જશે.

ઉંમરલાયક તાહિર અને ગેલને ટીમે રિટેન કર્યા
આ સિઝનના ઉમરલાયક પ્લેયર્સમાં પણ ચેન્નઈ સુપર કિંગ્સના ઈમરાન તાહિર ટોપ પર છે.તેમની ઉંમર 41 વર્ષ છે. તે 27 માર્ચે 42 વર્ષના થઈ જશે. ત્યારપછી ક્રિસ ગેલ(41 વર્ષ)અને હરભજન સિંહ(40 વર્ષ)નો નંબર આવે છે. તાહિરના ચેન્નઈ અને ગેલને પંજાબ ટીમે રિટેન કર્યા હતા. સાથે જ ભજ્જીને ચેન્નઈએ રિલીઝ કરી દીધા હતા. ત્યારરછી તેમને હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યા.

સિઝનમાં 19 વર્ષના પ્લેયર રમશે
14મી સિઝનના ટોપ-5 યુવા પ્લેયર્સમાં રાજસ્થાનની ટીમના 3 ખેલાડી છે. જેમાં યશસ્વી જાયસવાલ ટોપ પર છે, જ્યારે રિયાન પરાગ બીજા નંબરે છે. સનરાઈજર્સ હૈદરાબાદના મુજીબ ઉર રહમાન અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ 20-20 વર્ષના છે. મુજીબને બાદ કરતા 4 ખેલાડીની ગત વખતની સિઝન ઘણી સારી રહી હતી.

હરાજીમાં પંજાબે સૌથી વધુ 9 ખેલાડી ખરીદ્યા
ગુરુવારે થયેલી હરાજીમાં પ્રિટી જિન્ટાની ટીમ પંજાબ કિંગ્સે સૌથી વધુ 9 ખેલાડી ખરીદ્યા. સાથે જ કોલકાતા નાઈટરાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સે 8-8 ખેલાડીઓ પર બોલી લગાવી. મુંબઈ ઈન્ડિયન્સે 7, ચેન્નઈ સુપરકિંગ્સે 6 અને સનરાઈજર્સ હૈદરાબાદે સૌથી ઓછા 3 ખેલાડીઓને ખરીદ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો