• Gujarati News
  • Sports
  • Cricket
  • IPL 2022 | Australian Bowler Mitchell Will Be Seen In The T20 League After 6 Years, Decided Due To Preparations For The World Cup

IPLમાં સ્ટાર્કનો સ્પાર્ક જોવા મળશે:ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ 6 વર્ષ પછી T20 લીગમાં જોવા મળશે, વર્લ્ડ કપની તૈયારીના કારણે નિર્ણય લીધો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં સામેલ ટીમો અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 6 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાનો આક્રમક બોલર મિચેલ સ્ટાર્ક આ T20 લીગમાં કમબેક કરવા જઈ રહ્યો છે. 12 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્ટાર્કે કહ્યું કે તે આ વર્ષે IPL રમતા જોવા મળી શકે છે. સ્ટાર્કે કહ્યું કે તે T20 વર્લ્ડ કપની તૈયારી કરવાના ઈરાદા સાથે IPL 2022માં ભાગ લઈ શકે છે. સ્ટાર્કના મતે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં મને હજુ બે દિવસ લાગશે.

સ્ટાર્કે IPLમાં અત્યારસુધી 27 મેચ રમી છે, જેમાં તેણે 7.17ની ઈકોનોમી અને 17.06ના સ્ટ્રાઈક રેટ સાથે 34 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 96 રન પણ કર્યા છે, જેમાં 29 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે. તે જ સમયે, સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે રમાયેલી 48 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 60 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી 7.52 રહી છે.

સ્ટાર્કે 2020ની હરાજીમાંથી નામ પરત લીધું
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે IPL 2020ની હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તે છેલ્લે 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમ્યો હતો. 2018મા આ લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા રૂ.9.4 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ તે ઈજાને કારણે રમી શક્યો ન હતો. જો સ્ટાર્ક મેગા ઓક્શન માટે ઉપલબ્ધ રહે છે, તો તે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે કઈ ટીમ તેના પર દાવ લગાવે છે.

સ્ટાર્ક શાનદાર ફોર્મમાં છે
મિચેલ સ્ટાર્ક તાજેતકમાં એશિઝ સિરીઝમાં રમી રહ્યો છે. જ્યાં તેનું ફોર્મ ખૂબ જ આકર્ષક જોવા મળ્યું છે. ચાર ટેસ્ટ મેચોમાં તેણે 26.60ની એવરેજથી 15 ખેલાડીઓને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. સ્ટાર્ક 2015 ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ હતો. જ્યારે 2019 ODI વર્લ્ડ કપમાં તે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. તેણે 10 મેચમાં 27 વિકેટ લીધી હતી. તે વનડેમાં સૌથી ઝડપી 100 અને 200 વિકેટ લેનારો બોલર પણ છે.

અન્ય સમાચારો પણ છે...