તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • IPL 2022 2 New Teams To Be Finalized By October; Tender In August | BCCI, IPL Phase 2 | 2 New Teams Will Debut In The IPL By October; The Base Price Will Be Rs 2,000 Crore, A Mega Auction In December

BCCIએ ફેન્સને દિવાળી ગિફ્ટ આપી:ઓક્ટોબર સુધી IPLમાં 2 નવી ટીમ ડેબ્યુ કરશે; જેની બેઝ પ્રાઇસ 2 હજાર કરોડ રૂપિયા રહેશે, ડિસેમ્બરમાં મેગા ઓક્શન

એક મહિનો પહેલા
 • ઓક્શનના નિયમોમાં ફેરફાર સહિત પ્લેયર રિટેન્શન પોલિસીમાં પણ સુધારો સંભવ

BCCI ફેન્સને દિવાળી ગિફ્ટ આપવાનું વિચારી રહ્યું છે. બોર્ડ ઓક્ટોબરમાં IPL 2022 માટે 2 નવી ટીમની જાહેરાત કરી શકે છે. BCCIએ આની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. પહેલાં નવી ટીમની જાહેરાત મે મહિનામાં કરવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે લીગને સસ્પેન્ડ કરવામાં આવી હતી. બોર્ડે એ સમયે કહ્યું હતું કે તેમનું સંપૂર્ણ ધ્યાન IPL 2021ને પૂરી કરવામાં રહેશે. એવામાં તેઓ નવી ટીમો માટે ટેન્ડર નહીં કાઢે.

પરંતુ હવે બોર્ડ ટીમોની જલદીથી ઘોષણા કરી શકે છે. ત્યાર પછી ડિસેમ્બરમાં મેગા ઓક્શન થઈ શકે છે. જાન્યુઆરીમાં મીડિયા રાઈટ્સ અંગે નિલામી પણ થશે.

બેઝ પ્રાઇસ અંગે BCCI સામે પડકાર
જોકે બોર્ડની સામે હવે સૌથી મોટી ચેલેન્જ ટેન્ડર માટે બેઝ પ્રાઈસ અંગે રહેશે. છેલ્લા વર્ષ સુધી નવી ટીમો માટે 1500 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ રાખવાની વિચારણા ચાલી રહી હતી, પરંતુ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીમાં થયેલા ફેરફારો પછી બોર્ડ આ અંગે ફરીથી વિચાર કરી રહી છે. નવી ટીમોની બેઝ પ્રાઈસ 2000 કરોડ રૂપિયાની હશે. મીડિયા અહેવાલોના આધારે આગામી સીઝનથી 4 ખેલાડીને રિટેન કરી શકાશે.

ઓગસ્ટમાં ટેન્ડર બહાર પાડી શકાય એમ છે
બોર્ડ આ નિર્ણય 19 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રમાનારી IPL ફેઝ-2 બાદ લઈ શકે છે. કોરોનાના કેસો સામે આવતા લીગને 29 મેચ રમ્યા પછી (4 મે) સ્થગિત કરાઈ હતી. હજુ સુધી પણ આ સીઝનની 31 મેચ બાકી છે. BCCI આગામી મહિને એટલે ઓગસ્ટમાં બંને ટીમ માટે નવું ટેન્ડર બહાર પાડી શકે છે, જેને ઓક્ટોબરમાં ફાઇનલ કરી દેવાશે. આગામી સીઝનમાં કુલ 8ની જગ્યાએ 10 ટીમ હશે.

રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સે RRમાં 15% પાર્ટનરશિપ ખરીદશે
ગત મહિને લિવરપૂલના ઇન્વેસ્ટર રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સે રાજસ્થાન રોયલ્સમાં 15% સ્ટેક ખરીદ્યા હતા, જોકે આ ડીલ કેટલામાં થઈ હતી એની માહિતી મળી નથી. રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સની ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ લિવરપૂલ અને બૉસ્ટન રેડ સૉક્સમાં પણ ભાગીદારી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેડબર્ડ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ડીલ થઈ, એનાથી ફ્રેન્ચાઈઝીની મની વેલ્યુ આશરે 1863 કરોડ રૂપિયાથી 2235 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.

2 નવી ટીમને ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ અને RPSG ગ્રુપ સૌથી આગળ છે. (ફોટોમાં- અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને RPSG ગ્રુપના ચેરમેન સંજીવ).
2 નવી ટીમને ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ અને RPSG ગ્રુપ સૌથી આગળ છે. (ફોટોમાં- અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને RPSG ગ્રુપના ચેરમેન સંજીવ).

બેઝ પ્રાઈસ હજુ ફાઇનલ નથી
નવી ટીમોની બેઝ પ્રાઈસ 2 હજાર કરોડ રૂપિયા સુધી કરાઈ શકે છે. આની પહેલાં ઇન્સાઈડ સ્પોર્ટ્સે બોર્ડના કેટલાક સિનિયર અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે બેઝ પ્રાઇસ અંગે કશું ફાઇનલ કર્યું નથી. IPL ઇન્વેસ્ટમેન્ટ એક રોમાંચક માધ્યમ છે અને આનાથી તેમને રિટર્ન પણ મળે છે. મારા મત મુજબ, નવી ટીમોની વેલ્યુ 2 હજાર કરોડ રૂપિયાથી ઓછી હશે. જોકે આ અંગે અત્યારે કંઈપણ ફાઇનલ નથી.

ઓક્શનના નિયમોમાં ફેરફાર સંભવ

 • ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલો મુજબ, આગામી સીઝનથી ફ્રેન્ચાઈઝીની સેલરી કેપમાં વધારો થઈ શકે છે.
 • સેલરી કેપને 85 કરોડ રૂપિયાથી વધારીને 90 કરોડ રૂપિયા કરાઈ શકે છે.
 • 10 ટીમ થવાથી કુલ 50 કરોડ રૂપિયા સેલરી કેપમાં જોડાશે.
 • ફ્રેન્ચાઈઝીને આમાંથી 75% રૂપિયા ખર્ચ કરવા પડશે.
 • આગામી 3 વર્ષમાં એટલે 2024માં સેલરી કેપ વધારીને 100 કરોડ રૂપિયા થઈ જશે.

પ્લેયર રિટેન્શન પોલિસીમાં પણ સુધારો સંભવ
રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, પ્લેયર રિટેન્શનના નિયમોમાં પણ સુધારો કરાઈ શકે છે. પહેલાં 5 ખેલાડીને રિટેન કરવાની અનુમતિ હતી.
નવા નિયમો પ્રમાણે, તમામ શાખાઓ 4 પ્લેયરને રિટેન કરી શકશે.

 • જેમાં 3 ભારતીય અને 1 વિદેશી અથવા 2 ભારતીય અને 2 વિદેશી ખેલાડીને રિટેન કરાઈ શકે છે.
 • 3 ખેલાડીને રિટેન કરવા પર ફ્રેન્ચાઈઝીના પર્સમાંથી 15 કરોડ, 11 કરોડ, 7 કરોડ રૂપિયા કપાશે.
 • 2 ખેલાડીને રિટેન કરવા પર 12.5 કરોડ અને 8.5 કરોડ રૂપિયા ઓછા કરાશે.
 • એક ખેલાડીને રિટેન કરવા પર ફ્રેન્ચાઈઝીના પર્સમાંથી 12.5 કરોડ રૂપિયા કપાશે.

2011માં પણ IPLમાં 10 ટીમો રમી ચૂકી છે
2008 પહેલાં IPL ઓક્શન દરમિયાન 8 ટીમની બેઝ પ્રાઈસ લગભગ 372 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. આ પહેલી વાર નથી કે જ્યારે એક સીઝનમાં 10 ટીમ રમશે. આની પહેલાં IPL 2011માં પણ 10 ટીમ રમી ચૂકી છે. પુણે વોરિયર્સ અને કોચ્ચી ટસ્કર્સ કેરળ ડેબ્યુ ટીમ હતી. જોકે ત્યાર પછી એના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. IPLની 2012 અને 2013ની સીઝનમાં 9 ટીમે ભાગ લીધો હતો. 2013માં લીગ ફરી એકવાર 8 ટીમની ટૂર્નામેન્ટના ફોર્મેટમાં પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...