તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IPL 2021 Phase 2: Fans Will Be Back In Stadiums For IPL In UAE, BCCI VP Rajeev Shukla Reaches UAE | Sourav Ganguly Jay Shah

IPL ફેઝ-2ની તૈયારી શરૂ:બાકીની 31 મેચમાં 50% દર્શકોને પ્રવેશ અપાશે; BCCI અધ્યક્ષ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ UAE પહોંચ્યા

2 મહિનો પહેલા
  • IPL ફેઝ-2ની ફાઈનલ મેચ 9-10 ઓક્ટોબરના રોજ યોજાઈ શકે છે

કોરોના મહામારીના કારણે IPLને 2 ફેઝમાં યોજવામાં આવી છે. જે અંગે આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, IPL 2021માં દર્શકોને પણ સ્ટેડિયમમાં પ્રવેશ મળી શકે છે. મીડિયાના અહેવાલો પ્રમાણે જાણવા મળ્યું હતું કે અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) 50 ટકા ફેન્સને મેચ જોવાની અનુમતિ આપી શકે છે. બોર્ડે આની સાથે એક શરત એ પણ રાખી છે કે મેચ જોવા માટે આવેલા તમામ દર્શકોએ ફરજિયાત વેક્સિન લીધી હોવી જોઇએ. જેનું વેક્સિનેશન થયું હશે એને જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા, સેક્રેટરી જય શાહ, કોષાધ્યક્ષ અરૂણ ધૂમલ અને IPLના ચેરમેન બ્રિજેશ પટેલ અત્યારે UAEમાં છે. તેઓ ટૂંક સમયમાં ECB સાથે બેઠક પણ કરી શકે છે. IPLની અન્ય 31 મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં યોજાશે. આની તારીખો પણ ઝડપથી બહાર આવી શકે છે.

BCCI અધિકારી 1 જૂનના રોજ ICCની બેઠકમાં સામેલ થશે
રાજીવ શુક્લાએ સ્થાનિક મીડિયા ખાલીજ ટાઇમ્સને જણાવ્યું હતું કે પ્રક્ષકોને પ્રવેશ આપવા કે નહીં એ નિર્ણય યુએઈ સરકાર અને ઇસીબીનો રહેશે. અમે આ બાબતે તેમની સાથે ચર્ચા કરીશું. અમે યુએઈ સરકારના નિર્ણયને સ્વીકારીશું. ગાંગુલી, શાહ અને રાજીવે 1 જૂને આઇસીસીની બેઠકમાં પણ ભાગ લેવાનો છે. આમાં T-20 વર્લ્ડ કપના સ્થળ અને સમયપત્રક વિશે પણ વાત કરવામાં આવશે.

UAEમાં IPLના આશરે 700-800 લોકોને વેક્સિન અપાશે
BCCI ટૂંક સમયમાં અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે બેઠક યોજી શકે છે. જેમાં IPLના તમામ ખેલાડીઓ અને સ્ટાફને વેક્સિન આપવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. ઈંગ્લેન્ડ ટૂર પર જતા પહેલા ભારતીય ખેલાડીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડથી UAE પહોંચતા પહેલાજ વિરાટ સહિત તમામ ખેલાડીઓને વેક્સિનનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો હશે. જેથી બોર્ડે લગભગ 700-800 લોકોને વેક્સિન લગાવવી પડશે.

UAEની 70 ટકા વસ્તીનું વેક્સિનેશન પુરૂ
રાજીવ શુક્લાએ કહ્યું હતું કે વેક્સિનેશન માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ. કારણ કે ICMRના નિયમ અંતર્ગત બીજા ડોઝમાં 2-3 મહિનાનું અંતર રાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. UAEના 70 ટકા લોકોનું વેક્સિનેશન પુરૂ થઈ ગયું છે. વળીં, તેઓએ વેક્સિન લીધા વગરના લોકોને દેશમાં પ્રવેશવાની પણ કડક શબ્દોમાં ના પાડી છે.

UAE સરકારે તમામ પ્રોટોકોલને અનુસરવા પડશે
રાજીવ શુક્લાએ કહ્યું હતું કે જે પણ પ્રોટોકોલને અનુસરવાના હશે અમે એનું પાલન કરીશું. આની સાથે ECB બોર્ડ સાથે તારીખો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. રાજીવ શુક્લાના જણાવ્યા પ્રમાણે ભારતની ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ સીરીઝના 4-5 દિવસ પછી એટલે કે 18-19 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટ શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી શકે છે. શુક્લાએ કહ્યું કે અમે ગત સીઝનની જેમ આ સીઝનને પણ સફળતાપૂર્વક સંપન્ન કરવા માગીએ છીએ.

10 ઓક્ટોબરે ફાઈનલ યોજાઈ શકે છે
IPL ફેઝ-2ની શરૂઆત 18-19 સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે, જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ 9મી અથવા 10મી ઓક્ટોબરના રોજ યોજાઈ શકે છે. 21 દિવસોની અંદર લીગ રાઉન્ડમાં 7 સિંગલ, 10 ડબલ હેડર મેચ યોજાઇ શકે છે. આના સિવાય ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2, એલિમિનેટર અને ફાઈનલ સહિત 4 પ્લે-ઓફ મેચ યોજાશે.

કોરોનાને કારણે બે ભાગમાં ટૂર્નામેન્ટનું આયોજન
IPL 2021ના મિડ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા, KKRના સંદીપ વૉરિયર અને વરૂણ ચક્રવર્તી, CSKના બોલિંગ કોચ એલ બાલાજી અને બેટિંગ કોચ માઈકલ હસી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારપછી BCCI અને IPL પ્રશાસનની પાસે લીગને મધ્યમાં રોકવા સિવાય અન્ય કોઇપણ વિકલ્પ નહોતો.

અન્ય સમાચારો પણ છે...