તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • IPL 2021 Phase 2 CSK Faf Du Plessis Injured In CPL; Sam Curran Will Not Be Able To Play In The Opening Matches

IPL ફેઝ-2 પહેલા CSKને ઝાટકો:આક્રમક ફોર્મમાં રહેલા ફાફ ડુ પ્લેસિસ ઈજાગ્રસ્ત, સેમ કરન ક્વોરન્ટીન નિયમોના કારણે મુંબઈ સામેની મેચથી બહાર

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IPL-14ના પહેલા ફેઝમાં ચેન્નઈ સુપર કિંગ્સ 7 મેચમાંથી 5 મેચ જીતી 10 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે છે

IPL-14નો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને એની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. તેવામાં ચેન્નઈની ટીમ પર મુસિબતોનો પહાડ તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે CSKનો સ્ટાર ઓપનર ફાફ ડુ પ્લેસિસ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ઇંગ્લેન્ડ-ઈન્ડિયા ટેસ્ટ સિરીઝનો ભાગ રહેલો સેમ કરન પણ ક્વોરન્ટીન નિયમોના કારણે પહેલી મેચ રમી શકશે નહીં.

સેમ કરન મંગળવાર સુધી ઇંગ્લેન્ડથી UAE પહોંચી શક્યો નહતો. જો તે આજે UAE પહોંચશે તો પણ સેમ કરને 6 દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે. તેવામાં સેમ પેહલી કેટલીક મેચ માટે ટીમમાં સ્થાન મેળવી શકશે નહીં.

CPLમાં ઈજાગ્રસ્ત થયો ડુપ્લેસિસ
ઓપનર ફાફ ડુપ્લેસિસ કેરેબિયન પ્રીમિયર લીગમાં ઈજાગ્રસ્ત થયો છે. તેવામાં હવે મુંબઈ સામેની પહેલી મેચમાં તે રમશે કે નહીં એના પર પ્રશ્નાર્થચિહ્ન મૂકાઈ ગયું છે. ડુપ્લેસિસની જાંઘની માંસપેશિઓમાં ખેંચ આવી હોવાથી તે મંગળવારે (14 સપ્ટેમ્બર) રમાયેલી સેમીફાઇનલ મેચ પણ નહતો રમ્યો. આ ઈજા એટલી ગંભીર હતી કે જેના કારણે તેને મહત્ત્વપૂર્ણ મેચ પણ ન રમવાનો નિર્ણય લીધો હતો.

IPL ફેઝ-1માં પોઇન્ટ ટેબલમાં 2જા સ્થાન પર
IPL-14ના પહેલા ફેઝમાં ચેન્નઈ સુપર કિંગ્સ 7 મેચમાંથી 5 મેચ જીતી 10 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે છે.

ફાફ ડુ પ્લેસિસ અને સેમ કરન પહેલા ફેઝમાં સારા ફોર્મામાં હતા
ફાફ ડુપ્લેસિસે IPL-14ની આ સીઝનની 7 મેચમાં 64ની એવરેજથી 320 રન કર્યા છે. જેમાં 4 હાફ સેન્ચુરી પણ સામેલ છે. વળી તેની સ્ટ્રાઈક રેટ 145.45 છે. ઓલરાઉન્ડર સેમ કરને 7 મેચમાં 26ની એવરેજથી 52 રન કર્યા છે. વળી 8.68ની એવરેજથી 9 વિકેટ પણ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...