તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BCCIની પૂર્વ તૈયારી:લીગના બીજા ફેઝ પહેલા બોર્ડ સતર્ક, ચુસ્ત કોવિડ પ્રોટોકોલ બનાવ્યા; 14 બાયો-બબલ તૈયાર કરાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
IPL ફેઝ-2 પહેલા BCCI સતર્ક, 15 ઓક્ટોબરે આ સીઝનની ફાઇનલ મેચ રમાશે - Divya Bhaskar
IPL ફેઝ-2 પહેલા BCCI સતર્ક, 15 ઓક્ટોબરે આ સીઝનની ફાઇનલ મેચ રમાશે
  • IPL ફેઝ- 2ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે

IPL 2021નો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં શરૂ થવાનો છે. લીગના પહેલા ફેઝને કોરોનાને કારણે 29 મેચ રમ્યા પછી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ તમામ અનુભવોના પરિણામે BCCIએ IPL- ફેઝ-2ને ચુસ્ત કોવિડ ગાઇડલાઇન સાથે યોજવાનો પ્લાન કર્યો છે.

BCCIનાં હેલ્થ એન્ડ સેફટી પ્રોટોકોલ અંતર્ગત જો કોઇ ખેલાડી અથવા અન્ય સ્ટાફ મેમ્બર કોરોનાવાયરસથી સંક્રમિત થાય તો એને ઓછામાં ઓછા 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. આ સમયગાળા દરમિયાન સંક્રમિત સભ્યનો 9મા અને 10મા દિવસે RT-PCR ટેસ્ટ કરાશે. જો આ બંને ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા તો જ એ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને ટીમના બાયો-બબલમાં સામેલ કરાશે.

  • સંક્રમિત સભ્યે કોઇપણ પ્રકારની દવાનું સેવન કર્યા વિના RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે
  • કોરોના નેગેટિવ આવ્યા પછી પણ જો એ સભ્યમાં રોગના લક્ષણો જણાશે તો એને ટીમના બાયોબબલમાં સામેલ નહીં કરાય.
PPE કીટમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની તસવીર. ફાઇલ ફોટો
PPE કીટમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાની તસવીર. ફાઇલ ફોટો

IPL ફેઝ-2 માટે 14 બાયો-બબલ તૈયાર કરાશે
જો દર્દી પહેલા સંક્રમિત થઈ ચૂક્યો હોય તો એવી પરિસ્થિતિમાં ફોલ્સ પોઝિટિવ ટેસ્ટ પણ સામે આવી શકે છે. એવામાં દર્દીનો સેરોલોજી ટેસ્ટ સાથે રિપીટ RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે. જોકે આવી સ્થિતિ સામે ન આવે એના માટે BCCI કુલ 14 બાયો સિક્યોર બબલ તૈયાર કરશે. ( 8 ટીમો માટે, 3 મેચ ઓફિશિયલ્સ અને 3 બ્રોડકાસ્ટર્સ તથા કોમેન્ટેટર્સ માટે)

IPL ફેઝ-1 પોઝિટિવ કેસ આવતા સ્થગિત
તમને જણાવી દઇએ કે IPLનો પહેલો ફેઝ 9 એપ્રિલ 2021થી શરૂ થયો હતો. જેની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી, જેમા RCBની જીત થઈ હતી. જોકે IPLની 14મી સિઝનમાં 29 મેચ રમાયા પછી અલગ-અલગ ટીમના ખેલાડી કોરોના સંક્રમિત આવતા લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. હવે લીગનો સેકન્ડ ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં રમાશે.

IPL ફેઝ-2ની ઓપનિંગ મેચ ધોની અને રોહિતની ટીમ વચ્ચે રમાશે

  • બીજા ફેઝની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દુબઈ ખાતે રમાશે.
  • IPL 2021ની ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે દુબઈમાં જ રમાશે.
  • ફેઝ-1 સુધી પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ ટોપ પર રહી હતી. જ્યારે CSK ત્રીજા અને RCB ચોથા ક્રમાંક પર છે.
અન્ય સમાચારો પણ છે...