BCCIએ IPL ફેઝ-2ની 31 મેચને UAEમાં યોજવાની તૈયારીઓ આરંભી દીધી છે. બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે UAEમાં છે. વળીં, ઈંગ્લેન્ડના ખેલાડીઓ આ ફેઝમાં નહીં રમે એ સમાચારોને પરિણામે BCCIએ વિદેશી ખેલાડીઓ પર કડક વલણ અપનાવ્યું છે. ઈનસાઈટ સ્પોર્ટ્સના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જે-જે ખેલાડીઓ ફેઝ-2માં ભાગ નહીં લે તેમનો પગાર કાપી લેવામાં આવશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર UAEમાં 18-19 સપ્ટેમ્બરથી IPLનો ફેઝ-2 શરૂ થઈ શકે છે. જેની ફાઈનલ મેચ 9-10 ઓક્ટોબરના રોજ યોજાશે.
ખેલાડીઓને તેમના મેચના આધારે વેતનની ચૂકવણી કરાશે
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે વિદેશી ખેલાડીઓના બાકીના તમામ મેચનું વેતન તેઓને PRO-RATA પ્રમાણે અપાશે. જેમાં દરેક ખેલાડીઓએ જેટલી મેચ રમી હશે, એમને એના હિસાબથી વેતન આપવામાં આવશે. ઉદાહરણ તરીકે પેટ કમિન્સને 15.5 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો, ત્યારે જો કમિન્સ બીજા ફેઝમાં ભાગ નહીં લે તો એને માત્ર 7.75 કરોડ રૂપિયાનું વેતન જ ચૂકવવામાં આવશે.
કેવી રીતે વેતન ચૂકવાય છે?
ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશના ખેલાડીઓનું રમવું મુશ્કેલ
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટર એશ્લે જાઇલ્સે પહેલા જ જણાવ્યું હતું કે IPLના બીજા તબક્કામાં ઈંગ્લેન્ડના ખેલાડીઓ UAE પ્રવાસ કરી શકશે નહીં. આ સમય દરમિયાન ઈંગ્લેન્ડને ઘણા દેશ વિરૂદ્ધ મેચ રમવાની છે. આના કારણે મોર્ગન, બટલર સહિત અન્ય ઈંગ્લિશ ખેલાડીઓના વેતન કપાઈ શકે છે.
કમિન્સ પર સસ્પેન્સ યથાવત
ઓસ્ટ્રલિયાઈ મીડિયાના રિપોર્ટ્સના આધારે, પેટ કમિન્સ પણ બીજા તબક્કામાં ભાગ લેવા માટે સમર્થ નથી, કારણ કે આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવશે. કમિન્સની સાથે બાંગ્લાદેશી ખેલાડી શાકિબ અલ હસન અને મુસ્તફિઝુર રહેમાન પણ બીજી ફેઝમાં રમી શકશે નહીં.
ભારતીય ખેલાડીઓ પર PRO-RATA નિયન લાગૂ થશે?
સત્તાવાર કોન્ટ્રાક્ટના હિસાબે, ભારતના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની આવશ્યકતા નથી. આમાં BCCI પ્લેયર ઈંશ્યોરન્સ સ્કીમ કામમાં આવશે. જેને 2011 IPL દરમિયાન તે સમયના BCCI સચિવ એન શ્રીનીવાસને ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરીને લાદવામાં આવ્યું હતું. આના અંતર્ગત ખેલાડીઓને અંગત કારણોસર IPLમાં ભાગ ન લેવા બદલે વળતર આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.