તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • IPL 2020: Due To The Dew, The Teams Are Deciding To Bowl After Winning The Toss, But Losing 5 Out Of 6 Matches.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોસ નથી બની રહ્યો બોસ:ઝાકળને કારણે ટીમો ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લઈ રહી છે, પરંતુ 6માંથી 5 મેચમાં પરાજય

દુબઈ8 મહિનો પહેલા
 • કૉપી લિંક
એક્સપર્ટ કહે છે કે, મોટાભાગના ખેલાડીઓ માટે યુએઈમાં રમવાનો અનુભવ તદ્દન નવો છે. ફાઇલ તસવીર. - Divya Bhaskar
એક્સપર્ટ કહે છે કે, મોટાભાગના ખેલાડીઓ માટે યુએઈમાં રમવાનો અનુભવ તદ્દન નવો છે. ફાઇલ તસવીર.
 • ટોસ રિપોર્ટ : છેલ્લી 3 મેચમાં પ્રથમ બેટિંગ કરતી ટીમોએ 190થી વધુ રન બનાવ્યા
 • કારણ : મોટાભાગના ખેલાડીઓ માટે યુએઈમાં રમવાનો અનુભવ તદ્દન નવો છે. તેઓ અહીં પિચ અને હવામાનની સ્થિતિ સમજતા નથી

યુએઈની પિચ સ્પિન બોલરોને અનુકૂળ મનાય છે. રાત્રે મેચ દરમિયાન ઝાકળને કારણે ટીમોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો. આઈપીએલ-13ની ઓપનિંગ મેચમાં આ સાચું પણ પડ્યું. ચેન્નઈએ લક્ષ્યનો પીછો કરીને મુંબઈ ઈન્ડિયન્સને હરાવી. જોકે, છેલ્લી 5 મેચમાં પરિણામ તદ્દન વિપરીત આવ્યું અને લક્ષ્યનો પીછો કરતા બધી ટીમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો.એક્સપર્ટ કહે છે કે, મોટાભાગના ખેલાડીઓ માટે યુએઈમાં રમવાનો અનુભવ તદ્દન નવો છે. તેઓ અહીંની પિચ અને હવામાનની સ્થિતિ નથી સમજી શકતા.

ટોપ-7માં 4 ફાસ્ટ બોલર, બે સ્પિનર
અગાઉ મનાતું હતું કે, અહીં સ્પિનર્સ સફળ રહેશે. જોકે અત્યાર સુધી ફાસ્ટ બોલરોના સારા પ્રદર્શનને કારણે જ પ્રથમ બેટિંગ કરનારી ટીમોને જીત મળી છે. ગુરુવાર સુધીની 6 મેચમાં 7 બોલરોએ 4-4 વિકેટ લીધી છે.

ફાસ્ટ બોલરોના સારા પ્રદર્શનને કારણે જ પ્રથમ બેટિંગ કરનારી ટીમોને જીત મળી.
ફાસ્ટ બોલરોના સારા પ્રદર્શનને કારણે જ પ્રથમ બેટિંગ કરનારી ટીમોને જીત મળી.

લીગના સ્ટાર બેટ્સમેન અને બોલર અત્યાર સુધી ફેલ
લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીએ બે મેચ પછી માત્ર 15 રન બનાવ્યા છે. જ્યારે ચેન્નઈના ઓપનર શેન વોટ્સને બે મેચમાં 37, મુંબઈના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 34 રન જ બનાવ્યા છે. બોલરોમાં બેંગલુરુનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ 2 મેચમાં એક વિકેટ પણ લઈ શક્યો નથી. આ દરમિયાન તેણે 11થી વધુની ઈકોનોમી પર રન આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો